________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૫ જૈનના અનેકવિધ પ્રશ્નોએ આજે જેમ જાહેર પ્રજાનું લક્ષ ખેંચ્યું છે તેમ, જેના સુંદર સલલિત વિશાળ વાર્તાવાર્ભયે પણ જૈનેતર લેખકનું લક્ષ ખેંચ્યું છે, એ આનંદની - વાત છે. અલબત્ત, એમાં અનેક ભારે વિચિત્ર છબરડાઓ થાય છે, અને શરૂઆતમાં થવા સ્વાભાવિક પણ છે. આવી ગમતીઓ કે જેમાં દ્વેષ નથી હોતો તે શ્રી જૈન સત્ય પ્રકાશ જેવાં પડ્યો દ્વારા સુધારવાના પ્રયત્ન કરવામાં આવે છે, અને સરળ ને વિદ્વાન લેખકે તે તે ભૂલ સુધારવામાં પોતાની ઉદારતા પણ દાખવે છે.
પણ ત્યારે જેન લેખકે તરફથી આવા છબરડા વળે છે, ત્યારે આપણને આપણું જુવાને જૈન પરંપરાથી કેટલા અનભિન્ન છે, તેને સાચો ખ્યાલ આવે છે,
- શ્રી. સ્થૂલિભદજીને બુદ્ધના અનુયાયી બતાવનાર શ્રી. સુરેશ ગાંધી એક જેન ભાઈ છે, છતાં તેઓ સ્થૂલિભદ્રજી જૈન હતા, તે જાણતા નથી, ત્યારે આપણું અફસને પાર નથી રહેતો. અને એથી તે વધુ અફસ તે એના માટે થાય છે. કે જૈન પરંપરાને જાણવા તેમને જૈનેતર વિદ્વાનોના ગ્રંથને આધાર લેવા જવું પડે છે! ભાઈ ગાંધીના કહેવા મુજબ “રૂપકેશા' નામની સ્વ.શ્રી. મહાવીર પ્રસાદ દ્વિવેદીની કઈ નવલ પરથી આ નાટિકા વણું લેવામાં આવી છે, પણ અમારી જાણ મુજબ હિંદીમાં આવી કોઈ નવલ નથી. અલબત્ત, ગૂજરાતીમાં શ્રી. મે. યૂ. ધામી કૃત “રૂપકે શા” નામની નવલકથા છે. છતાં કોઈ ભાઈ જાણતા હોય તો આ પત્રના તંત્રીને જરૂર લખી જણાવે.
ભાઈ ગાંધીએ નાટિકા લખી અને રેડિયો ઉપર ભજવાઈ પણ ખરી ! આપણા રેલિયાના સંચાલકના જ્ઞાન માટે તે શું કહેવું? તેઓ કોઈ પણ પ્રવચન થાય, તેની પ્રત ૧૫ દિવસ પહેલાં પ્રવચનકાર પાસેથી મંગાવે છે: ને વાંચીને પાસ કરે છે. આવાં ધાર્મિક લખાણોમાં જે તેઓ અન્ય કોઈ તજના વિદ્વાનની સલાહ લે તે, શકવિજય ને સ્થૂલભદ્રજી જેવા છરબડો થવા ન પામે. અને પછી દિલગીરીનાં નિવેદને બહાર પાડવાં ન પડે,
તફડંચીનું બજાર હમણું ગુજરાતી સાહિત્યમાં ગરમ છે. લેખક થવાના અભરખામાં ન જાણે કયાં કયાંથી ચોરી થવા માંડી છે. “સોશ'નામના મતીય જીનપીઠ
સી' થી પ્રગટ થતા એક પત્રમાં વ્યક્તિને બિય' નામની પં. ઈંદ્રદત શાસ્ત્રીની પ્રગટ થયેલી વાર્તા, કેઈ ચંપકલાલ પરીખે પિતાના નામે અનુવાદિત કરી છપાવી દીધી છે. આ વાર્તા “સંદેશ”ના દીપોત્સવી અંકમાં પ્રગટ થઈ છે, ને તે માટે તેના તંત્રીશ્રીને પુછાવતાં તેઓએ પણ આશ્ચર્ય જાહેર કર્યું છે. આ લેખક મહાશયે ' ખાષાઢભૂતિ 'ના નામનો સુધારો આષાઢમતિ’ કરી નાખ્યો છે,
આ આષાઢભૂતિ વિષેની એક વાર્તા મુંબઈથી પ્રગટ થતા “સવિતા માં પણ “જીવન નાટક'ના શીર્ષકથી પ્રગટ થઈ છે. એના લેખક છે ગુલાબચંદ જૈન !' નામકમને ઉદય તે આનું નામ !
For Private And Personal Use Only