________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરે લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજ્યજી (ત્રિપુટી)
(ગતાંકથી ચાલુ)
બામણવાડાજી સિનેહી સ્ટેટમાં બામણવાડજી પણ એક પ્રાચીન તીર્થ છે. મારવાડની નાની પંચતીર્થનું આ તીર્થસ્થાન છે. ભગવાન મહાવીરસ્વામીએ અહીં તપશ્ચર્યા કરી હતી. એના સમારકરૂપ પાદુકા છે. તેમ જ ભગવાનને અહીં ઉપસર્ગ થયા હતા–કાનમાં ખીલા ઠેકાયા અને સર્ષ વગેરેના ઉપસર્ગ વગેર થયાનું સ્થાન આ મનાય છે. ખરી રીતે આ પ્રાચીન સ્થાપનાતીર્થ છે. જ્યારે જેનેએ કટોકટીના સમયે મગધ ત્યાખ્યું અને મારવાડમાં સ્થિર થયા એટલે અહીં તીર્થનાં સ્મારકરૂપ આ સ્થાન સ્થાપ્યાં છે. આ નિમિત્તે ભાવિક અને ભક્ત જનોને પિતાનાં પ્રાચીન તીર્થસ્થાનેનું સ્મરણ થાય, પિતાના અભીષ્ટ દેવાધિદેવ ઉપસર્ગો સહન કરવામાં કેવા ધીર અને દઢ હતા એ પ્રસંગોનાં દર્શન કરી અસલ સ્થાને તીર્થસ્થાનોની યાત્રા કરવાની ભાવના જાગે અને આ નિમિત્તે આત્મકલ્યાણ સાધે એ જ આ સ્થાપનાતીને મુખ્ય ઉદ્દેશ છે.
ધર્મશાળાના કમ્પાઉન્ડમાં પેસતાં જ ડાબી બાજુની દેરીની અંદરનાં પગલાં, પલ્સ શ્રી મહાવીરદેવે અહીં રહી ધ્યાન કર્યાનું સૂચવે છે. પછી વિશાલ ધર્મશાળા આવે છે. અહીં શ્રી મહાવીર વિદ્યાલય–ગુરુકુલ ચાલે છે, જેમાં અત્યારે લગભગ ૪૦ વિદ્યાર્થીઓ ભણે છે. વ્યવસ્થા સારી છે. મારવાડની જનતામાં જ્ઞાનરવિનાં કિરણે ફેલાય એ માટે અહીં પ્રયત્ન ચાલે છે. એક બાજુ પેઢી-કારખાનું છે. જમણી બાજુ વિશાલ બાવન જિનાલયનું મંદિર છે. દેરીઓ નીચી છે અને રંગરોગાનથી અલંકૃત છે. લેખમાં ૧૫૧૯ શ્રા. શુ. ૫, ૧૫૧૯ શ્રા. શુ. ૧૩ના અને ૧૫૨૧ ભા.શ. ૧ના છે, આ. શ્રી લક્ષ્મીસામ સૂરિ અને તેમના શિષ્ય સોમદેવસૂરિ વગેરે પરિવારે પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખો છે. સાહિત્યપ્રેમી ૫. સ. મ. શ્રી. જયન્તવિજયજી મહારાજશ્રીએ બામણવાડા' પુસ્તકમાં મા તીર્થનો ઇતિહાસ અને લેખો આપ્યા છે એટલે અમે લેખની નકલ ન ઉતારી. લેખમાં બામણવાડાજી તીર્થનું બાંભણવાડ, બ્રાભાણવાટ, બ્રાહ્મણવાટક અને બાવનવાડ નામ લે છે. ઈંગ્લીશમાં બાવનવાડ નામ છે. બાવન જિનાલયનું ભવ્ય મંદિર હેવાથી બાવનવાડ ઠીક છે.
મૂલનાયકજીને તે સુંદર મોતીને લેપ છે. મતિ પ્રાચીન, ભવ્ય અને પરમ દર્શનીય છે. મહાવીર પ્રભુનું આ તીર્થ આટલામાં બહુ જ પ્રભાવિક, ચમત્કારિક, અને વિખ્યાત છે. જૈન અને જૈનેતર બધાંયે ભક્તિથી નમે છે. મૂળનાયાજી ઉપર લેખ વગેરે નથી ભગવાનને ઉપસગ કર્યાના પ્રસંગોનાં સુંદર બાવલાં એક કાચના કબાટમાં રાખ્યાં છે. બહાર એક ઊંચી ટેકરી ઉપર શ્રી. મહાવીર પ્રભુની ચરણપાદુકાની દેરી છે પ્રભુજીએ અહીં ધ્યાન કર્યાનું, અને ચંદકેશીયો નાગ હસ્યાનું કહેવાય છે.
વીરવાડા અહીંથી ૧૫ માઈલ દૂર વીરવાડા છે. વીરવાડા ગામમાં બાવન જિનાલયનું ભવ્ય પ્રાચીન મંદિર છે. મૂલનાયક શ્રો. આદિનાથજી છે. મંદિરમાં શિલાલેખો વગેરે બારીકાઈથી ન જોઈ શકાયા. મૂલનાયકની પ્રતિમા ભવ્ય અને મનહર છે તેમજ પરિકર પણ સુંદર
For Private And Personal Use Only