SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯] દિગંબર જૈને અને સંજઈ શબ્દ [ ૧૭૯ મળ્યું, ત્યાર પછી અનુક્રમે વિષણુ, નદિમિત્ર, અપરાજિત, ગવર્ધન અને ભદ્રબાહું થયા. આ પાંચે પુરુષે ચતુદશ પૂર્વધારી હતા. ત્યારપછી વિશાખાચાર્ય, પિડ્રિલ, ક્ષત્રિય, જ્યાચાર્ય, નાગાચાર્ય, સિદ્ધાર્થ દેવ, ધૃતિ સેન, વિજ્યાચાર્ય, બુદ્ધિલ, ગંગદેવ અને ધર્મસેન – આ અગિયાર મહાપુરુષો અનુક્રમે અગિયાર અંગ તથા ઉત્પાદપૂર્વ આદિ દશ પૂર્વના પારંગત થયા અને બાકીના ચાર પૂર્વના એક દેશને ધાર કરનારા થયા. ત્યારપછી નક્ષત્રાચાર્ય, જયપાલ, પાંડસ્વામી, ધ્રુવસેન, કંસાચાર્ય આ પાંચ આચાર્યો અગિયાર અંબના ધારક અને ચૌદ પૂર્વના એક દેશને ધારણ કરનારા થયા. ત્યારપછી અનુક્રમે સુભદ્ર, યશોભદ્ર, યશેલાહુ અને લેહાય નામના ચાર આચાર્યો આચારાંગ ધારણ કરનારા અને બાકીના અંગ તથા પૂર્વેના એક દેશને ધારણ કરનારા થયા. ત્યારપછી સરે અંગ તથા પૂર્વેના એક દેશને ધારણ કરનારા ધરસેન નામના આચાર્ય થયા. તેઓ રાષ્ટ્રના ગિરિનગર (ગિરનાર)ની ચંદ્રગુફામાં હતા ત્યાં અષ્ટાંગમહાનિમિત્તના પારગામી તે પ્રવચનવત્સલ આચાર્યે ગ્રંથને બુચ્છેદ થશે એમ જાણીને ભયથી દક્ષિણાપથ દેશમાં કોઈ મહાવ ઉપર એકત્રિત થયેલા આચાર્યો ઉપર લેખ લખીને મોકલ્યો. તેમણે પણ ધરસેન આચાર્યને લેખ વાંચીને આંધ્રદેશના વણાટ નગરથી બે સારા પ્રહણ-ધારણ સમર્થ સાધુઓને મોકલ્યા. તેમણે ધરસેનાચાર્ય પાસે શાસ્ત્રાભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે ભૂતએ એકની પુછપથી બલિ–પૂજા કરી તેથી અને બીજાના અસ્તવ્યસ્ત દતિને અલની કળી જેવા બનાવી દીધા તેથી એકનું મૂ૪ અને બીજાનું પુપત નામ ધરસેન ભટ્ટારકે પાડવું. - ભૂતબલિ અને પુષ્પદંત ત્યાંથી પાછા ફર્યા ને અંકલેશ્વર (ગુજરાતના ભરૂચ પાસેના અંકલેશ્વર)માં આવીને તેમણે ચોમાસું કર્યું. ત્યાંથી ભૂતબલિ ભટ્ટારિક વનવાસવિષયમાં ચાલ્યા ગયા, અને પુષ્પદત કમિલ દેશમાં ગયા. પુષ્પદ જિનપાલિતને દીક્ષા આપીને વીશ સુત્રો ભણવ્યા અને ભગવાન ભૂતબલિની પાસે જિનપાલિતને કલ્યા. ત્યાં તબલિ આચાર્યે પુષ્પદંતાચાર્યને અપાયુષ્યવાળા જાણીને મહાકમપ્રકૃતિપ્રાભૂત સુચ્છેદ થશે એમ જાણીને દ્રવ્ય-પ્રમાણુનમમ આદિ વિષયો પર ગ્રંથરચના કરી. તેથી તેમણે પખંડાગમ ગ્રંથના રચયિતા તરીકે ભૂતબલિ તથા પુષ્પદંત આચાર્ય ગણાય છે. આ પખંડાગમસિદ્ધાંત ગ્રંથનું દિગંબર પરંપરામાં અત્યંત ઉત્કૃષ્ટ મહત્વનું સ્થાન છે. ભૂતબાલ આચાઈ મહાબંધ નામના એક મહાન ગ્રંથની રચના પણ કરી છે. ગુણધર આચાર્ય એક કષાયખાભત નામના મહાગ્રંથની રચના કરી છે. આ ત્રણે ગ્રંથો દિગંબરપરંપરામાં અત્યંત પૂજ્ય અને પ્રાચીન મનાય છે. પ્રત્યેક ગ્રંથમાં ઘણી જ વણી વાતા ભરેલી છે, આકર જ છે. એમાં પખંડાગમ ઉપર વીરસેન આચાર્યો . ( લગભગ વિક્રમની નવમી સદીના) વિસ્તૃત ટીકાની રચના કરી છે તે ધવલ નામે ઓળખાય છે. કવાયકાત ઉપર તિવૃષભ આચાર્યો ટીકા લખી છે તે જયધવલ નામે ઓળખાય છે, ભૂતબલિવૈિરચિત મહાબંધ મહાધવલ નામે ઓળખાય છે. આ ત્રણે મહાગ્રંથની તાપત્ર ઉપર કાનડી લિપિમાં લખાયેલ એક માત્ર પ્રતિ ૨ જીઓ પખંડાગમ ધવારીકા ભા. ૧, ૫. ૬૫થી ૭૧. For Private And Personal Use Only
SR No.521664
Book TitleJain_Satyaprakash 1950 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy