SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ [ તા. ૧૧-૭-૪૭ ના અધૂરા લેબનો બાકીનો ભાગ મજકુર ચૂકાદામાં કમીશનના રીપોર્ટમાંની હકીકતોના નામે જાહેર કરાએલી પાંચ બાબતોમાં બીજી બાબત એ છે કે શ્રી કેસરીઆ તીર્થની મીકો અને ફંડે, એ દેવસ્થાન મહકમાને એક ભાગ બનેલે છે. એક ટ્રસ્ટી તરીકે ઉદેપુરના મહારાણુ સાહેબે તે અમુક સમયને માટે દેવસ્થાન મહકમામાં રાખેલો છે. ઉદેપુરના મહારાણું સાહેબ બસો વર્ષ થયાં તેની વ્યવસ્થાની સઘળી સત્તા ભોગવે છે, એટલું જ નહિ પણ મંદિરની અંદરની વિધિઓ અને ક્રિયાઓની રજા આપવાને હક પણ તેઓ બસે વર્ષ થયાં ભોગવે છે. કમીશનના સભ્યોએ આવી ભારે શોધ ક્યા આધારે કરી, તે આપણા જાણવામાં આવ્યું નથી. જે કાંઈ આપણું જાણવામાં આવ્યું છે, તે ઉપરની હકીક્તને સાવ બેટી ઠરાવે તેવું છે. વખતો વખતની રાજ્યની દરમ્યાનગીરીને કારણે જે ઉપર જણાવેલી રાજ્યની સત્તા માની લેવામાં આવી હોય, તો તે ભૂલભરેલું છે. વારંવારની રાજ્યની દરમ્યાનગીરી ઠે તે ઘણું કારણ છે. પહેલું કારણ તો એ છે કે–મેવાડ રાજ્યના મહારાણા સાહેબ શ્રી કેસરીઆ તીર્થના ભક્ત હતા. તેઓ ત્યાં યાત્રાએ પણ જતા અને આભૂષણદિ પણ ચડાવતા. માત્ર મેવાડ રાજયના મહારાણુઓની વાત શું કામ કરીએ? રાજપૂતાનાના હાગભગ બધા નરેશ આ તીર્થ પ્રત્યે ભકિતભાવવાળા હતા અને આભૂષણાદિ ચડાવતા. Indian Antiquary Vol. I. 18729 Page 96 Hi eve 3 }-- “ All the rulers in Rajputana send gifts to Rishabnath-saffron, jewels, money and in return receive the high priest's blessing." ઈન્ડીઅન એન્ટીકવરી, પુસ્તક પહેલું, સને ૧૮૭રના પૃ. ૯૬માં લખ્યું છે કે-રાજપૂતાનાના તમામ રાજ્યકર્તાઓ કેસર, ઝવેરાત અને નાની ભેટ શ્રી રીખવનાથ દેવને મેલે છે અને બદલામાં ઉચ્ચ ધર્મોપદેશકની આશિષ મેળવે છે. આ રીતિએ મેવાડ રાજ્યના મહારાણા સાહેબ આ તીર્થન ભક્ત હોવાથી તેમ જ તેઓ વેતામ્બરીય મહારને માનનારા હતા, એથી પણ આ તીર્થની સારી વ્યવસ્થા માટે કાળજી રાખે તે સ્વાભાવિક છે. એટલા માત્રથી એક રાજા તરીકેની હકુમત તેઓ તીર્થ ઉપર ભોગવતા હતા એમ કહી શકાય નહિ. દરમ્યાનગીરીનું બીજું કારણ એ છે કે ધુલેવ નગર મેવાડ રાજ્યમાં આવેલું છે, એટલે જ્યારે જ્યારે અમુક તકરારો ઉપસ્થિત થાય અને સત્તાની દરમ્યાનગીરી વિના તે તકરારોને દૂર કરી શકાય ન%િ, ત્યારે ત્યારે લાગતા-વળગતાઓ રાજસત્તાને શરણે જાય અને જે કાંઈ વ્યાજબી છે તે નક્કી કરી આપવાની તેમ જ જે નકી થાય તેનો અમલ કરવાને માટેની સગવડતાની માગણી કરે જેમ કે પંડાઓ સાથે અથવા તો દિગંબરોની સાથે કોઈ પણ બાબતમાં તકરાર ઉભી થાય, ત્યારે નિર્ણય માટે જવાનું તે મેવાડ રાજ્યના મહારાણ સાહેબ પાસે જ ને? આવી રીતિએ રાજ્યની દરમ્યાનગીરી થાય, તેથી શું એમ કહેવાય કે-મંદિરની દરેક ધાર્મિક ક્રિયાઓની રજા આપવાનો અધિકાર મેવાડના મહારાણા સાહેબને છે ? કોઈ પણ સમજુ માણસ તે આવું કહે જ નહિ, વળ-વિ. સં. ૧૯૦૭ના કાર્તિક વદી ના દિવસે ઉદેપુરના શ્રી સંઘને શ્રી કેસરીઆજના પંડાઓએ એક કરાર લખી આપ્યો હતો તેમજ વિ. સં ૧૯૦૬ ના અધિક For Private And Personal Use Only
SR No.521633
Book TitleJain_Satyaprakash 1947 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy