________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય ચિત્રકળા પર એક દષ્ટિ
હિન્દીમાં મૂળ લેખક—શ્રીયુત અજિતષ અનુવાદક--શ્રીરાત પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, દહેગામ. જૈન ગ્રંથની લઇ ચિની (મિનિચર) ચિત્રાળામાં અંગ, પ્રત્યંગ ઊભરેલાં અને અણીદાર દેખાડવામાં આવ્યાં છે. જૈન ચિત્રકારોએ મુખને અંકિત કરવામાં ખાસ દિલચM બતાવી છે.
સિત્તનવાલના દેરાને છોડીને આપણને જેન ચિત્રકળાનું વિરાટ રૂપ જોવા મળતું નથી. શિવનવાસી કે જેનેના જ બનાવેલ છે; એમાં પણ પૂરતા સંદેહ છે. જેને ચિત્રકળા જવું ચિત્રની ચિત્રકળા છે. આ તેરમી શતાબ્દિથી શરૂ થાય છે. સૌથી જને તાડપત્રને ગ્રંથ ઇ. સ. ૧૨૭૭ નો છે, પરંતુ જે ગ્રંથમાં સૌથી સુંદર મિનિચર ચિત્રકળા છે, તે પંદરમી શતાબ્દિનો છે. આ હરતલિપિઓ આજકાલ અપ્રાપ્ય છે.
બૌહ કળાકારોની કલાત્મક કલ્પના અધિકાર ધાર્મિક વસ્તુઓના ચિત્રણમાં જ પ્રગટ થઈ છે, છતાં યે તે કલ્પના વ્યાપક હતી, અને તેની અંદર વિવિધ પ ચિત્રિત કરવામાં આવતાં હતાં. પરંતુ જેને કળાકારેનાં ચિત્રોમાં કેવળ આધ્યાત્મિક ચિત્રો જ મળે છે. જો અગિયારમી સદીની નેપાલની બૌદ્ધ હસ્તલિપિ અને બંગાળની પાલયમની હસ્તલિપિઓ તેમજ જેન મિનિએચર હસ્તલિપિઓની તુલના કરવામાં આવે તે આ બધાની ચિત્રકળાનું અંતર સ્પષ્ટ થઈ જાય છે. બૌદ્ધ ચિત્ર લિપિઓની ચિત્રકળા આ બધાથી થશે અંશે અધિક સુંદર છે. તે કોઈ કળા, રીતિ અથવા પદ્ધતિથી બંધાયેલી નથી. તે પિતાના સમયની ચિત્રકળાનું એક અદ્દભુત સંતુલન અને સમય છે. ભિન્ન ભિન્ન રંગોને એકી સાથે મેળવી તેમાં નિશ્ચિત પ્રભાવ પેદા કરવો એ બૌદ્ધ ચિત્રકળાની વિશેષતા છે. બૌદ્ધ ચિત્રકળા ભાવનાત્મક કલ્પના પેદા કરે છે, પરંતુ જૈન ચિત્રકળા તેથી તદ્દન વિપરીત છે.
શઆતના જેન વઘુ (મિનીયેચર) ચિત્રો જ્યાં સુધી એના ટેકનીકને સંબંધ છે, તે બેહદ મને રંજક છે. પ્રથના પૃષ્ઠ પર લઘુ ચિત્રો માટે જેટલી જ મુકવામાં આવતી, તેમાં પહેલાં સ્વર લેપ કરવામાં આવતો અને સેનાનાં પાંદડાં ચટાડવામાં આવતાં. એ પછી ઘેરા અરુણ રંગથી ચિત્રમાં રંગ ભરવામાં આવતો. એ પણ સંભવિત જણાય છે કે જેને ચિત્રકાર પહેલાં કેચ બનાવી લેતા હશે. પહેલાં સ્વર્ણિમ ડિઝાઇનની એક મોટી રૂપરેખા ખેંચી લેવામાં આવતી હતી, પછી આંખ, પાંપણ, કાન અને આંગળિઓ આદિ બનાવી લેવામાં આવતી હતી. પરિણામ એ આવતું કે સિત્રમાં મુખ, વખ, ફૂલ અને સજાવટની ચીજે એવી માલમ પડતી કે જાણે તે સુર્વણની બનાવેલી હોય. મોટી મોટી બહાર નીકળેલી આંખે અને ઊભરાયેલાં અંગ, પ્રત્યંગ પ્રારંભિક જૈન ભલુ ચિત્રોની કળાની
૧ છેલ્લા સંશોધન મુજબ –જનામાં જની તાડપત્રની સચિત્ર પ્રતિ પાટણના સંધવીના પાયાના ભંjરમાં છે. તે સં. ૧૧૫૬ (ઈ. સ૧૧૦૦)માં ભરૂચમાં લખાયેલી નિરથમૂનિ ની પ્રતિ છે.
For Private And Personal Use Only