SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ સમજવું. કઈ પણ ચોક્કસ હેતુ માટે બાજુએ રાખી મૂકેલાં નાણું નક્કામાં પડી રહ્યાં છે એમ આપને લાગતું હશે, પણ એ બરાબર નથી. આપને એક દાખલો આપુ. આબુ પર્વત ઉપર અમારાં અમૂલ્ય મંદિરો છે, મંદિરો ૧૦૪ ની સાલમાં બંધાયાં હતાં. આ અમારે ૯૦૦ વર્ષને વારસો છે. એના સમારકામ પાછળ અમે આજ સુધીમાં બહુ નાણું ખરચ્યું નથી. પણું હવે એવો વખત આવ્યો છે કે તેના છહાર પાછળ અમારે એક બહુ મોટી રકમ ખરચવી જોઈએ. હમણું જ મુંબઈથી અમે કેટલાક જાણીતા શિલ્પશાસ્ત્રીઓને ત્યાં લઈ ગયા હતા અને પ્રસ્તુત જીર્ણોદ્ધારને બાવીસ લાખ રૂપીઆ ખર્ચ આવશે એ તેમણે અડસટ્ટો કાઢી આપ્યો હતો. આ કઈ એવી નાની સૂની રકમ નથી કે જે મુંબઈ, અમદાવાદ કે કોઈ પણ અન્ય સ્થળેથી એકાએક પેદા કરી શકાય. અમારી પાસેના ટ્રસ્ટ દડામાંથી જ આની સગવડ ઉતારવી જોઈએ અને દર વર્ષે આવા હેતુ માટે જે અમે અમુક રકમ અલગ કાઢી હોય તે એ ઉપરથી એમ કહી નહિ શકાય કે આ મૂઠો કેવળ નકામી પડી રહી છે. આબુનાં મંદિરો પૂરતું હું એમ કહેવાને તૈયાર છું કે શિલ્પના વિષયમાં દુનિયામાં તેને કોઈ જે નથી, અને તેથી જ અમારાથી બને તે રીતે આ ખજાનાને જાળવી રાખે તે અમારો ધર્મ થઈ પડે છે. ૯૦૦ વર્ષ પહેલાં જે પથ્થર વાપરવામાં આવ્યો હતો એ જ પથ્થર અમારે વાપરવો રહ્યો અને જે રીતની કોતરણી કરવામાં આવી હતી એ જ રીતની તરણ આજે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં નવી કરવાની રહી અને મૂળનો ઉઠાવ આબેહુબ જળવાઈ રહે એ અમારે જોવું રહ્યું. એ દિવસોમાં દનીઆના એક આના કે અરધા આનામાં કડીઓ મળતો હતે. પણ આજે તે કરતાં વીસ કે ત્રીસ ગણું ધામ કડીઓને આપવા પડે છે. સુતાર સંબંધમાં પણ એ જ સ્થિતિ પ્રવર્તે છે. આ બધી હકીકતે ધ્યાનમાં લેતાં જૈન મંદિરનાં નાણું નકામાં પડી રહે છે, એમ કહેવું એમ નથી. પ્ર ટે: મંદિરનો જીર્ણોદ્ધાર માટે જુદાં કરવામાં આવેલાં નાણાં તે હેતુ માટે વપરાય છે ખરા કે ? ક, લા : હા છે. હું એક નહિ પણ સંકડા દેરાસરાના દાખલા ટાં શકું તેમ છું કે જેમણે પિતાનાં નાણુને છહારના કાર્યોમાં ઉપયોગ કર્યો છે. પ્ર. ટે : કી મતી મંદિરે ભવિષ્યમાં ઉત્તમ હાલતમાં રાખવા માટે સારા ફંડ કે અનામત ફંડ રાખવું વધારે સારું ગણાય કે નહિ? તમારી પાસે રૂ. ૮૦૦૦૦૦૦ નું ફંડ હોવાના સબબે તમે જીણું હારના કામમાં રૂ. ૨૨૦૦૦૦૦ સુધીની રકમ વાપરી શકે તે જુદી વાત છે, પરંતુ ૨ કરોડ રૂપિયાનું ફંડ ઊભું કરીને તે રકમનું રોકાણ કરી તેના વ્યાજમાંથી પ્રસંગ ઉપસ્થિત થતાં મંદિરોને છહાર કરાવવો તે વધારે સારું ગણાય કે નહિ? ક. લા : સાહેબ, હું ખાસ કરીને શિલ્પકામમાં ખાસ રસ ધરાવું છું. મેં હિ ધર્મના ઘણાં મંદિર જોયાં છે. અને તે અંગે હું નમ્રતાપૂર્વક કમીટી સમક્ષ રજુ કરું છું કે જૈન દેરાસરમાં જોવામાં આવતી સિભા સમૃદ્ધિ અને કારીગરી કઈ પણ હિંદુ મંદિરમાં દષ્ટિગોચર થતી નથી. ધાર્મિક દષ્ટિબિંદુ બાજુએ રાખીને પણ કમીટીએ આ અગત્યની બાજુને હતું ધ્યાન આપવું પડે છે. જૈન મંદિરની શિલ્પ સાદિનું વર્ણન બેમ તે પણ તેને For Private And Personal Use Only
SR No.521644
Book TitleJain_Satyaprakash 1948 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy