________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ]
ઈતિહાસના અજવાળે
[ ૩૫
હતાં. આચારમાં વધારે કડક હતા અને બધારણની દૃષ્ટિએ સર્વોત્તમ હતા. શિથિલતા જેવા પણ મળતી નહીં! અલબત્ત, પાલનમાં કઠિનતા હાવાથી સખ્યામાં શોક્ય મુનિના અનુયાયી જેટલા ન કહી શકાય. બાકી વૈશાલીના ચેટક મહારાજા મણુ મહાવીર દેવના ચુસ્ત અનુયાયી હતા અને તેમના ગણુ યાને વૃષિ, ત્રિચ્ની આદિને મેટા સમુદાય જૈનધમ પાળતા હતા એ વાત નિવિવાદ સિદ્ધ થયેલ છે. વિશેષમાં રાજવી ચૈટકની સાતે પુત્રીએ ચુસ્ત જૈનધમી* હતી એ ઐતિહાસિક સત્ય છે. તેઓ સિંધુ, સૌવીર, અવ'તી, ચરા, કૌશામ્બી અને મગધ જેવા રજવાડામાં પરણી ગઇ હતી; એ જોતાં તે ક્ષેત્રામાં પણ જૈન ધર્મના પ્રચાર સવિશેષ પ્રમાણમાં હતા જ. ઇતિહાસકારાને એ વાત સ્વીકારવી પડે તેવાં પ્રમાણા ઉપલબ્ધ થયાં છે અને થતાં જાય છે. જૈન સાહિત્યમાં એ સ્થાને અંગે જે વિપુલ માહિતી અને પરસ્પરના સબધા અંગે જે નોંધા પ્રાપ્ત થાય છે તે એટલી સચોટ છે કે એ પરથી જૈનધમના અભ્યાસી વિદ્વાને સુંદર સકલનાદ્વારા એ સમયના ઇતિહાસ ઉપર સારુ અજવાળુ' પાડી શકે. જૈનધમ ના મૌલિક સિદ્ધતિ કે આચાર-વિચારના યથાર્થ અભ્યાસના અભાવે જે મહાશયાએ ગ્રંથામાંથી ઉપલબ્ધ થતી સામગ્રીના જોરે કલમ ચલાવી છે એમાં જોઈ એ એવા ન્યાય નથી મન્યા, અને કેટલાક પ્રસગામાં એ લખાણેાથી માટી ગૂંચે જન્મી છે. જો કે શાખાળ આગળ વધે છે તેમ એ ગૂંચા ઉલવા લાગી છે, આપણા જ એક જૈન અભ્યાસીએ ‘Jainism in northen India.' અર્થાત્ ‘ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધમ' એ નામનું પુસ્તક ખી ભગવત મહાવીર દેવના સમય પર, તેઓશ્રીના અનુયાયી સબંધમાં સારુ અજવાળું પાડયુ છે. ચાલુ લેખમાં અગ્ર ઇતિહાસકારે કેટલાક સ્થળે સ્ખલના કરી છે, એ છતાં સત્ય શેાધાની જિજ્ઞાસા માટે તેમને પ્રયાસ જરૂર પ્રશંસા માંગી લે છે. માપણી એ દિશામાં ઉપેક્ષા વૃત્તિ જ એ માટે જવાબદાર છે. પાના ૨૭ માં કાશલની પરિસ્થિતિ વણુવી, એ કેવો રીતે મગધના તાબામાં આવ્યુ અને એ વેળા કાશી યા અનામ કેવી કક્ષામાં હતું તે બતાવે છે, અને જણાવે છે કે આ નાનકડું' રાજ્ય પવિત્ર તીર્થ સ્થળની દૃષ્ટિયે ત્રણે ધર્મનાં સાહિત્યનાં પૃષ્ઠો શાભાવે છે એટલું જ નહી' પરૢ શાકય મુનિ માટે તા બૌદ્ધ ધર્મના મગળાચરણની ભૂમિરૂપ છે. આ વાકય ‘મૂળમ’ધકુટિવિહાર 'તે આશ્રયી સભવે છે. આપણી બે કલ્યાણક ભૂમિએ સિદ્ધપુરી અને ચંદ્રપુરી કાશીથી દૂર નથી, ખુદ અનારસ યાને કાશી સાતમા સુપાર્શ્વનાથ તેમજ ત્રેવીશમા શ્રીપુરિસાદાની પાર્શ્વનાથની કલ્યાણક ભૂમિ તરીકે સુપ્રસિદ્ધ છે. અરે ! સિંહપુરીની નજીકમાં જ ' સારનાથ ’માં ઉપરના, વિહાર આવેલ છે. પણ દેશકાળના એંધાણ પારખી, બૌદ્ધ ઉપદેશકાએ થોડા સમયમાં પરિશ્રમ સેવી એ સ્થાનને આજે મોટા ધામરૂપ બનાવી દીધુ છે; જ્યારે આપણે લાખા રૂપિયા પ્રતિ વર્ષ ખર્ચી નાંખીએ છતાં સિંહપુરીને નમૂનેદાર બનાવવા કઈ જ યુ" નથી: સારનાથમાં માત્ર બુદ્ધદેવના સ્તૂપ છે. એટલું જ નહીં પણુ, વિહારમાં એમના જીવનને સ્પર્શતાં કળામય ચિત્રા છે અને ફરતી ભૂમિમાં સંગ્રહસ્થાન છે. સખ્યાબંધ 'પરદેશી નવું જાણવાની ટ્ટિએ ત્યાં આવે છે અને સતષ મેળવે છે. સ્મિય સાહેબ કાશીના મહત્ત્વ બધી વાતનો સ્વોકાર કરતાં બ્રાહ્મણુ ગ્રંથા કરતાં વિશેષ માહિતી બૌદ્ધ અને જૈન મથામાંથી મળી છે એમ કહે છે. આ રહ્યા તેમના શબ્દો
For Private And Personal Use Only