________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨] રહીડાથી પસીનાજી તીર્થનો સંઘ
૪૧ ભાવાર્થ–સંવત ૧૫૨૧માં મહાશુદિ દશમ ને ગુરુવારે શ્રી કુંથુનાથ ભગવાનની મૂર્તિ બનાવી છે અને તેની પ્રતિષ્ઠા જારા૫૯લીગછના શ્રીઉદયચંદ્રસૂરિજીએ કરાવી છે. પ્રતિમાજી ભરાવનાર શ્રાવક સવમંડણ તેમનાં પત્ની દિઉ (દેવી શેઠાણી) તેમના પુત્ર સિંધાજી (સંઘજી) અને તેમનાં પત્નીનું નામ વંચાતું નથી, તેમના કલ્યાણ માટે મુતિ બનાવી છે.
જારા૫૯લીગચ્છનું નામ વાચકો માટે નવું છે પરંતુ તેને પરિચય આગળ આપવામાં આવશે. અજિનીમાં દર્શન કરી લગભગ વાંચ વાગે સંધ કાલીકકર પહો , કાલીકકર ઈડર સ્ટેટનું ગામ છે. પસીનાના શ્રીસંઘે ઉતરવા આદિની વ્યવસ્થા સારી કરી હતી. ચેકીની વ્યવસ્થા પણ સુંદર હતી. પસીના –
કાલીકકરથી લગભગ દશથી અગિયાર માઈલ દૂર પોસીનાજી થાય છે. સવારમાં શ્રીસંઘે ઉત્સાહથી પ્રયાણ શરૂ કર્યું. વચમાં નવકારશી પચ્ચખાણ કર્યું અને શ્રમણું સંધ તો બપોરે બે વાગે પસીનાજી પહોંચ્યો. અહીં અમદાવાદથી શેઠ લાલભાઈ ઉમેદરામ લા, શેઠ રતનલાલભાઈ વગેરે બાર મહાનુભાવે પૂજ્ય મહારાજ શ્રીનાં દર્શન કરવા અને ગુજરાત પધારવાની વિનંતિ કરવા આવ્યા હતા. પરંતુ રોહીડા શ્રીસંધને પહેલેથી એવો જ આગ્રહ હતો કે આપને પાછા રોહીડા પધારવું જ પડશે. એટલે અમદાવાદના ભાઈઓને નિરાશા જ થવું પડયું.
ચાર વાગે રહીડા શ્રીસંધના બધા મહાનુભાવો આવી પહોંચ્યા. પિાસીના શ્રીસંધ તરફથી શ્રીસંધનું સુંદર સ્વાગત થયું અને તિલકની બોલી બોલાતાં પાંચસે ને એક રૂપિયામાં શેઠ સીમલજીએ સંધ તિલકને લાભ લીધે. આખા નગરમાં ફરી જિનમંદિરનો દર્શન કરી મંગલિક સભા શ્રીસંઘ ઉતારે ગ. આજનું જમણ રહીયા શ્રીસંધ તરફથી હતું
પાસીનાજીનાં વર્તમાન મંદિરોનો પરિચય. ૧–પાશ્વનાથજીનું મંદિર
એક જ કંપાઉંડમાં આ મંદિર આવ્યાં છે. કંપાઉમાં પેસતાં સૌથી પ્રથમ શ્રી પાર્શ્વનાથજીનું મંદિર આવે છે. મૂળ ગભારામાં પુરુષાદાણીચ તીર્થપતિ શ્રી પાર્શ્વનાથજીની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. મૂળનાયકજીની મૂર્તિ ભવ્ય અને પ્રાચીન છે. શિલાલેખ વગેરે - નથી પરંતુ વેલબુટા અને ધર્મચક્ર છે. મૂર્તિ હાસ્યભરી સુંદર અને ભવ્ય છે. ગભારાની બહાર રંગમંડપમાં એક સુંદર સમવસરણ છે અને બે મુખજી છે. પ્રદક્ષિણા પથમાં થઈ ડાબા હાથ તરફની દીવાલમાં શિલાલેખાના બે પથ્થરો છે, જેના લેખે અમે ઉતાર્યા છે તે આગળ આપવામાં આવશે, - રંગમંડપમાં બે દેરીઓ છે જેમાં એકલા મૂ. ના. આદિનાથ પ્રભુજીની મૂર્તિ છે અને બીજી દેરીમાં શ્રી પદ્મપ્રભુની મૂર્તિ મૂળનાયક તરીકે છે. આ બન્ને દેરીઓને પણ બે મંદિર જુદાં ગણતાં અહીં છ મંદિરો છે એમ કહે છે અને આ બંને દેરીઓને જાદ ન ગણ તે ચાર મંદિર ગણાય.
For Private And Personal Use Only