SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષમાં ૧૫ કરી નાખે એમાં સંદેહ નથી. પરંતુ તેણે તેને કંઈ સર્વથા બદલ્યો નથી. બ્રાહણેના ગની અપેક્ષાએ ખૂબ પ્રાચીન કાળના સંન્યાસધર્મને જૈનધર્મે પુનર્જીવિત કર્યો. અંતે-ભારતના તત્વજ્ઞાનમાંથી ન્યાય અને વૈશેષિક દર્શનના વિષયમાં ડેક ઉલ્લેખ કરવો જરૂરી છે. સંસ્કૃત ભાષાના જાણકાર બધા લોકોની સામાન્ય વિચાર પદ્ધતિને નિશ્ચિત કરવી અને તેને વ્યવસ્થિત સ્વરૂપ દેવું-એ આ દર્શનનું કાર્ય હતું. જેને જેવાને અનુભવ જ્ઞાનની તરફ લક્ષ આપનાર એના દર્શનના વિષયમાં વિશેષ પ્રેમ હોય એ સ્વાભાવિક વસ્તુ છે, અને તેથી જ તેમણે ન્યાય વિષયના અનેક ગ્રંથો લખ્યા છે. પરંતુ મહાવીરસ્વામીના સમયમાં તૈયાયિક વૈદિક ધર્મથી સર્વથા અલગ નહેતા થયા. જૈન પ્રથાથી ખબર પડે છે કે, વૈશેષિક દર્શનની સ્થાપના ચાલુ રહગુપ્ત કરી હતી, જે પહેલાં જૈન હતા. વૈશેષિકોને પરમાણુવાદ જૈનધર્મમાં પહેલેથી જ વર્ણવાયેલ હતો , તેથી પણ જેનું ઉત નિ વાસ્તવિક હતો લાગે છે. ન્યાયદર્શન જૈનધમ પછી સ્થાપિત થયેલું છે, એ વિષયમાં કંઈ પણ સંદેહ નથી, જૈનધર્મ સર્વથા સ્વતંત્ર ધર્મ છે. મારે વિશ્વાસ છે કે તે કોઇનું અનુકરણ નથી અને એટલા માટે જ પ્રાચીન ભારતવર્ષના તત્વજ્ઞાન અને ધર્મ પદ્ધતિને અભ્યાસ કરનારાઓ માટે તે ખૂબ મહત્વની વસ્તુ છે. [પ્ર. હમન યાકેબીન લેખના આધારે ] ભારતનું સૌથી પ્રાચીન સ્થાપત્યઃ The Original erection of the stupa in brick in the time of Parsvanath the predecessor of Mahavira would fall at a date not later than B. C. 600 Probaly tharerfore this stupa of which Dr. Fuhrer exposed this foundation is the oldest known building in India. V. Smith Muttra Antiquities ભગવાન મહાવીરના પુરગામી ભગવાન પાર્શ્વનાથનાં સમયમાં જે સ્તૂપની મુળ રચના ઈટથી કરવામાં આવી હતી તે ઈ. સ. પૂર્વે ૬૦૦ના પછીને તો નથી જ એટલે કે, ઈ સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિ પહેલાના આ સ્તૂપ ગણી શકાય. તેથી પ્રાયઃ . હરરે જે સંશોધન કર્યું છે તે બધામાં આ સ્તૂપ ભારતના પ્રાચીનતમ સ્થાપત્યમાં જૂનામાં જૂનો જ ગણાય છે. For Private And Personal Use Only
SR No.521659
Book TitleJain_Satyaprakash 1949 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy