________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦]
|
રા
શ્રી જેને સત્ય પ્રકાશ મહેસુર રાજયમાં આવેલા મૂડબદ્રી ગામમાં ચંદ્રપ્રભવસતિ (ચંદ્રપ્રભસ્વામીના મંદિર)માં એક દિગંબર ભટ્ટારક (શ્રીપૂજ્ય)ના તાબામાં પાટ પરંપરાથી ચાલી આવે છે. ત્યાં એક પેટીમાં આ પુસ્તક રાખવામાં આવે છે. દિગંબરસમાજના લોકો આ ગ્રંથનાં ખૂબ ભક્તિથી દર્શન કરવા આવે છે. વેતાંબર મુનિ શ્રીશિવવિજ્યજીના શિષ્ય શ્રીશીલવિજયજી મહારાજે સં. ૧૭૨૧ થી ૧૭૭૮ સુધી દક્ષિણદેશમાં પ્રવાસ કરીને રચેલી તીથમાળામાં દક્ષિણદેશના વર્ણનના પ્રસંગમાં આ સ્થાનનું નીચે પ્રમાણે વર્ણન કર્યું છે.
બદરી નગરી અને પમ જાણિ, ઓગણીશ દેહરાં છિ ગુણખાણિ; ત્રાંબાનલીએ વાદ્યો વલી, મંડપ મોટા બહુ પૂતલી.
I૮૦ પુરૂષપ્રમાણિ પ્રતિમા ચંગ, હેમતણ છે અહિ સુરંગ; ચંદ્રપ્રભુ ચેતિ ચોસાલ, યાત્રા જેહની અમીરસાલ.
|૮૧ આદીસર શાંતીસર પાસ, શ્રાવક સેવિ લીલવિલાસ નારી રાજ કરિ જિનમતી, સાધુ દિગંબર નિ મહાસતી. ચાર વર્ણના શ્રાવક ભદ્ર, બ્રમ ક્યત્રી વૈશ્ય નિ સક; નાતિતણો એહજ વિવહાર, મિથ્યાદેવતણે પરિહાર
th૮૩માં તાડપત્ર પુસ્તક ભંડાર, ત્રાંબા પેટીમાંહિ સાર; સાત ધાત ચંદનમય લહી, રણુજાતિની પ્રતિમા સહી.
૮૪ માણિક નીલમ નિ વિઠ્ઠર, હીરા વિઠ્ઠમ તેજઈ પૂરક એહ અપૂરવ બિંબ ઝયાલ, પુનિં પડ્યાં પરમકૃપાલ. | (તીર્થમાળા પૃ. ૧૧૮, યશોવિજયજી જૈન ગ્રંથમાળા, ભાવનગરથી પ્રકાશિત)
લગભગ હમણુ સુધી ભાવિક લેકને આ ગ્રંથનાં દર્શન જ માત્ર કરાવવામાં આવતાં હતાં. પણ આ ગ્રંથનું એક પણ પાનું ભટ્ટારકે કોઈનેય વાંચવા દેતા ન હતા. દિગંબરસમાજના લોકોને ખૂબ ચિંતા થતી હતી કે આ ગ્રંથ પાથો પાયો નષ્ટ ન થઈ જાય એટલા માટે તેની બીજી નકલ કરાવી લેવામાં આવે તો સારું અને છપાઈ જાય તે પણ સારું. છેવટે ઘણા પ્રયત્નને અંતે ભટ્ટારકે પ્રતિલિપિ (નકલ) કરાવવા માટે એક દિગંબર પતિને રોળ્યો. તે પંડિત સુઝ હતા તેથી કાનડી ઉપરથી દેવનાગરી લિપિમાં પ્રતિલિપિ કરતી વખતે તેણે ગુસરીતે એક નકલ વધારે કરી લીધી અને ગુપ્તપણે આખી નકલ બહાર પહોંચાડી દીધી. પછી તો એ નકલ ઉપરથી બીજી ના પણ થઈ ગઈ અને એ રીતે ખંડાગમ સિદ્ધતિશાસ્ત્રની ધવલટીકા સહરાનપુર, કારંજા, આરા, અમરાવતી વગેરે સ્થાનના ગ્રંથભંડારોમાં પહોંચી ગઈ. આ પ્રમાણે ધવલ ઉપરને મુડબદરીના ભટ્ટારકનો ઈજારો તૂટી ગયા. પરંતુ મહાધવલ વગેરે ગ્રંથ માટે તો દિગંબરસમાજના લેકેને ઘણું દબાણ કરવું પડ્યું. છેવટે ત્યાંની ગાદી ઉપર આવેલા સમયના જાણુ ભટ્ટાર ગ્રંથ છપાવવા માટે જ્ઞાનભંડાર ખુલ્લો મૂકી દીધો છે અને પ્રકાશન કરાવવાનું પણ નક્કી થયું છે અને કામ પણ ચાલુ થઈ ગયું છે. આ છે આને ટૂંક ઈતિહાસ
ધવલ ગ્રંથનું સંપાદન કાર્ય પ્રોફેસરે હીરાલાલજીએ મુડબઢીના ભટ્ટારકે પિતાને
૧ પ્રોફેસર હીરાલાલજી પહેલાં અમરાવતીની કિંગ એડવર્ડ કેલેજ (વર્તમાનમાં વિદર્ભ સાવિદ્યાલય)માં પ્રોફેસર હતા, હમણાં નાગપુર મહાવિદ્યાલય ગાનમક કેલેજ)માં પ્રોફેસર ૨ દિગંબરસમાજમાં સારા વિદ્વાન અને સંશોધક ગણાય છે.
For Private And Personal Use Only