SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ WWW અંક ૧૧ ) ભુવનેશ્વર પાસે જેન અમશેષો 2 [ ૨૧ કરી શકાય છે તે પણ ઈસની નવમી સદીથી પ્રાચીન નથી. પરંતુ એમ પણ જોરથી ન કહી શકાય કે અહીં ધવલપહાડ અને ખંડગિરિના સમયે કંઈ હતું નહીં. તે સમયે કંઈ હતું કે નહીં એ સંબંધે વિશેષ શોધખેાળની આવશ્યકતા છે. અનિરના સ્થાપત્ય સંબંધે વિચાર કરીએ તે શિલ્પશાસ્ત્રની દષ્ટિએ રેખમન્દિર કે ભદ્રમન્દિરની કક્ષાનું આ મન્દિર નથી. વિશેષ તપાસમાં નક્કી થાય છે કે વચમાં સ્થાન પિતા મહાકાય શિવલિંગની ઉપર ઢાંક્વા માટે શિલ્પમર્યાદા તોડી આ મન્દિર બનાવવામાં આવ્યું છે, જે મન્દિરનું નામ છે ભાસ્કરેશ્વર. તેને રચનાકાળ અચોક્કસ છે, છતાં અતિહારિક દષ્ટિએ બીજાં મન્દિર કરતાં આ મન્દિર વધારે કીમતી છે. - ભાસ્કરેશ્વર મનિરના મધ્યમાં ૯ ફૂટ ઊંચું અને ગોરીપટ પર ૪ ફૂટ પહોળું શિવલિંગ છે, જેને ઉપરનો ભાગ ખંડિત થયા હોય એમ લાગે છે. આશ્ચર્ય તો એ છે કે શિવલિંગ એક પથ્થરનું છે, જ્યારે ગૌરીપટ્ટ જુદી જાતિના પારને છે. આ સિવાય ગૌરીપદની લંબાઈ સાથે શિવલિંગની લંબાઈ પણ મેળ ખાતી નથી. આ માટે રાજા રાજેન્દ્રલાલ મિત્ર તે જણાવે છે કે, પ્રાચીન કાળમાં અહી અશોકને સ્તબ હતો કાળાંતરે તેને સ્થાને લિંગસ્થાપના થઈ છે અને ત્યારપછી તેની ઉપર મંદિર ઉભું કરવામાં આવ્યું છે. ભુવનેશ્વર સ્ટેશનથી રામેશ્વર જતાં પ્રથમ રામેશ્વર મન્દિર આવે છે. ભુવનેશ્વર મહાદેવને રય મન્દિર સુધી આવે છે. રામેશ્વર મંદિરની પશ્ચિમે અકયું ઉપર સારનાથમાં રહેલ અશોક સ્તંભના શિરોભાગ જે લાંબો મે ખંભ શિરોભાગ છે, જેની ઉપરની મૂર્તિઓ નાશ પામી છે; માત્ર મૂર્તિને બેસાડવાનું અર્ધગોળ થાળું દષ્ટિગોચર થાય છે. x ઉપલબ્ધ સ્તંભશિરોભાગથી અનુમાન થાય છે કે ભાસ્કરને સ્તંભ ૨૯ થી ૩ ફૂટ બધી અત્યારે માટીમાં (જમીનમાં) ધરબાએલ હોવો જોઈએ. તેમજ તે સમયે અત્યારના થરથી ૩૦ ફૂટે નીચે જમીન હોવી જોઈએ, આ ઉપરથી એ પણ નક્કી થાય છે કે આ સ્થાનમાં ઉપરના બદલે નીચેમાં વિશેષ શેધ કરવી જોઈએ અને તેમ કરવાથી અતિહાસિક વિષયમાં ઇચ્છિત લાભ થશે. અમે તે આસપાસની જમીન તપાસવાનું શરૂ કર્યું. નીચેના ભાગમાંથી જે વસ્તુ મળે છે તે ઉપરની વસ્તુઓ કરતાં વિશેષ પ્રાચીન હેય એ અમારે ખ્યાલ હતે. પરિણામે એક નવે કુવો ખોદતાં તે સ્થાનમાંથી બે મૂર્તિઓ મળી, જેમાં એક બુહદેવની અને બીજી જૈન તીર્થકરની મૂર્તિ હતી, જે પૈકીની બુલમૂર્તિ ઇ. સ.ની નવમી સદીની હોવાનું અનુમાન છે. વિશેષ શેલ કરવામાં આવે તો આ જમીનના સમાન થરમાંથી બીજી ૫) વસ્તુઓ મળવાને સંભવ છે. અશોક સ્તંભની ચારે બાજૂ ગાળ પાષાણુ-બંધન છે, જે સાંચીતૂપ તથા ભરડૂતના પાષાણુ બન્ધનને મળતું છે. આથી ભાસ્કરેશ્વરનું લિંગ એક સમયે અશોક સ્તંભ હેવાનું અનેક રીતે નક્કી થઈ ગયું છે. પાષાણુ-બંધનની પડખે ખેલ મતિ નું ગઠન રચના For Private And Personal Use Only
SR No.521634
Book TitleJain_Satyaprakash 1947 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy