SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હત ગુ દલાબ અને કાંટા કેટલાક વિદ્વાને જૈન સાહિત્યના પ્રાંગણને પિતાની કળાછલી દષ્ટિથી અજવાળે છે જ્યારે કેટલાક કચરો ફેંકી જઈ મેલું પણ બનાવે છે, એવી બીનાઓ ટુચકારૂપે જ આ સ્તંભમાં આલેખાય છે. આપણે ત્યાં કાંતિકારી વિચારસરણી ધરાવનારા ને એ દ્વારા કેટલાક સુજ્ઞ સ્ત્રીપુરુષોનું સન્માન મેળવનારા કેટલી સરળતાથી પિતાના અલગ, વાડા કે પય સ્થાપવા લાગી જાય છે, એનાં અનેક ઉદાહરણો મૌજુદ છે. એ ઉદાહરણોમાં હાલમાં “સત્યભક્ત ને નામે ઓળખાતા ૫. દરબારીલાલજીને સમાવેશ થયો દેખાય છે. “સંગમ’ નામના વર્ષોથી પ્રગટ થનાર પત્રના “પયગંબર અંક’ને જોતાં તેઓએ પણ એક ન હકેસલો શરૂ કર્યો લાગે છે. આ અંકમાં પ્રારંભમાં સૂર્ય છાપ ઝંડો લઈને દરબારીલાલજી ઊભા છે ને મથાળે હેડીંગ માયું છે. “સ્વામી સત્યભક્ત, વિશ્વ કે ઉદ્ધાર કે લિયે આગે બઢતે હુએ ' ને નીચે તેમને દુનિયાના ઉદ્ધાર માટે ખડા થયેલા “ પયગંબર” તરીકે ઓળખાવ્યા છે. આ આખો અંક તેમને “પયગંબર' તરીકે ઓળખાવવા માટે રચાયો છે, જેમાં શ્રી રતિલાલ મફાભાઈ જેવાએ પણ ભાગ લીધે છે. સ્વામી બની બેસનારને સેવકોને તેટો હિંદમાં પાયો નથી જ !! અંખડ સમાજ સ્થાપવાની જગ્યાએ જ્યારે આવા પંથ કે વાડા સર્જાતા જોઈએ છીએ અને તે પણ એક વખતના ક્રાંતિકાર વિચારકો દ્વારા સર્જાતા જોઈએ છીએ ત્યારે ખૂબ દુખ થાય છે. આખેય અંક દરબારીલાલજીના “સત્યભત 'પણને ન છાજતો છે. અંધ શ્રદ્ધાને પાસનારા છે, અને એમાં પ્રગટ થયેલી એકાદ કવિતા આપીને મૌન ધરવું ઉચિત સમજીશું ને નવા પેદા થયેલા આ પ્રભુ-પયંગબરાથી ચેતવા સમાજને કહીશું. “સત્યભાજી સ્વામી, તુમકા લાખો પ્રણામ તુમ હો ઇસ યુકે અવતારી, મહિમા કિસવિધ કરું તુમારીઃ સત્યેશ્વર અવતાર, તુમકે લાખે પ્રણામ ! સત્યામૃત તુમને રચ દીના, જિસમેં ધર્મ સમન્વય કીના, સત્યદેવ પયગંબર, ' તુમકે લાખ પ્રણામ. ૫. જુગલકિશોરછ શર્માના આ લાખે પ્રણામ પછી બીજી અનેક કવિતાઓ તેમણે આપી છેઃ એમાં તેમણે શ્રીકૃષ્ણના ગીતાવચન અનુસાર જ્યારે પૃથ્વી પર અધર્મને ભાર વળે ત્યારે સત્યેશ્વર પ્રભુએ દરબારીલાલજીને પિતાના પયગંબર બનાવી મોકલ્યો, એમ જણાવ્યું છે, આ અંકમાં અનેક ફોટાઓ છે. જેમાં સ્વામી સત્યભક્તને તેમનાં પત્ની સાથે પણ છે. એમાં એક ફેટામાં સત્યાગ્રમ વર્ધામાં ધર્માલયની વેદીનો એક શેટો આપ્યો છે, જેમાં વચ્ચે મોટી કૃષ્ણ-મણીની પ્રતિમાઓ ને પછી ડાબી બાજુ અશેજરથુસ્ત, ભરબુદ્ધ ને હનુમાનની મૂર્તિઓ લાગે છે. જમણી બાજુ કાઈ (ઈશુ જેવા લાગે છે. ફેટ અસ્પષ્ટ છપાયો છે) પછી ભગવાન મહાવીર, ને પછી બીજાની પ્રતિમાઓ છે. આગળ ઊદુમાં કંઈ લખાણ છે. આપણને થોડા દહાડામાં એ જાણીને આશ્ચર્ય નહિ થાય કે સ્વામી સત્યભા જેવા કલિકાલના પયગંબરની મૂર્તિ મહાત્મા બુદ્ધ ને મહાવીર પ્રભુની પાખે શાનથી ખડી રહેશે ! For Private And Personal Use Only
SR No.521659
Book TitleJain_Satyaprakash 1949 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy