________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨]
ગુજરાતનાં કેટલાંક પ્રાચીન જિનમંદિર જૂથને પશ્ચાત્તાપ થયો અને પોતાની સભાના સભ્યોને મોકલો સુરિજીને પાટણ પધારવા આમંત્રણ મોકલાવ્યું. પિતાની ભૂલને પશ્ચાત્તાપ પણ પ્રગટ કર્યો.
દયાનિધાન સૂરિજીએ રાજાની વિનંતિને સ્વીકાર કર્યો, અને ગુજરાતમાં પધાર્યા. સૂરિજી જ્યારે પાટણથી ચાર કેશ દૂર ચારૂપ ગામમાં પધાર્યા ત્યારે તેમને મળવા, અને જાતે વિનંતિ કરવા ગુર્જરેશર સિદ્ધરાજ પોતે ચારૂપ આવ્યા અને સૂરિજીને નમી બહુમાનપરસ્પર પાટણ પધારવાની વિનંતિ કરી. સરિજી પાટણ પધાર્યા ત્યારે બહુ જ ઉત્સવપૂર્વક રિહરાને પ્રવેશોત્સવ કરાવ્યે હતે.
ચારૂપતીય સંબંધે પ્રભાવકચરિત્રમાં વિશેષ ઉલ્લેખ નીચે પ્રમાણે મલે છે
ત્યારે ધરદ્ર કહેવા લાગ્યું કે એ બાબતમાં તમારે અધીરાઈ–ખેદ ન કરો. હવે આજે દીનતા તજીને જિનબિંબના ઉહારથી તમે એક જેના પ્રભાવના કરે. શ્રીકાંતાનગરીના ધનેશ શ્રાવક વહાણ લઈને સમુદ્ર માર્ગે જતાં તેના વહાણને ત્યાંના અધિષ્ઠાયક દેવતાએ
ભેલ હતું. આથી શ્રેછીએ તેની પૂજા કરતાં તે યંતરે વ્યવહારીને આપેલ ઉપદેશથી તે ભૂમિમાંથી ભગવંતની ત્રણ પ્રતિમાઓ તેણે બહાર કાઢી. તેમાંની એક પ્રતિમા તેણે ચાર૫ ગામમાં સ્થાપન કરી, જેથી ત્યાં તીર્ય થયું. બીજી પાટણમાં લિંબાક્ષના મૂળમાં સ્થાપના કરી. અરિષ્ટનેમિની પ્રતિમા પ્રાસાદમાં સ્થાપના કરી. ત્રીજી પ્રતિમા સ્તંભ ગામમાં સેટિકા (શેઢી) નદીના તટ પર વૃક્ષઘટાની અંદર ભૂમિમાં સ્થાપન કરેલ છે, તે પાર્શ્વનાથની પ્રતિમાને તમે પ્રગટ કરો. કારણ કે ત્યાં એ મહાતીર્થ થવાનું છે.”
–(પ્રભાવક ચરિત્ર) પ્રવચનપરીક્ષામાં મહેપાધ્યાય શ્રી ધર્મસાગરજી લખે છે કે ગત ચોવીશીના સોળમાં તીથ"કરના સમયમાં અષાઢી શ્રાવકે ત્રણ પ્રતિમાઓ કરાવી હતી, તેમાંની એક ચારૂપમાં છે.
બીજા ઉલ્લેખ પ્રમાણે નમિનાથજીના શાસનકાળ પછી ર૨૨ વર્ષ પછી ગૌદેશના અષાઢ શ્રાવકે ત્રણ જિનપ્રતિમાઓ કરાવી હતી તેમાંની એક ચીજ નગરના ધનેરા
૪ પાટણની આ અરિષ્ટનેમિની પ્રતિમા અત્યારે પાટણમાં શાળવી વાસમાં નેમિનાથજીના મંદિરમાં વિદ્યમાન છે એમ હું માનું છું. બરાબર ચારૂપમાં બિરાજમાન શ્રી શામળીયા પાર્શ્વનાથજીના માપની અને એ જ નમૂનાની આ મૂર્તિ છે. શ્રી નેમિનાથની મૂર્તિના દર્શન કરતાં તરત જ આપણને ચારૂપના શામળીયા પાર્શ્વનાથજીની મૂર્તિનું સ્મરણ થાય છે. ચાર૫ તીર્થના અત્યારના વહીવટકર્તા શેઠ બાલુભાઇને આ સંબંધી પૂછતાં તેઓ પણ મારા મતને મળતા થયા હતા. આ સંબંધી વિશેષ શોધખોળની ખાસ જરૂર છે.
૫. શ્રી નમિનાથજીના શાસનકાળમાં બનેલ આ મૂર્તિને નીચે પ્રમાણે ઉલ્લેખ મલે –
“ તીર્થંકૃતસ્તીથૈ વર્ષે દીવાદા आषाडश्रावको गौडोऽकारयत् प्रतिमात्रयम् " ।
૬. પ્રસિદ્ધ તીર્થયાત્રી કવિ શીતવિજયજી પિતાની તીર્થયાત્રામાં કાંગી નગરનું વર્ણન લખતાં જણાવે છે -
For Private And Personal Use Only