________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧8 જુબાનીઓ આવી છે. દેવદ્રવ્યને આ ઉપયોગ વ્યાજબી છે કે નહિ એ બાબતમાં અમારે છેવટના નિર્ણય પર આવવું જોઇએ. આ સંબંધમાં નિર્ણય લેતાં અમારે પૂરી સંભાળ લેવી જ રહી. , લા: સમાજના અમુક વર્ગના વિચારો સાંભળીને આપ દેરવાઈ નહિ જાઓ એ
બાબતની મને ખાતરી છે. પ્ર. ટે: દેવદ્રવ્યને સામાજિક કાર્યો માટે લેશ માત્ર ઉપયોગ થઈ શકે એમ આપ કહેવા
માંગે છે, એમ હું સમજું છું. ક, લાઃ બરોબર એમ જ, પ્ર. ટે: આણંદજી કલ્યાણજીની પેઢીનાં નાણાં ખાનગી પેઢીઓમાં રોકવામાં આવે છે? ક. લા : છેલ્લાં પચાસ-સાઠ વર્ષથી કોઈ પણ ખાનગી પેઢીમાં રોકવામાં આવ્યાં નથી. પ્ર, ટે: બીજી જૈન ચેરીટીએ સંબંધમાં આમ હેાય એમ કમનશીબે માલુમ પડતું નથી. ક. લાઃ મને લાગે છે કે આપને મળેલી માહીતી મેટ ટ્રસ્ટ પુરતી બરોબર નથી, તેઓ
કે તે સ્થાવર મિલકતમાં અથવા તો વ્યાજ મળે એવા સરકારી કાગળિયાઓમાં નાણું રોકે છે, ખાનગી પેઢીમાં પૈસા રોક્તા હોય એવાં કેટલાં ટ્રસ્ટો છે તેની મને ખબર નથી, પ્ર. ટઃ કેટલીક જૈન ચેરીટીના વ્યવસ્થા તરફથી મળેલા જવાબો આપના અભિપ્રાય
સાથે મળતા થતા નથી. પણ પેઢીઓએ કબૂલ કર્યું છે કે તેઓએ પોતાની હસ્તાકનાં નાણું ખાનગી પેઢીઓમાં રહેલાં છે અને તેને બચાવમાં તેઓ જણાવે છે કે તેમને વ્યાજના આકારમાં તેવા રોકાણને સારો બદલે મળે છે, જે ટ્રસ્ટના ખર્ચને પહોંચી વળવા માટે જરૂર હોય છે. અને ખાનગી પેઢીઓમાં આવી રીતે નાણું રોકવાનું જોખમ બહુ થોડું હોય છે અને તે સામે જે બદલો મળે છે, એ જોતાં એટલું જોખમ ખેડવું એ તેમને યોગ્ય લાગે છે. જે આપ કહો છો તેમ આ મુજબની ચાલુ રીતરસમ ન હોય તો તે સાંભળીને મને આનંદ થાય છે. ક. લા. હું નમ્રપણે રજુ કરું છું કે જેન ચેરટીઓની કુલ રકમ કેટલી છે અને ખાનગી
પેઢીઓમાં આમાંના કેટલો ભાગ રોકવામાં આવે છે, તેની આપ સરખામણી કરશે તો
મને ખાતરી છે કે મારું કહેવું આપને બરોબર સાચું માલુમ પડશે. પ્ર. ટે. આપને એક દાખલો આપું : મુંબઈમાં શ્રી વીર જેન કાઠિયાવાડ પાઠશાળા નામની
એક સંસ્થા છે તેની રૂા. ૭૦૦૦૦ ની મૂડીમાંથી રૂ. ૧૭૦૦૦ જેટલી મોટી રકમ
ખાનગી પેઢીમાં રોકવામાં આવેલ છે. ક. લા. મને લાગે છે કે આ સંબંધમાં યોગ્ય નિર્ણય ઉપર આવવા માટે જેન ચેરીટીઓની
કુલ રકમ કેટલી થાય છે તે આપે નક્કી કરવું જોઈએ અને આમાંના કેટલા ટકા
ખાનગી પેઢીમાં રોકાયેલા છે, તેની તારવણી કરવી જોઈએ. પ્ર. 2. આપની વાત બરાબર છે, અને આને લગતી હકીકતો સરકારી દફતરમાંથી એકમ
કરવાને પ્રયત્ન કરી રહ્યા છીએ અને તે ઉપરથી સત્ય શું છે તે માલૂમ પડશે, પણ ખાનગી પેઢીમાં પૈયા રોકવા એ ઈચ્છવા યોગ્ય પદ્ધતિ નથી એમ તે આપ માને છે ને !
For Private And Personal Use Only