SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( વર્ષ ૧૨ ૩૦૪ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ ummmmmmmmmmmmmmmmmmmmondanneer અને તે તા. ૫ જુન ૧૯૪૭નો અન્યાયપૂર્ણ હુકમ જાહેર કરતી વખતે અને મજકુર હુકમ જાહેર કર્યા પછી પણ મજકુર કમીશનના રિપોર્ટની સઘળી હકીકત જણાવી નથી. સંવત ૧૯૯૦માં ઉપર્યુક્ત કમીશન નિમવામાં આવ્યું, તે પહેલાં જ ઉદેપુર રાજ્ય તરફથી શ્રી કેસરીઆજી તીર્થને સાર્વજનિક હિન્દુ તીર્થ તરીકે જાહેર કરવાનો પ્રયત્ન થયો હત; શ્વેતાંબર જૈનેને સૈકા જૂને વહીવટ છીનવી લેવાનો પ્રયાસ થયે હો અને સઘળા હિન્દુઓને આ તીર્થના વહીવટમાં હક્ક છે એવું ખોટું ઠરાવવાની પેરવી થઈ હતી. તે વખતે મોટો વિરોધ થયેલ અને પછી ઉપર્યુક્ત કમીશન નીમવામાં આવ્યું હતું. અમને ખ્યાલ છે ત્યાં સુધી તે તે પછી જ શ્રી કેસરીઆ તીર્થનો ભંડાર ખેલીને રાજયે તે કબજે લીધો હતો. પણ તે રકમ અનામત રાખવામાં આવી હતી. શ્રી કેસરીઆજીના ભંડારનું રાજ્યના દેવસ્થાન મહકમામાં જુદુ જ ખાતું રખાએલું. આથી એ વાતને વધુ ઊહાપોહ થયેલે નહિ. પણ ઉપરની હકીકતો જોતાં, ઉદેપુરના મહારાણુ સાહેબની ધારણ વિષે શંકા ઉપજે તે સ્વાભાવિક છે. મજકર ધ્વજાદંડ કમીશનના રિપોર્ટમાંની હકીકત કે હકીકત વિષે કાંઈ પણ લખવા અગર બોલવા માટે તે રિપોર્ટની સાંગોપાંગ નક્લ બરાબર તપાસવી જોઈએ. પણ તે આપણી પાસે છે નહિ અને ઉદેપુર રાજ્ય તરફથી મજકુર રિપોર્ટમાંની કેટલીક નિર્ણયામક હકીકત જાહેર કરવામાં આવી છે, કે જે સત્ય હકીકતોને ઉથલાવી નાખનારી છે. “મજકુર કમીશનના રિપોર્ટ દ્વારા નીચેની સાચી હકીકતો માલૂમ પડી છે –એમ જણાવીને, ઉદેપુરના મહારાણા સાહેબે તા. ૫ જુન ૧૯૪૭ના પિતાના હુકમમાં જે જાહેરાત કરી છે, તેમાં પહેલી હકીકત એ છે કે – "A. Though originally a Digambari temple the shrine of Rakhabdeoji from times immemorial is worshipped by Hindus including Bhils and Jains of all sects." ભાવાર્થ જો કે શ્રી કેસરીજીનું મંદિર એ મૂળ તે દિગબરી મંદિર છે, તે પણ રીખદેવજીની મૂર્તિ અસ્મૃતિ કાલથી હિન્દુએ, કે જેમાં ભીલોનો સમાવેશ થાય છે, અને બધા જૈન સંપ્રદાય દ્વારા પૂજાય છે. ઉપરની બીનામાં આપણે મૂળભૂત વાંધો એ છે કે-શ્રી કેસરીઆજીનું મંદિર એ મૂળ તે દિગંબરી મંદિર છે એમ જે કહેવામાં આવ્યું છે તે સત્યથી અને પ્રબલ પ્રમાણેથી વિરુદ્ધ છે. શ્રી કેસરીઆઇ તીર્થમાં આવેલ ભગવાન શ્રી કષભદેવસ્વામિજીની મૂર્તિ અઘળા હિન્દુઓ દ્વારા અને જેનોના પણ સઘળા ફિરકાઓ દ્વારા પૂજાતી આવી છે-એ હકીક્ત જે માત્ર હકીકત રૂપે જ કહેવામાં આવે તો તેમાં વાંધા પડતું કાંઈ નથી, પરંતુ તેમ કહીને જ સઘળાને હક્ક છે એવું સાબીત કરવાનો પ્રયત્ન કરવામાં આવે, તો તે ન્યાયથી અમને જગતમાં સર્વત્ર પ્રચલિત રીત-રસમોથી વિરુદ્ધ જ ગણાય. કેઈ પણ હિન્દુ ના મંદિરમાં જેનો જતા હોય અગર તે મુસ્લીમોની મજીદમાં હિન્દુઓ જતા હોય, તે એટલામાત્રથી તે હિંદુ મંદિર ઉપર જૈનોનો અને તે મજીદ ઉપર હિંદુઓને હક્ક છે એમ કહેવા નીકળવું, એ શાણપણનું દેવાળું કાઢવા બરાબર જ છે. જગતમાં કેટલાંક સ્થાને ચમત્કારી સ્થાને તરીને પ્રસિદ્ધિને પામે છે. એ સ્થાનના ચમત્કારની કથા જેમ જેમ પ્રચાર પામે છે, તેમ તેમ જેઓ ચમકારના લોભી હોય છે For Private And Personal Use Only
SR No.521633
Book TitleJain_Satyaprakash 1947 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy