SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા પ્રાચીન જ્ઞાન-ભંડાશે. [૫. લાલચંદ ભગવાન ગાંધી, પ્રામવિદ્યામંદિર, વડોદરા. ] વિદ્યાપ્રેમી બંધુઓ અને બહેને ! આજે “આપણા પ્રાચીન જ્ઞાન-ભંડારો' તરફ આ૫નું લક્ષ્ય ખેંચવા ઇચ્છું છું. છાપખાનાનો યુગ આવતાં આપણું એ પ્રાચીન પુસ્તકાલયોને કેટલેક ભાગ પ્રકાશમાં આવ્યો છે, પરંતુ બહેળો ભાગ હજી અપ્રકાશિત અવસ્થામાં છે. એના અવલોકન, સંશાધન, પ્રકાશન, પઠન-પાઠન સંબંધમાં બહુ થોડા સાક્ષરે રસ ધરાવે છે. વિદેશી કેળવણથી વિભૂષિત થયેલા ઘણું ફેસરો પણ આ સ્વદેશના ઉત્તમ સંગ્રહના ઉદ્ધાર તરફ ઉદાસીનતા સેવતા જણાય છે. દક્ષિણ હિંદની અપરિચિત તામિલ, તેલુગુ આદિ લિપિમાં નહિ, પરંતુ નાગરી લિપિમાં લખેલાં પ્રાચીન ભાષાનાં પુસ્તો વાંચવામાં પણ તેમને કંટાળો આવો જણાય છે. એથી પિતાના પૂજ્ય પૂર્વજોના વિશાળ જ્ઞાનથી તેઓ સ્વયં વંચિત રહે છે, અને બીજાઓને તેનો વાસ્તિવિક લાભ આપી શકતા નથી. પ્રજા-સ્વાતંત્રના વર્તમાન યુગમાં વિશ્વ-વિદ્યાલયના વ્યવસ્થાપકે એ અને અન્ય વિદ્વાન વચારકેએ આ પ્રાચીન જ્ઞાન-ભંડારોના સંરક્ષણ, સંશોધન, પ્રાશન, પાન-પાઠનાદિ માટે વિશિષ્ટ પ્રબંધ કરવો જરૂરી છે. શ્રીમંતોના ધન–ભંડારે અને રાજા-મહારાજાઓના રત્ન-ભંડારો કરતાં આ જ્ઞાન બંડારે અધિક મહત્ત્વ ધરાવે છે, એમ કહેવામાં અતિશયોક્તિ ન ગણાય, કારણ કે આપણા બુદ્ધિશાળી પૂર્વજો વિશાળ બુદ્ધિ-વૈભવ એમાં ભરેલા છે. તેમના બહોળા અનુભવો, અત્યુત્તમ પવિત્ર જીવન-સંસ્કારો એમાં ઊતરેલા છે. માનવ-કલ્યાણુતા, વિશ્વ–મૈત્રાના અમૂલ્ય ઉપદેશે એમાં સમાયેલા છે. આર્ય અને અનાર્ય સંસ્કૃતિનાં પૃથ્થકરણ કરી શકાય તેવાં સાધનો તેમ છે. ભારતવર્ષનો ભવ્ય ઇતિહાસ રચી શકાય તેવી સાધન-સામગ્રી તેમાં મળી આવે છે. ધાર્મિક, આધ્યાત્મિક, વ્યાવહારિક ઉન્નતિના સન્માર્ગે એમાં સૂચવાયેલા છે. ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર અને મેષશાસ્ત્રના રહસ્યમય સૂક્ષમ વિચારો એમાં દર્શાવેલા છે. ભાષાશાસ્ત્ર-પ્રાચીન ભાષાનાં વ્યાકરણે, તર્કશાસ્ત્ર પર રચાયેલા મત-મતાંતરોના તત્વજ્ઞાન, ભિન્નભિન્ન દર્શનનાં દૃષ્ટિબિંદુઓ તથા સાહિત્ય, સંગીત અને વિવિધ કલાઓનાં વિજ્ઞાન એમાં છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશી ભાષાઓમાં રચાયેલું ગલ પણ પુષ્કળ સાહિત્ય એમાં છે. એતિહાસિક કાવ્ય, રસિક રાસા, લેકકથા, વિનેદ-વાર્તાઓ. નાટો, કેશ, છંદશાસ્ત્ર, અલંકાર, વૈઘ, જતિષ, સામાન્ય નીતિ, રાજનીતિ ચર્ચતા , સુભાષિત–સૂક્ત-સંગ્રહ, સ્તુતિ-સ્ત્રોત્રાદિ વિવિધ વિષયના સેંકડો ગ્રંથ સાભાગે અાવધિ એમાં સુરક્ષિત રહ્યા છે. પ્રાચીન લેખન–કલાના અને ચિત્ર કલા ના અનેક નમૂના એકાં જોવા મળે છે. | દો, બે હજાર વર્ષો પહેલાં બહબુદ્ધિશાળી, સ્મરણશક્તિશાળી, ગુરુ-શિષ્ય પુસ્તકોની અપેક્ષા રાખ્યા વિના મુખપાઠથી જ જ્ઞાન અર્પણ, ગ્રહણ કરવાને વ્યવહાર ચલાવતા હતા. પરંતુ પાછળથી વિષમ કાલ-દેશથી તેવી શક્તિ ક્ષીણ થતાં, મતિમદતા હતા, પ્રસ્ત વિના જ્ઞાન ગ્રહણ, ધારણ કરવું અશક્ય જણાતાં, પ્રવચન-જ્ઞાનને વિચ્છેદ થતું અટકાવવા માટે તે સમયના દીર્ધદશી' મહાપુરુષોએ આવશ્યકતા વિચારી પુસ્તક લખવા–લખાવવાની પ્રવૃત્તિ પ્રચલિત કરી. શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૯૮૦મા વર્ષે વિક્રમ સંવત ૫૧૦મા વર્ષે–વલભીપુર(વળાઈમાં તા. ૯-૧૦-૭ ગુરુવારે રાત્રે બરે રેડિયો સ્ટેશન પરથી થયેલ વક્તવ્ય. For Private And Personal Use Only
SR No.521637
Book TitleJain_Satyaprakash 1947 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy