SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુશન સમયના બ્રાહ્મીલિપિમાં કેટલાક અપ્રસિદ્ધ જૈન લેખે [‘જેન કોન્ફરન્સ હેડ' માસિકના સન ૧૯૧૫ના ઓગટ-સપ્ટેમ્બર માસના અંકમાં છપાયેલ નીચેના લેખે ઈતિહાસ અંગે ઉપયોગી સમજીને ફરીને અહીં આપવામાં આવ્યા છે. મુ. સા. વિ.] મથુરાના જૈન સ્તૂપ અને તેમાંથી ઉપાખ્ય મૂર્તિઓ ઉપના લેખેએ જૈન ધર્મની પ્રાચીનતાના સંબંધમાં જે પાશ્ચાત્ય વિદ્વાનોના મનમાં સંશય હતો તે દૂર કર્યો છે. મથુરાના તૂપમાંથી જડી આવેલા લેખો જૈન ધર્મને ઈ. સ. પૂર્વેના ષષ્ટ શતા સુધી લઈ જાય છે; જે ઐતિહાસિક પ્રમાણોની સામાન્ય જૂતા જોતાં ઉપેક્ષા કરવા લાયક નથી. ઈન્ડોસ્કાઈથીઅન રાજાઓ કનિક, વિષ્ણુ, વશિષ્ઠ અને વાસુદેવના સમયમાં જૈન ધર્મના બહોળા પ્રચારના સાક્ષિ તરીકે આપણને તે સમયના ઘણા લેખે પ્રાપ્ત થયા છે. અને તે પણ ખરા મથુરાના અને તે છે ન દીકના પ્રદેશના છે. મી. સ્મીથના જૈન સ્તૂપ અને મથુરાની એન્ટીકવીટીઝમાં આપેલા લેખે ઉપરાંત બીજા અન્ય અગત્યના લેખે એપીઝા ફીઆ ઈન્ડીકાના ૧૮ના જાનેવારીના અંકમાં આર ડી. બેનરજીએ બહાર પાડયા છે. તે લેખો તે સમયની લિપિ, ભાષા, શિ૯૫, ધમાંનુરામ અને મણ ત શાખાઓના સંબંધમાં આપણને જાણવા જોગ માહીતી આપે છે. આ મૂર્તિએ તેમને લકનૌના સંગ્રહસ્થાનમથી મલી આવી હતી, કુશન સંવત ૯ ના લેખવાળી જૈન મૂતિ. આ મૂર્તિના ઉપલબ્ધિ સ્થાન સંબંધી કંઈ જણાયું નથી. લકનૌન સંગ્રહસ્થાનના જૈન વિભાગમાં આ મતિ મુકેલી છે. અને તેની કૃતિ વિગેરે ઉપરથી મથુરાની શિલ્પકળાની કૃતિ લાગે છે. આ મૂર્તિનું શીર્ષ ખંડિત થયેલું છે. કાળોત્સગ સૂકામાં ઉભી રહેલી આ મૂર્તિના દક્ષિણ પક્ષમાં બે પુરૂષે હસ્ત જોડીને ઉભેલા છે અને વાસપાત્ર એક સ્ત્રી ઉભી રહેલી છે. આ મૂર્તિ ઉપરનો લેખ અપભ્રષ્ટ સંસ્કૃત ભાષામાં તથા કુશન સમયની ઉત્તર હિંદુસ્તાનમાં વપરાતી લિપિમાં લખાયેલું છે. सिद्धं से ९ हे ३ दि १० ग्रह मित्रस्य धितु शीव शिरिस्य वधु एक्रडलस्य कोट्टियातो गणातो आर्यतरिकस्य कुटुम्बिनिये ठानियातो कुलातो वैरातो शाखातो निवर्तना गहपलाये दति સિદિ–૯મા વર્ષને હેમન્તના તૃતીય માસમાં ૧૦ મે દિવસે કેદિયગણ સ્થાનીય કુલ અને વિજ શાખાના આર્ય તરિકની આજ્ઞાથી એડલની શ્રો, શિવ શિરીની પુત્રવધુ મહ મિત્રની પુત્રી ગહલાની આપેલી (કરાવેલી). ઉપર્યુક્ત લેખની ત્રણ અસમાન પંક્તિઓ છે. પ્રથમ પંકિત ગાદિની ધાર ઉપર અને બીજી પંકિતઓ પદ (વિાસિત પદ્મ ઉપર મુગ્લી ગાદી ઉપર મૂન' ઉભી રહે છે ) ઉપર કતરેલી છે. પાકની મધ્યમાં બે પંકિતવાળો લેખ છે. मस्म शिशिनि For Private And Personal Use Only
SR No.521640
Book TitleJain_Satyaprakash 1948 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy