________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ (૧) આવય-રિણમાં વસુદેવહિડી વિના ઉલેખ પ્રામાણિક છે? (૨) એમાં જે વસુદેવહિંડીને ઉલ્લેખ છે તે આજે ઉપલબ્ધ થતા ગ્રંથથી ભિન્ન છે કે કેમ? (૩) વસુદેવહિંડી પ્રમાણે કથા આવરસય-ગુણિમાં નથી તેનું શું કારણ? (૪) આવસ્યાયચુણિમાં જે આપઘાતની વાત છે તે ક્યા ગ્રંચને આધાર છે? (૫) આચારપ્રદીપ આવસ્મય-ચુહિણને અનુસરે છે તે શું આ પરંપરા વસુદેવહિંડીના કર્તાને પ્રાપ્ત થયેલી પરંપરા કરતાં વધારે વિશ્વાસપાત્ર છે ?
આ પ્રશ્નોના ઉત્તર હાલ તુરત મેકુફ રાખી એ વાત હું નેધું છું કે, * * આવય-ચુણિમાં જે શબ્દોમાં કથા અપાઈ છે લગભગ તે જ શબ્દમાં હરિભદ્રસૂરિએ આવસ્મય ઉપરની એમની ટીકા (પત્ર ૪૦૯ અ-૪ આ) માં આપી છે. એના સંપાદક મહાશયે એની સંસ્કૃત છાયા આપી છે. મલયગિરિ રિએ પણું પ્રાયઃ આમ જ કર્યું છે એમ એમની આવસય ઉપરની વૃત્તિ જતાં જણાય છે.
દસયાલિયની સુણિ (પત્ર ૧૦૩) માં કહ્યું છે કે શિલ્પ વડે પસે કમાઈ શકાય છે. એ બાબતમાં કોકાસ ઉદાહરણરૂપ છે. અને એ ઉદાહરણ આવસ્મય પ્રમાણે છે. અહીં આવસ્મયથી આવરસયની ગુણ્યિ અભિપ્રેત છે.
[૭]
આ તે પાઈપ સાયને આપણે માં. હવે કક્કાસની કથા સંસ્કૃતમાં પણ જે કૃતિએમાં જણાય છે તે પૈકી બેને હું અહીં ઉલ્લેખ કરું છું.
(૧) આચારપ્રદી૫ (પત્ર ૩૦ અ-૪૬ અ) માં મુખ્યત્યા ગદ્યમાં આ કથા છે. એમાં ભરુચ, લંકા વગેરેનું વર્ણન છે, ચક્રેવર્તાના નવ નિધિ અને એનાં ચૌદ રતનનું સ્વરૂપ સમજાવાયું છે અને કાકાસના પૂર્વ ભવની હકીકત છે. અહીં જે આ કથા અપાઈ છે તે દર્શનાચારને અંગે છે અને એમાં કાકબંધ (કાવ) ના દિગવતને પણ ઉલ્લેખ છે.
(૨) વિજયલક્ષ્મી સૂરિએ વિ. સં. ૧૮૪૩માં ઉપદેશપ્રાસાદ નામને અન્ય સંસ્કૃતમાં રમ્યો છે. એના ચોથા સ્તંભમાં પહ્મા વ્યાખ્યાનમાં “કારક” ગુણને અંગે કાકબંધ ને કાકાસની કથા અપાઈ છે.
[૮] વસુદેવહિંડીમાં સ્વચ્છ બુદ્ધિનું કેવું ભયંકર પરિણામ આવે છે, એ દર્શાવવા અને આવસ્મય-ચુણિમાં શિપસિહ જણાવવા અપાયેલી કક્કાસની કથાની આલેચના આમ અહીં પૂર્ણ થાય છે. એટલે હવે આપણું ગૌરવવંતા કથા-સાહિત્યને તુલનાત્મક અને એતિહાસિક દૃષ્ટિએ અભ્યાસ કરવાની વૃત્તિ વિદ્વાનમાં વિશેષતઃ જાગે એમ ઈચ્છી વિરમું તે પૂર્વે એક મિત્રને કહેલી વાત નેધું વિમાન (Aeroplane) બહુ ઊંચે જતાં એની પાંખ વળી જતી. એ ખામી દૂર કરવામાં આ કેકાસની કથા કામ લાગી-લાકડાને ઉપયોગ કરવાનું સૂઝયું એમ એક વૈજ્ઞાનિક સામયિકમાં મેં વાંચ્યું છે. પણ આનું નામ યાદ નથી. ગોપીપુરા, સુરત, તા. ૨૩-૫-૪૮
For Private And Personal Use Only