________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ આ સિવાય રંગમંડપમાં એક મોટા પ્રાચીન કાઉસગ્ગિયા છે. એક વીસ તીર્થકર જનનીને પદ છે અને પાંચ પરિકરના માસિમિયા છે. અહીં દર્શન કરી ચોકમાં થઈને * બીજ મંદિરમાં જવાય છે. –શ્રીમતિનાથજીનું મંદિર
શ્રી શાંતિનાથજીના મંદિરમાં મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુ છે. આ મૂર્તિ એવી અદ સુત અને આહલાદક છે કે ભતાત્માને ત્યાંથી ઊઠવાનું મન જ ન થાય. પરમ શાંતિદાયક આ ભવ્ય અને મહારમતિ પ્રાચીન છે. શિલાલેખ નથી. વેલબુટી સુંદર કોતરેલા છે.
રંગમંડપમાં બે બાજુએ એ ગોખલામાં બે મૂર્તિઓ, બિરાજમાન છે. આ મંદિરમાં હમણાં જ જીર્ણોદ્ધાર થશે. છે. અહીં દર્શન કરી ચોકમાં થઈને ત્રીજા મંદિરમાં જત્રાય છે.
બહાર નીકળતાં ડાબા હાથ તરફ ત્રીજું મંદિર છે. આ ત્રણે મંદિરો એક લાઈનમાં આવ્યાં છે. તેમાંયે બીજું અને ત્રીજું મંદિર સાથે બન્યાં હોય એમ લાગે છે. ૩–પ્રોઆદિનાથ પ્રભુજીનું મંદિર :
આ મંદિરમાં મુળનાયક શ્રી આદિનાથ પ્રભુજીનું ભવ્ય બિંબ વિશાળ ને મનહર છે. ખભા ઉપર બન્ને બાજુ કેશ, વાળની લટો ઊતારી છે એટલે ચતુમુષ્ટ લોચ કરનાર પ્રથમ તીર્થપતિની આ મૂર્તિ છે એમાં સંદેહ નથી, છતાં કેટલાક મહાનુભાવો આ મૂર્તિ શ્રી નેમિનાથ પ્રભુજીની હોવાનું કહે છે. તેથી આ શ્રી નેમિનાથજીનું મંદિર છે એમ જણાવે છે. પિસીનાજી તીર્થનાં સચિત્ર છપાયેલાં હેબીલોમાં પણ આ મંદિરને શ્રીનેમિનાથજીનું મંદિર લખેલ છે. પરંતુ અમે નજરે જોયું અને પ્રભુજીના અંધ ઉપર વાળ ઉતારેલા હોવાથી આ મંદિર શ્રી આદિનાથ પ્રભુજીનું હોય એમ લાગે છે. તજ વરિયા મૂર્તિ ઉપર લેખ નથી, લંછને પણ દેખાતું નથી. આમાં વેલબુટાની કેરણી ખૂબ આકર્ષક અને સુંદર છે.
મૂળનાયકની બાજુમાં જ પાર્શ્વનાથજીના બે ઊભા કાઉસગિયા છે. તે ૫ણું પ્રાચીન છે. બહારના ભાગમાં રંગમંડપમાં થી અંબિકાદેવી અને સરસ્વતીદેવીની સુંદર મતિઓ છે, પછી સામસામા બે ગોખલામાં બે મૂર્તિઓ છે. ત્યારપછી ડાબી બાજુની દેરીમાં તે મૂતિઓ છે. અને જમણી બાજુની દેરીમાં ચાર પ્રતિમાઓ છે. આમાં મળનાજી શ્રીસરિયાજી પ્રભુજીની સુંદર શ્યામ મૂર્તિ છે મદિરના દરવાજા પાસે ડાબી બાજુએ ભીમાણિભદ્ર વીરની સ્થાપના છે. આ સ્થાપના પસીનાજીના ઉપાશ્રયમાંથી અહીં બધાવેલ છે. સ્થાન શાભાવિક અને ચમત્કારી છે. અહીં દર્શન કરી બગીચામાં થઈ સથા સંદિરમાં જવાય છે. કંwઉંદ એક હોવા છતાંયે આ મંદિર અંદરના બીજા વિભાગમાં કંwhથી થરાયેલું છે. ૪– મહાવીર પ્રભુજીનું મંદિર :
મંદિરમાં જન્ધ પહેલાં ડાબી બાજુની પ્રદક્ષિણાના વિભાગમાં મહાચમત્કારી વીરનું સ્થાનક છે. અહીંના મહાનુભાવ ભાવ આ સ્થાનને બહુ જ ચમત્કારી માને છે. અમારે બંધ આવવાના , એની પહેલેથી ચમત્કારિક સૂચનાઓ થઈ હતી એમ કેટલાક માણસે કહેતા હતા.
For Private And Personal Use Only