________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર–પ્રબોધ પ્રયોજક-પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજપદ્રસૂરિજી :
(ક્રમાંક ૧૪૧થી ચાલુ) ૨૯ પ્રશ્ન–અદેશી રાજા કશીગણધરને પૂછે છે કે-જીવની ખાતરી કરવા માટે મેં એક ચારના (તેના શરીરના) કકડે કકડા કરી જોયા, પણ તેના શરીરના કોઈ પણ ભાગમાં જીવ જોવામાં આવ્યો નહીં. તે જીવ છે એમ કઈ રીતે માની શકાય ?
ઉત્તર––હે રાજા ! જેમ અરણિના લાકડામાં અનિી રહેલો છે, તેના ઝીણું ઝીણું કકડા કરીને બારીકાઈથી કે સૂક્ષ્મદર્શક યંત્રથી પણ તપાસીએ તો પણ અગ્નિ દેખાય જ નહિ, તેમ જીવ આ શરીરમાં રહેલું છે. અગ્નિ રૂપી છે છતાં ન દેખાય, તે અરૂપી એ જીવ કઈ રીતે દેખાય? ૨૯.
૩૦ પ્રશ્ન-પ્રદેશ રાજા કેશી ગણધરને પૂછે છે કે-હે આચાર્ય મહારાજ! જેમ વડા વગેરે પદાર્થો પ્રત્યક્ષ દેખાય છે, તેમ છવ હોય, તો તે દેખાતો કેમ નથી ?
ઉત્તર--જેમ ઝાડનાં પાંદડાં વાયુથી હાલે છે. અહીં પાંદડાં હાલમાં દેખાય, તે ઉપરથી નિર્ણય થાય છે કે આ ઝાડનાં પાંદડાં વાયુથી જ હાલે છે. અહીં જેમ વાયુ રૂપી છતાં દેખાતો નથી, તોપણું પાંદડાંના હાલવા ઉપરથી વાયુનો નિર્ણય થાય છે, તેમ શરીરમાં ચલનાદિ ક્રિયા મરૂપી જીવ હોવાથી જ થાય છે. જે જીવ વિના હાથ વગેરેનું હાલવું, ભાષા અને ક્રિયા થતી હોય, તે તેવું હાલવું વગેરે મડદામાં કેમ દેખાતું નથી ? માટે જ સાબીત થાય છે કે ચલનાદિ ક્રિયા જીવ વિના થઈ શકે નહીં. આવી રીતે કાર્યને જેતા જે કારણનું અનુમાન કરીએ, તે પૂર્વાનુમાન કહેવાય, એમ સાંખ્ય દર્શનને માનનારા વગેરે પર વાદીઓ કહે છે. ૩૦.
૩૧ પ્રશ્ન-પ્રદેશ રાજા કશી ગણધર૭ પૂછે છે કે-જે કીડીને અને હાથીને જીવ સરખો હેય, એટલે નાને કે મોટો ન હોય, તો કીડીનું શરીર નાનું છે, ને હાથીનું શરીર મોટું છે, તેનું શું કારણ? જેટલા આત્મપ્રદેશ હાથીના મોટા શરીરમાં માઈ શકે, તેટલા જ આત્મપ્રદેશો કીડીના નાના શરીરમાં કઈ રીતે સમાય ?
ઉત્તર–કીડીનું શરીર નાનું હોવાથી તેને જવ નાખે છે અને હાથીનું શરીર મોટું હોવાથી તેના જીવ મોટો છે, આવી તારી માન્યતા તદ્દન ખોટી છે. કારણ કે શરીર ઉપરથી જીવને નિર્ણય થાય જ નહિ, કારણ કે વિચિત્ર પ્રકારના નામકર્મના ઉદરથી કોઈનું શરીર નાનું હોય છે, ને કેઈનું શરીર મોટું હોય છે. જેમ મેટા ઘરના મધ્ય ભાગમાં દીવો મૂકયો હોય, તો તેને પ્રકાશ આખા ઘરમાં ફેલાય ને તે જ દીવો નાના ઘરમાં મૂકીએ તે તેટલા જ ભાગમાં તેને પ્રકાશ ફેલાય. અહીં પ્રકાશ મોટા ઘરમાં ફેલાઈને અને નાના ઘરમાં સંકેચાઈને રહે છે. એટલે જેમ પ્રકાશનો સંકોચ વિકાસ ધર્મ છે તેવી રીતે આત્મપ્રદેશે પણ તે બે ધર્મોવાળા હોય છે. માટે નાના શરીરમાં કાકાશના પ્રદેશો જેટલા આત્મપ્રદેશો સંકેચાય છે, ને મોટા શરીરમાં તેટલા જ આત્મપ્રદેશે ફેલાય છે. તમામ જીવોના આત્મપ્રદેશ એક સરખી સંખ્યાવાળો છે. તેમાં વધઘટ છે જ નહિ, એમ શ્રી તત્ત્વાર્થસૂત્ર ટીકાદિમાં જણાવ્યું છે. ૩૧.
૩૨ પ્રશ્ન–પ્રદેશી રાજા દેશી ગણધરને પૂછે છે કે હે સૂરિરાજ! અમારા કામથી જે નાસ્તિકમત ચાલ્યો આવે છે, તે મારાથી કેમ છેડી દેવાય?
For Private And Personal Use Only