________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦]. શ્રી જૈન સત્ય પ્રકાશ
વિર્ષ ૧૨ જ્ઞાતિના અનેક મહાન ભાવિકોએ અનેક જિનમંદિર બંધાવ્યા, મૂર્તિઓ બરાવ્યાના લેખો મળે છે. અત્યારે પણ તે જ્ઞાતિમાં કેટલાક જૈન ધર્મ પાળે છે ખરા.)
અહીં મંદિરમાં દેરીના ભારવટિયા ઉપર પણ લેખો છે. દેરી નં. ૫ માં મારવાડી મિશ્ર સંસ્કૃતમાં લેખ છે.
શ્રી સંઘની સંવત ૨૭૨૨ વર્ષ” બસ આગળ નથી વંચાતું.
આ મંદિરમાં હમણાં જ કલાઈ-સફેદો થયો છે, એમાં ભારવટિયા ઉપરના દેરીઓના લેખે પણ દબાઈ ગયા હોય એમ લાગે છે.
આ જિનમંદિરના પાછળના ભાગમાં-નજીકમાં જ મહાદેવજીનું મંદિર છે. જૈન મંદિરની કલાઈ અને આ મંદિરની કલાઈ પણ સાથે સાથે જ થઈ હોય તેમ લાગે છે.
પાછળ બેટી વાવ છે. એથી દૂર મોટી પહાડી નજરે પડે છે. પહાડ ઉપર જવાને રસ્તે બધેિલ છે. પગથિયાં વગેરે સાફ જણાય છે.
આ બાજુ જુદા જુદા પાળિયા ઘણા છે. આમાંના કેટલાયે પાળિયા ઉપર ૧૭૦૦ અને ૧૮૦૦ ના લે છે. કેટલાયે યુદ્ધ કરતાં કરતાં ખપી ગયા છે તેની નધિ છે. કેટલાક લેખામાં સંવત છે અને કેટલાકમાં સંવત પણ નથી. આ વિષયના શોખીન ઇતિહાસવિદોએ આ તરફ લક્ષ્ય આપી, લેખે લઈ તેમને વિગતવાર પરિચય કરાવવાની જરૂર છે.
ત્યાંથી અમે આવ્યા સિરોહી. પહાડની વચ્ચે થઈને આ વિકટ રસ્તો કાઢેલો છે. હિરાહીથી બે માઈલ આ તરફ સાંડેસરા મહાદેવનું સ્થાન આવે છે. અહીં પણ પૂજારીઓ પણ રહે છે. સિરાહીના રાજાઓએ આ સ્થાનને શોભાવવા ઘણું ઘણું પ્રયત્ન કર્યાનું અમે સાંભળ્યું, અને નજરે જોવાય પણ છે. તેમ જ સિપાહીના રક્ષણ માટે પણ આ પહાડ કુદરતી અભેદ્ય દીવાલ જેવો જ છે. દૂર દૂર રહેલા શત્રુને કલ્પનામાં પણ ન આવે. તેના આવવાની કાઇને ગંધ સરખીયે આવે કે અહીં બેઠેલે માણસ શત્રુસેનાના આવાગમનના સમાચાર સિરોહી પહોંચાડી દઈ રક્ષણની તૈયારી કરાવી લે છે. તેમ જ આવતી દુશ્મનસેનાને એક વાર તે અહીં જ થંભાવી દેવાય એટલી શકિત અને તાકાત આ પહાડમાં આશ્રય લઇને રહેલા સૈન્યનાં આવે છે.
આ પહાડીનાં વિવિધ કુદરતી દ્રશ્યોને નીરખતા, વાદળાં અને ધૂપનાં વિવિધ રંગી ચિત્ર અવલોતા અમે સિરોહી આવી પહેચ્યા.
શિરેહીનાં જિનમંદિરોને ટૂંક પરિચય આ નગર મહારાવ હસમલજી (સેસમલજી) એ ૧૪૮૨માં વસાવ્યું છે. શિરોહીનાં જૈન મંદિરો બહુ જ પ્રસિદ્ધ છે. એક લાઈનમાં એક ઊંચી ટેકરી ઉપર અને ઊંચી બેઠકમાં ૧૪ જિનમંદિરો છે. આ આખી મંદિરની જ પળ છે. આને દેરાશેરી કહે છે. એક બાજુ
ડે દર ઉચાણમાં રાજમહેલ છે. એની નીચેની ટેકરી ઉપર જિનમંદિરો આવેલાં છે. બધાં મંદિરમાં સૌથી ઊંચું, ભવ્ય અને વિશાળ શ્રી ચતુર્મુખ પ્રાસાદ છે, જેની સ્થાપના-પ્રતિષ્ઠા સં. ૧૬૩૪માં શ્રી હીરવિજયસુરીશ્વરજીએ કરાવેલી છે. ત્રણ માળનું આ ભવ્ય મંદિર ખૂબ જ દર્શનીય અને આનંદપ્રદ છે. આ સિવાય શ્રી અજિતનાથજીનું મંદિર પણ સુંદર અને વિશાલ છે. આ મંદિરની પહેળાઈ–લંબાઈ ધણી છે. બાવન જિનાલયનું આ મંદિર અતપ્ત
For Private And Personal Use Only