SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “મધુબિન્દુના દષ્ટાન્તનું પર્યાલોચન (લે. છે. હીરાલાલ ૨. કાપડિયા એ. એ.) જૈન સાહિત્યમાં મધુબિન દઈન્ત આવે છે એ વાત સુપ્રસિદ્ધ છે, પણ એ વિષે કયાં ક્યાં ઉલ્લેખ છે, તેણે આ દૃષ્ટાંત પ્રથમ રજૂ કર્યું છે ઈત્યાદિ બાબત બહુ થેડી વ્યક્તિ જાણતી હોય એમ લાગે છે એટલે મુખતયા એમને અનુલક્ષીને આ લેખ હું લખવા પ્રેરાયો છું. ગુણાચની પેસાઈ (પૈશાચી) ભાષામાં રચાયેલી અને આજે અનુલબ્ધ એવી બિહwહા (બકકથા)ના પ્રાચીનતમ રૂપાંતર તરીકે આધુનિક સાક્ષરો દ્વારા ઓળખાવાતી અને મેડામાં મોડી વિક્રમની છઠ્ઠી સદીમાં સંઘરાસગણિ વાચકને હાથે શરૂ કરાયેલી વસુદેવહિંડીની કહુપત્તિ (કત્પત્તિ)ના લગભગ પ્રારંભમાં આઠમા પૃષ્ઠમાં ગવમાં મધુબિન્ને દષ્ટાંત અને એને ઉપનય નજરે પડે છે. આ કૃતિ “જઈ મરહદી'માં રચાયેલી છે અને એના એક ખંડના બે અશ છપાયા છે, જયારે ધર્મસેનગણિત બીજો ખંડ જે સુમારે ૧૭,૦૦૦ શ્લેક જેવો છે તે અપ્રસિદ્ધ છે. હાલમાં પહેલા ખંડને ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ થયા છે. એટલે મધુબિન્દુના દષ્ટાન્તાદિનો પરિચય આ પ્રાચીન ગ્રન્થમાંથી મેળવવાનું કાર્ય પાઈય ભાષા ન જાણનારને માટે સુમમ બન્યું છે. તેમ છતાં આના ઐતિહાસિક પર્યાલો પન માટે એને સારાંશ હું અહી આપું છું જેથી એમ કંઈ વધઘટ આગળ ઉપર થઈ છે કે કેમ તે વિષે હાહ થઈ શકે. દૃષ્ટાન્ત અને એને ઉપનય–વિયસુખના નિરૂપણાથે મધુબિન્દુનું દષ્ટાન્ત વસુદેવહિડીમાં નીચે પ્રમાણે અપાયું છેઃ એક પુરુષ હતા. તે અનેક દેશોમાં અને નગરોમાં ફરતો હતો. એક વેળા એ એક સાથે સાથે એક જંગલમાં પેઠે. ચોરોએ એ સાર્થને લૂંટી લીધો. એનાથી છૂટો પડેલો અને બેબાકળો બને એ પુરુષ આમ તેમ ભમતો હતો એવામાં મદોન્મત જંગલી હાથીએ એના ઉપર હુમલો કર્યો. એણે નાસવા માંડ્યું. એવામાં તૃણુ અને દર્ભ વડે ઢંકાયેલા પુરાણું કૂવા તરફ એની નજર પડી. એ કૂવાને કાંઠે એક વડનું મોટું ઝાડ હતું. એની વડવાઇઓ કૂવામાં લટક્તી હતી. ભયને માર્યો એ પુરુષ વડવાઈ પકડીને કુવામાં લટકી પડ્યો. એણે નીચે જોયું તો એને માલમ પડ્યું કે અહી તો મોઢું પહોળું કરીને એને જાણે ગળી જવા માંગતો હોય તે એક મોટા અજગર છે. વચમાં ચારે બાજુએ એક ભયંકર સાપે ડંખ મારવા તલપી રહ્યા હતા. એક કાળે ઉંદર અને એક ઘેળો ઉંદર વાવાઈને ઉપરથી (દાંત વડે) કાપતા હતા. પેલે હાથી ત્યાં આવી પહોંચ્યા અને એ સૂંઢથી એ પુરુષના કેશાને અડક્યો. એ વડ ઉપર મોટા ઘેરાવાવાળો એક મધપૂડે હતે. પેલા હાથીએ એ ઝાડને ખૂબ હલાવ્યું એટલે પવનને લઇને કેટલાંક મધનાં ટીપાં (મધુબિજુએ) પેલા પુરુષના મુખમાં પડયાં. એ રસભેર એને ચાટવા લાગ્યો. મધપૂડામાંથી ઊડેલી મધમાખો એને કરડવા માટે ચારે તરફથી એને ઘેરી વળી. જ બુકુમારે આ પ્રમાણે પ્રભવને કહ્યું અને પૂછયું કે આવી દશામાં રહેલા એ પુરુષને શું સુખ છે ? અમને જવાબ આપ્યો કે મધનાં ટીપાં ચાટવા મળ્યાં એ સુખ; બાકી બીજુ ૧ જિનપ્રભસૂરિએ સિદ્ધાન્તાગમસ્તવમાં આ કતિને આ નામથી ઉલ્લેખ કર્યો છે, For Private And Personal Use Only
SR No.521640
Book TitleJain_Satyaprakash 1948 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy