________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ]
હાજી
[ ૨૦૯ રુકિમએ કુંઠિનપુરથી રાજધાની બદલીને ભેજકટમાં સ્થાપ્યા પછી સેંકડો વર્ષો સુધી ભાજકટનું જ પ્રાધાન્ય રહ્યું છે. અને તે પણ એટલું બધું કે ભેજક્રટ રાજધાનીના નામથી વિદર્ભ દેશ વિદભ' નામને બદલે “ભોજકટ દેશને નામે પણ ઓળખાતે હેવાનું સૂચવતા અનેક ઉલ્લેખ જૈનેતર સાહિત્યમાં મળે છે. આથી જેને સાહિત્યમાં પણ ઉપર જણાવેલા ઉલ્લેખ સિવાય બીજા પણ ઉલ્લેખે ભોજકટના સંબંધમાં હેવા જોઈએ-હશે. પણ મારી પાસે અત્યારે સામગ્રી ન હોવાથી કંઈ લખી શકતો નથી.
ભોજનું સ્થાન. એટલી વાત તે નક્કી જ છે કે ભાજકટ વિદર્ભનું પાટનગર હોવાથી વિદર્ભ દેશ કે જે અત્યારે વરાડના નામથી ઓળખાય છે તેમાં જ ભોજકટનું સ્થાન હોવું જોઈએ. વિદર્ભ દેશની (વરાડતી) બહાર ગમે તેટલાં જ ઊભાં કરવામાં–ક૫વામાં કે માનવામાં આવે તો પણ એને કશે જ અર્થ નથી. આથી માળવામાં રાજગઢની દક્ષિણે પાંચ માઈલ દૂર આવેલા પાવર તીથને કિંવા કચ્છમાં આવેલા ભુજના પ્રદેશને ભોજકટ માનવામાં આવે તેને કંઈ અર્થ નથી. કેમકે તે વિદર્ભની બહાર છે. આથી મેં અહીં વરાડમાં આવીને જોજકટને સ્થાનની ચોકસાઈપૂર્વક તપાસ કરવા માંડી અને માહિતી મળી કે આજે ઉમરાવતી પાસે આવેલું ભાતભુલી ગામ તે જ પ્રાચીન ભોજકટ છે.
વરામાં ઉમરાવતીથી પશ્ચિમે આઠ માઈલ દૂર ભાકુલી નામે (લગભગ ૨૦/૫૬ ઉત્તર અક્ષાંશ તથા ૭૭/૪૦ પૂર્વ રેખાંશ ઉપર) એક પ્રાચીન ગામ આવેલું છે. અહીં પ્રાચીન કિલે પણ છે. વરાડના લેકે આ ગામને જ પ્રાચીન ભોજકટ માને છે. અહીં રુકિમનું એક મંદિર પણ છે, તેથી પણ આ માન્યતાને પુષ્ટિ મળે છે. વળી કુંઠિનપુરથી પણ આ ગામ લગભગ ૩૭ માઈલ કરતાં વધારે દૂર નથી, એટલે કિમ કૃષ્ણ સાથે લડવા માટે કુઠિનપુરથી નીકળીને આટલે દૂર આવ્યો હોય અને પછી પરાજય થવાને લીધે પિતાને ગામ કુંઠિનપુર પાછો ન ફરતાં ત્યાં જ ભેજકેટ નગર વસાવીને રહ્યો હોય એ
વૈદિકના ભાગવત (કંધ ૫, અધ્યાય. ૨. ૧. ૨૦)માં એવી વાત છે કે – અષભદેવે ભારતવર્ષ ( નામ) નવ પુત્રોને વહેંચી આપ્યું. તેમાં એક વિદર્ભ નામને પણ પુત્ર હતા, તેના ભાગમાં આવેલા પ્રદેશનું નામ વિવર્મ પાડયું. આગળ જતાં કય અને કેશિક નામના બે ભાઈઓ વિદર્ભના વંશમાં થયા, તેના ઉપરથી વિદ
નું ફેશિક નામ પણું પાડ્યું છે અને સાહિત્યમાં [માલવિકાગ્નિમિત્ર, ૫ મો અંક 1 તે નામથી પણ ઉલ્લેખ આવે છે. વૈદિકના મત પ્રમાણે રુકિમણી આ કૅશિક રાજાના જ પુત્ર ભીષ્મકની પુત્રી હતી.
પુરાણોમાં ઘણે સ્થળે વિદર્ભને દંડકારણ્યમાં પણ સમાવેશ કર્યો છે. અત્યારે પણ વરાડના બ્રાહ્મણે પિતાના ધાર્મિક કૃત્યમાં દેશ-કાળને ઉચ્ચાર કરતાં વધારે જો જોવાવ કરે તીરે એ પ્રમાણે જ ઉલ્લેખ કરે છે.
બૃહદારણ્યક ઉપનિષદમાં વિવરણ ાિચ એ નામથી એક કવિનો ઉલ્લેખ આવે છે. એટલે આ દેશના નામને ઇતિહાસ ઘણું જ પ્રાચીન કાળ સુધી જાય છે.
For Private And Personal Use Only