________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ સૂકડિ , પરિમલ ઘસિલે, મુઝ સરિલ સુભાવ ૨ તુઝ મંડણ હું અવતરિ, ઈસિ ચિરવિ ધાવિ ૨. ૧૦ ચંપક. મુનિ લાવણ્યસમઈનઈ, મિલ્યા સૂકડિ ચંપ ૨ પાસતણુઈ પાય સૂપીયા, કીધઉ બેહુ જણ સંપ છે. ૧૧ ચંપક.
છે ઈતિ ચંપક-ચંદનવા સપર્ણ છે કવિવર શ્રી લાવણ્યસમયના નામથી કોઈક જ સાહિત્યોપાસક અજાણ્યો હશે. આ કવિ સેનમા શતકના સમર્થ કવિ તરીકે પ્રસિદ્ધ છે. એ એમની કૃતિઓથી જણાય છે. એમની બધી કૃતિઓ કરતાં વિમલપ્રબંધ એ એમની કવિત્વને સંપૂર્ણ પરિચય આપે છે.
એમની કેટલીક કૃતિઓ પ્રસિદ્ધ થઈ છે, તે પણ છૂટીછવાઈ; એક સંગ્રહ તરીકે બહાર પડી નથી. જૈન-ગુજર-કવિઓ ભા–૧માં ૨. રા. મોહનલાલ દેસાઈએ તેમની કૃતિઓની નધિ લીધી છે, તેમ જ શ્રી વિજયધર્મસૂરિજીએ પણ ઐતિહાસિક રાસ-સંગ્રહ ભા-૨માં કેટલીક કૃતિઓની સંધિ લીધી છે. આ બન્નેની નેધ લગભગ સરખા જેવી છે. તો પણ ભાઈશ્રી દેસાઈની નધિ વિશેષ વિસ્તારવાની છે. આમ છતાં કવીશ્રીની કેટલીક કૃતિઓ જૈન જ્ઞાનભંડારોમાં હજુ અજ્ઞાત દશામાં પડી છે. અહીં કવિવરની જે કૃતિ આપવામાં આવે છે, તેની નોંધ બન્ને પિકી એમાં નથી.
આ નાની કૃતિ ચંદન-ચંપકવાદ એ નામે છે. એ “છરાઉલાપાશ્વનાયરાસની બે પાના પ્રતિની પાછળ લખાયેલ છે. તેની કડી ૧૧ છે. આ પ્રત ક૫ડવંજ અષ્ટાપદના જ્ઞાનભંડારની છે.
સંવાદસાર – સુખડ ને ચંપક બને જરાઉલા પાર્શ્વનાથના દેરાસરના દરવાજે આવે છે. ત્યાં બનેય વાદની શરૂઆત કરે છે. તે વખતે એ બન્નેના વાદને કુતૂહલથી જોવા . માટે સુર–નર-કિન્નર વગેરે ભેગા મળે છે. ત્યાં ચંપક ચંદનને અપમાનથી “ચુકડી” સંબોધીને કહે છે-હું ભલે પુરુષ છું, તું નારી છે, એટલું જ નહિ પણ તું વજનદાર અને કઠિન છે. પહેલાં તને તાજવામાં તલવામાં આવે છે, અને તે કઠિન હોવાથી બલવાન હાથે તને ઘસવામાં આવે છે. એ કઠિનપણાના ગુણને લીધે પરમેશ્વરે પાષાણુ સાથે મેળવી છે. આ સાંભળીને ચંદન-સુકડી એકદમ ગઈ રડે છે કે–એ ચાંપા! (ચંપકનું લેકભાષામાં તોછડું નામ) તું જેમ આવે તેમ શું લાવે છે? તને તારી ખબર નથી. તેને ચેરની માફક દેરીથી બાંધવામાં આવે છે, (હાર કરતી વખતે દેરીથી બાંધવામાં આવે છે) અને બાપના વાંકે (ચંપક વૃક્ષના કારણે) પુત્રને રખડવું પડે છે (ફૂલને રખડવું પડે છે). આનું કારણ એ છે કે ચંપાનું વૃક્ષ બરડ હોય છે. જે માંડવો કરવામાં ન આવે તો તેનાં લે બધા ચુંટી ના શકતા એમ ને એમ ખરી પડીને આમ તેમ અથડાય છે. એ સામે ચંદનને કટાક્ષ છે. એટલે એ ફૂલો બીજાના કામમાં આવતાં નથી અને ખુદ ચંપાના ઝાડના પિતાના હાથમાં પણ એ ફૂલ રહેતાં નથી. આ પ્રમાણે સુકડીએ કીધું એટલે ચંપકે કહ્યું–તું તારી જાત માટે ગર્વ કરે છે, પરંતુ નાના ભાખરા (મારવાડમાં નાની કરીને ભાખર કહે છે) જેવી તું, એનું માન કેટલું ? ત્યારે મારો દેહ સુંગધી રૂપવાન
For Private And Personal Use Only