________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ 1 જેને વર્તમાનપત્રોના અભિપ્રાયો
૨૦૫ તેઓ તે સ્થાન તરફ દોરાય છે. શ્રી અંબાજી જેવાં હિંદુ મંદિરોમાં કેટલાક જેને પણ જાય છે અને બાધા વિગેરને નામે કાંઈક ને કઈક મૂકી આવે છે. એટલા માત્રથી તે મનિર ઉપર જૈનો હક્કનો દાવો કરી શકે નહિ. એવી જ રીતિએ મુસ્લીમોનાં કઈ ઈ સ્થાનમાં દોરાધાગા વિગેરે માટે કેટલાક હિન્દુઓ જાય છે અને ત્યાં કાંઈક ને કઈક ખર્ચા આવે છે, છતાં તેટલા માવથી તે મુસ્લીમ સ્થાન ઉપર હિન્દુઓ હક્ક કરી શકતા નથી. શ્રી કેસરીઆઇ, એ પણ ચમત્કારીસ્થાન તરીકે વિશેષ પ્રસિદ્ધિને પામેલ છે. આથી હિન્દુઓ કે જેમાં ભલેને સમાવેશ થાય છે–અને જેના પણ દિગંબરી કે સ્થાનકવાસી આદિ સંપ્રદાયના માણસો, ભગવાન શ્રી ઋષભદેવજીની પ્રતિમાને પૂજવાને આવતા હોય, એટલા માત્રથી ભી વિગેરે હિન્દુઓ કે દિગમ્બર વિગેરે જેને એ તીર્થ ઉપર પોતાને હક્ક છે એવું કહી શકે નહિ અને તેઓ તેમ કહે તો પણ તે કઈ ન્યાયી માણસને કબૂલ થઈ શકે નહિ, ચમત્કારના કારણે દર્શન-પૂજન કરવા આવેલા હિન્દુઓ અને દિગમ્બર વિગેરેએ પોતાની માનતા વિગેરે કારણે તીર્થમાં કદાચ ગમે તેટલું દ્રવ્ય આપ્યું હોય અગર તો તીર્થનું અમુક કામ કરાવી દીધું હોય, તે પણ તેથી મંદિર ઉપરના હક પુરવાર થતું નથી. શ્રી કેસરીઆજીનું મન્દિર એ પહેલેથી જ વેતામ્બર જેનું મદિર છે, એવું પુરવાર કરવાને માટે વ્યાજબી પુરાવાઓને તો નથી. સૈકાઓ થયાં એ મંદિરમાં વેતામ્બર આમ્નાયના વિધિવિધાનથી પૂજન થતું આવ્યું છે. લગમગ ત્રણ વર્ષ થયાં ભગવાનને આંગી ચઢે છે એવા નિશ્ચિત લેખ મળે છે, અને દિગમ્બરના મંદિરમાં તો આંગી ચઢે જ નહિ. બાવન જિનાલય દિગમ્બરમાં નથી હોતા, કતામ્બરમાં જ હોય છે અને શ્રી કેરી આજી તીર્થમાં બાવન જિનાલય છે. ત્યાં વેતામ્બર જૈનાચાર્યોની મૂર્તિ અને પાદુકા પણ છે. તબિરોનું બનાવેલું ત્યાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુનું દેરાસર પણ છે. સૈકાઓ થયા પતાંબરે જ વહીવટ કરતા આવ્યા છે અને કુંચીએ તારો પાસે જ રહેતી હતી. આજે પણ ત્રણ કુંચીઓ વેતામ્બરોની પાસે જ છે. આવાં તે સંખ્યાબંધ પ્રમાણે છે, કે જેથી શ્રી કેસરીઆઇ તીર્થ એ વેતામ્બર મૂર્તિ પૂજક જૈનોનું તીર્થ હોવાનું પુરવાર થાય છે. આ તો દિગમ્બર ભાઈએ હક્કની ખોટી લડત ઉપાડી, બેટી અરજીઓ કરી, મારામારી કરી અને બેટા પુરાવા ઉભા કરવાના પ્રયત્ન કર્યો, તેનું ફલ ભોગવવાનો વખત આવ્યો છે. કોઈ પણ મન્દિર દિગમ્બર ભા એનું હોય તે તેને દિગમ્બર મન્દિર તરીકે સ્વીકારવાને વેતાંબર જેને તૈયાર જ છે. પણું શ્વેતામ્બર મદિરને દિગમ્બરનું મૂળ મન્દિર હરાવીને આખર તો સાર્વજનિક હિન્દુ મન્દિર કરાવવું તથા તેમ કર ને પણ મદિરને વિદ્યાલયની આવકનું સાધન બનાવવું, તે ખરેખર અન્યાયપૂર્ણ તેમ અત્યાચારપૂર્ણ છે. દિગમ્બર જૈન પ્રતિક સગામુંબાઈને સાપ્તાહિક પત્ર “જેનમિત્ર” ના તા ૩–૭–૪૭ના તંત્રીલેખમાં એમ લખ્યું છે "....ध्वजादंड या ध्वज चढाने का अधिकार दि. जैन समाजका ही है, लेकिन श्वे. जैन समाजने इस हकमें आपत्ति की जिसका परिणाम आज यह आया है कि...." આ કારણે પણ અહીં અમારે કેટલીક હકીકત સપષ્ટ કરવી પડે છે. જો કે–દિગમ્બર ભાઈઓએ પણ ઉદેપુરના મહારાણા સાહેબના તાજા હકમને વિરાધ જ કર્યો છતાં તેમણે આવી છેટી હકીકત લખવી એ ઠીક નથી. (અપૂર્ણ: તા. ૧૧-૭–૧૭)
For Private And Personal Use Only