SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક ૧૦ ] શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુબાની [ ૨૨૧ ક. લા. એ ચોક્કસ અનિચ્છનીય પદ્ધતિ છે. પ્ર. ટે. હવે એક બીજા પ્રકારના રોકાણનો વિચાર કરીએ કે જે માત્ર જૈન ચેરીટીઓમાં જ જોવામાં આવે છે. આ રોકાણ સેના ચાંદીને લગતું છે. આ પ્રકારનું નાણાનું રોકાણ આપને યોગ્ય લાગે છે? ક. લા. મને લાગે છે કે આવું રોકાણ ઈચ્છવા યોગ્ય છે. સંભવ છે કે બીજી કમીટી માફક તમારી કમીટી એમ સૂચવે કે ટ્રસ્ટના ફંડ સરકારી કાગળિયામાં જ રોકવા જોઈએ. પહેલા વિશ્વવિગ્રહ દરમિયાન આપણે બધા જાણીએ છીએ તે રીતે સાડા ત્રણ ટકાની સે રૂપિયાની લેનનો ભાવ ૪૭ ટકા ઊતરી ગયો હતો અને ૫૭ના ભાવમાં વેચાણું હતી. ગવર્મેટ સીકયુરીટીમાં જે લાખોની સંખ્યામાં આવું નાણું રોકાયેલું હતું તેને કેટલી ખોટ આવી હશે તે આપ સહજ કપી શકશે. બધું નાણું એક જ ઠેકાણે રોકવું એ ડહાપણું ભર્યું નથી. આ રીતે સરકારી કાગળયાની ગમે તેટલી સદ્ધર સ્થિતિ હોય, તો પણ તેમાં બધું નાણું રોવું તે ડહાપણું ભર્યું નથી. જર્મની અને ફ્રાન્સમાં શું બન્યું, એ પણ આપણે જાણીએ છીએ, તેથી ટ્રસ્ટફડનો અમુક ભાગ સોના ચાંદીમાં રોકવામાં આવે એ જરૂર ડહાપણભર્યું છે. વિશેષમાં અમે જે કાંઈ સોના ચાંદીમાં રોકાણ કરીએ છીએ, તે કોઈ સટ્ટાના હેતુથી કરતા નથી. અમોએ કરેલા સોના ચાંદીની ખરીદીને મોટો ભાગ કઈ મેટી કિંમત આપીને ખરીદાયો નથી. જ્યારે ચાંદીનો ભાવ ૪૦ થી ૫૦ ની આસપાસને હતો અને તેનું ૨૫ થી ૩૦ ની આસપાપનું હતું ત્યારે જ આવી ખરીદી કરવામાં આવી હતી. તેથી જે ટ્રસ્ટીઓએ પિતાની હરતકનાં નાણું સોના ચાંદીમાં રોકાયા હોય તે તે સંબંધમાં તેમને કોઈ પણ પ્રકારનો દેષ દેવો યોગ્ય નથી એમ મને લાગે છે. તેમણે બરોબર જ કર્યું છે એમ મારે કહેવું જોઈએ. પ્ર. 2: મને એડવોકેટ જનરલે હજુ હમણાં જ જણાવ્યું હતું કે પંદર દિવસ પહેલાં તેમની સમક્ષ રજુ કરવામાં આવેલી એક ચોજના (Scheme ) માં આજના ભાવે સેનું ખરીદવાની માગણી કરવામાં આવી હતી. જયારે સોના ચાંદીના ભાવ બહુ નીચા હતા ત્યારે આવાં રોકાણ કરવામાં આવતાં હતાં એમ નથી. આજના ઊંચા ભાવોમાં પણ તેઓ આવાં રોકાણ કરવા માંગે છે. એક બીજી બાબત એ છે કે સોના ચાંદીમાંથી કાંઈ નિપુન તે થતું જ નથી. કે. લા: એ હું કબૂલ કરું છું. પ્ર. ટે: તે પછી કસ્ટમાંથી વ્યાજની રીતે પણ કઈક દ્રવ્ય ઉત્પન્ન થવું જોઈએ, એ જરૂરી નથી ? જ લા : નાણામાંથી વ્યાજ ઉત્પન્ન થવું જોઈએ એ બરાબર છે, પણ એથી વધારે અગત્યની બાબત તો મૂડીની સહીસલામતીને લગતી છે. નાનું સરખું વ્યાજ કમાવા જતાં ૫ણ આ૫ણી મૂડીને ઘસારો ન લાગે, એ આપણે ખાસ જોવું જોઈએ, પ્ર. ટે: મૂડીને હેતુ શું છે? જો એમાંથી કાંઈ પેદા ન થાય તે અમારી પાસે આટલી મુકી છે એટલા સંતોષ ખાતર જ આપણે મૂડી ભેગી કરવી એમ ? છે. લા. અમારી પાસેનાં નાણાંની અમને કઈ રીતની જરૂરીઆત છે, તે હું આપને For Private And Personal Use Only
SR No.521644
Book TitleJain_Satyaprakash 1948 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy