________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જીરાવાલા તીર્થ
[ ૧૦૩ જીરાવલા પાશ્વનાથનું, પણ મૂલનાયાજી છે તેમનાથ ભગવંત. મૂલનાયકની બન્ને બાજુમાં સહસ્ત્રફણુ પાર્શ્વનાથજીની પ્રાચીન, ભાગ્ય અને સુંદર પ્રતિમાઓ છે. મૂળ ગભારામાં આ ઉપરાંત એક ધાતુની પંચતીથી છે અને બાજુનો બને દીવાલોમાં સુંદર ચિત્રો દોરવામાં આવેલાં છે.
મૂળ અરાવલા પાર્શ્વનાથની મૂર્તિ તો મંદિરના મૂલ ગભારાના બહારના ભાગી દીવાલમાં ડાબી બાજુના એક ખાંચામાં-મૂલ મંદિરની પ્રદક્ષિણમાં જતાં મંદિરની દીવાલના જ કાકા ભાગ તરફ બે નાની દેરીઓ બનાવી છે તેમાંની એક દેરીમાં. બાજ માન છે તદ્દન સમૂખની દેરીમાં આ મહાન ચમત્કા, શ્રીજીરાવ પાર્શ્વનાથજી બિરાજમાન છે. મૂલવાય છ રાવલ્લા પાનાથજીની મૂર્તિ નાની છે પરંતુ ભવ્ય અને પ્રાચીન છે. એને સુંદર લેપ કરેલો છે. બીજી દેરીમાં પણ શ્રીછાવલા પાર્શ્વનાથજીની મૂર્તિ હેવાનું કહેવાય છે. ગાદીમાં સુંદર ધર્મચક્ર છે. આ મૂર્તિ સફેદ આરસની છે અને અંદર દીવાલમાં જ ગોખલો કરી બિરાજમાન કરેલ છે. તેમજ બીજી દેરીમાં પદ્માવતી દેવીની અને શાસનાધિષ્ઠાયકની મૂર્તિ છે.
બાવન ડેરીઓમાં પણ પ્રાચીન મૂર્તિઓ છે. પરંતુ હમણું રુદ્ધ ૨ ચાલતું હોવાથી બધો દરીઓ ખાલી છે. દેરીઓમાંની બધી પ્રતિમાઓ બદાર બિરાજમાન કરી છે. બાવન દેરીઓમાં ઘણી દેરીઓ ઉપર તો છે, જે આ લેખની પાછળ આપ્યા છે. શિલાલેખો જોતા આ તીર્થ પંદરમી સોળમી સદી સુધી તે પૂર્ણ જાહેજપાલભર્યું હતું એમ લાગે છે.
આજે પણ પ્રતિષ્ઠા શાંતિસ્નાત્ર આદિ શુભ ક્રિયાઓની શરૂઆતમાં શ્રીગીરપાર્શ્વનાથ નમઃ વગેરે પવિત્ર મંત્રાક્ષ રૂપે તેનું સ્મરણ કરાય છે. આ મહાન તીર્થને ઇતિહાસ ઉપદેશસપ્તતિકામાં નીચે પ્રમાણે આપ્યો છેઃ
મારવાડમાં બ્રાહ્મણુપુર' નામનું શહેર હતું. તેમાં અનેક શ્રાવકે વસતા હતા, બીજી પણ ઘણી વરતી હતી. અહીં અનેક સુંદર જિનમંદિરો અને શિવમંદિર હતાં. આ નગરમાં અધલ નામે એક જનધમ શેઠ રહેતો હતો. શેઠની એક ગાય દરરોજ સેહલી' નદીની પાસે રહેલા પહાડની ગુફામાં જઈને દૂધ ઝરી જતી, તેથી ઘેર આવીને સાંજે દૂધ નહેાતી દેતી. છેદિવસો પછી ભરવાડણે આ સ્થાન જોયું. ભરવાડણે આ નજરે જોયેલી હકીકત ધાધલ શેઠ વગેરે મુખ્ય પુરુષને કહી. તેમણે પણ આ સ્થાન જાતે આવીને જોયું અને તેમને પણું આર્થાઇ થયું. પછી રાત્રે નમસ્કાર મંત્રનું સ્મરણ કરીને શેઠ સૂતા હતા ત્યારે લીલા ઘેલડા ઉપર બેઠેલા સ્વરૂપવાન પુરુષે રવપ્નમાં શેઠને કહ્યું કે જે જગ્યાએ તારી ગાય દૂધ કરે છે ત્યાં પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. હું તેમને અધિષ્ઠાયક દેવ છું. દેવાધિદેવનો મત પૂજા પ્રભાવના થાય એવું તું કર. આમ કહી દેવ અંતર્ધાન થા. પ્રાત:કાલે શેઠે ત્યાં જઈ જમીન ખોદાવી અને શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ બહાર કઢાવી, પછી રથમાં બેસારી એટલામાં જરાપલી ગામનાં માણસો આવ્યાં. ભગવંતની પ્રતિમાજી જોઈને તેઓ બોલ્યાં કે, અમારા સીમાડામાંથી નીકળેલી આ પ્રતિમાને કેમ લઈ જાએ છે? આ મતિ અમે લઈ જઈશું. આમ બન્ને પક્ષને વિવાદ થયો. પછી હું માણસોએ કહ્યું છે,
૧ બ્રાહ્મણપૂરને અત્યારે વર્માણ કહે છે, જેનો પરિચય હું આગળ આપવા ધારું છું.
For Private And Personal Use Only