SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સત્ય પ્રકાશ વર્ષ ૧૩ રાહમાંહિ અડતાલીસ ત્રણેય દેહાર શ્રી જગદીશ હો સીત્તરિ દેહરા બિ માનું બિસિં અઢાર બિંબ પ્રમાણે છે સીરોત્તરિ દેહાં બિ મોહી, આઠ મૂરાત નયણે જોઈ લે.” આ રોહા નગરને અત્યારે શ્રી અમીરગઢ કહે છે. અહીં અત્યારે પાંચ વર શ્રાવકનાં છે. બધાયે મૂલ બહાર ગામના જ નિવાસી છે અને વ્યાપાર ધંધા માટે આવેલા છે. અહીં અત્યારે મંદિર એક પણ નથી અને ઉપાશ્રય માટે પણ હમણાં જ નવી જમીન લીધી છે. ઉપાશ્રય ન બનશે. સીડેરીમાં જૂનું મંદિર હતું તે ગામ બહાર ખંડિયેર રૂપે ઊભું છે. ગામમાં નવું મંદિર બન્યું છે. શ્રાવકનાં પાંચ-છ ઘર છે. સીરાતરનું નામ બદલી પાલનપુર એ. એનું નામ “ઇકબાલગઢ રાખ્યું છે. અહીં અત્યારે પાંચ ઘર છે. નવીન ઉપાશ્રય બન્યો છે; નાનું મંદિર પણ બનશે. જનું મંદિર નથી. અહીંથી ચિત્રાસણી થઈ પાલનપુર જવાનું છે. ચિત્રાસણીમાં નાનું સુંદર શિખરબત મંદિર છે. શ્રાવકેનાં ઘર છે. આ ચારે ગામ પાલનપુર સ્ટેટનાં છે. સપાટ અકબરપ્રતિબોધક જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી સીડોત્તરી અને રોહ પધાર્યા હતા. પાલનપુર આ નગરનો પ્રાચીન ઇતિહાસ બહુ જ ભવ્ય અને એતિહાસિક પ્રસંગોથી ભરપુર છે. એને ઇતિહાસહું આ માસિકમાં જુદા જ આપીશ. અત્યારે તે ટૂંક પરિચય જ આપું છું સુપ્રસિહ ધારાવર્ષદેવ પરમારના ભાઈ પ્રહૂલાદનદેવે આ નગર વસાવ્યા-આબાદ કર્યાના પ્રાચીન ઉલ્લેખ મળે છે. પરંતુ મને અહીં જે છતહાસ મળે છે, તે જોતાં આ નગર એથી એ પ્રાચીન હશે એમ લાગે છે. પ્રહૂલાદનદેવે આ નગરને ઉન્નત અને ગૌરવવન્ત બનાવ્યું એમાં સંદેહ નથી. ૨ પરમાર ધારાવર્ષના ભાઈ પ્રલાદકુમારે પાલનપુર વસાવ્યાનો ઉલ્લેખ જૈન માહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસમાં છે. તેમજ સોમમોભ 4 કા ય વગેરેમાં પણ એ જ પ્રમાણેના પ્રાચીન ઉલેખો મળે છે. હીરસૌભાગ્ય કાવ્યમાં આ પ્રમાણે ઉલ્લેખ છે – प्रहलादनाच्चन्द्र इवाङ्गभाजामन्वर्थनामाजनि यो जगा प्राहादनः पार्श्वपतिः स तत्र प्राहलादनाहे व्यलसद् विहारे । यदीयमूर्तिनिरमायि भक्त्या प्रालादनाढे पुरि राणकेण तस्याजयस्येव नृपस्य पाश्चोऽप्यामापहः स्नानजलेन जज्ञे ॥ અહીં ટીકાકાર ખુલાસો કરે છે કે પ્રહલાદનકુમારે આબુ ઉપરની ચતુર્મુખ ધાતની મૂર્તિમાંની મૂર્તિને ઓગાળાવી હતી, અને અચલેશ્વરને પાંદો બનાવરાવ્યા હતા, જેના પાપથી એને શરીરે કઢને રોગ થયો હતો. પછી આ મૂર્તિ બનાવરાવી અને એના નાત્રજલના છંટકાવથી એનો કોઢનો રોગ ગમે છે. જેમ અજયપાલ રાજાને રાગ ૫ For Private And Personal Use Only
SR No.521637
Book TitleJain_Satyaprakash 1947 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy