________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કેસરિયાજી તીર્થ અંગેની ઉપુર રાજ્યની જાહેરાત સંબંધમાં જન વર્તમાનપત્રના અભિપ્રાય
[ શ્રી કેસરિયાજી તીર્થ ઉપરના જેના અધિકાર ઉપર અને શ્રી કેસરિયાજી તીર્થની દેવદ્રવ્યની મિલકત ઉપર તરાપ મારતી ઉદેપુર રાજ્યની જાહેરાત સંબંધમાં છે. જેને વર્તમાનપત્રોએ જે અભિપ્રાયો પ્રગટ કર્યા છે તે, જૈન જનતાની જાણ માટે, અહીં રજુ કરવામાં આવે છે.
-તંત્રી ] “ભાવનગરથી પ્રગટ થતું “જન” અઠવાડિક
શ્રી કેશરીયાજી તીર્થ અને પ્રતાપ વિશ્વવિદ્યાલય કેરારીયાજીનું તીર્થ એક ચમત્કારિક તીર્થ મનાય છે. જેન ઉપરાંત અ-જૈને, ભીલ જેવા નીચલા થરના શ્રદ્ધાળુઓ પણ કેસરીયા-નાથની માનતા રાખે છે ચમત્કારિક દેવ તરીકે પૂજે છે. આ પ્રકારની પ્રતિષ્ઠાને લીધે તીર્થની સંપત્તિમાં વધારો થતો રહે એ સ્વાભાવિક છે. અને જ્યાં સંપત્તિને સંચય ત્યાં હક, અધિકાર અને વર્ચસ્વની સમસ્યા ધુંધવાતી રહે એ હકીકત પણ એટલી જ સ્વાભાવિક છે. કેરીયાજી તીર્થ શ્વેતાંબર અને દિગંબર વચ્ચે એક મહાન પ્રશ્નાર્થ જેવું બની ગયું છે. એક બીજા પ્રત્યે પૂરો વિશ્વાસ રાખી શકતા નથી–૨ખેને કોઈ સમુદાય માલિક બની જાય એવી ભીતિ સતત રહ્યા કરે છે. ધવજદંડને પ્રશ્ન તો ઊભે જ છે. પંડયા અને પૂજારીએ આ તીર્થને પિતાને ગરાસ માની બેઠા છે. જાત્રાળુઓ ઉપર પિતાનું વર્ચસ્વ જમાવવા આ લેકાએ ખટપટ કરવામાં બાકી નથી રાખી. હાલમાં ઉદેપુરના મહારાણાશ્રીએ પ્રતાપ વિશ્વવિદ્યાલય નિમિતે કેસરીયાના ભંડારમાંથી પંદરેક લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો હોય એવી મતલબના સમાચાર બહાર આવ્યા છે. કેસરીયાજી તીર્થ સંબંધી ન ના–મોટા ધડાકા સાંભળવાને ટેવાયેલા આગેવાને આ છેલ્લે ભૂકંપના ભયંકર અચકા જે ધડાકે સાંભળીને દિગઢ બની ગયા છે. એમણે રડધામ શરૂ કરી દીધી છે. વ્યવસ્થિત આંદોલન ઊભું કરવાની તડામાર તૈયારી થતી જણાય છે. આજે દેશભરમાં અણુકયા અને અણુચિંતવ્યા ભારે આશ્ચર્યકારક પરિવર્તન થઈ રહ્યાં છે. આજે માત્ર આંધળુકીયાં કામ નહિ આવે. બહુ જ વિવેક, ધૈર્ય અને કુશળતાપૂર્વક કામ લેવું પડશે.
જે પ્રતાપ વિશ્વવિદ્યાલયને અંગે આ રકમ જાહેર કરવામાં આવી છે જેનું ધ્યેય આર્ય–સંસ્કૃત સાહિત્યનું અધ્યાપન અને સંસ્કૃતિ પ્રચારનું રાખવામાં આવ્યું છે તે તરફ સર્વ કોઈની સહાનુભૂતિ તથા સભાવના રહે એ વિષે અમને લવલેશ શંકા નથી. પણ એ ધ્યેયને પહોંચી વળવા મહારાજા સાહેબને જે માર્ગ બતાવવામાં આવે છે તે વાંધા અને વિધવાળા છે એમ કહેવા સિવાય નથી ચાલતું. રાજાઓ કરી ભૂલ ન કરે એ સૂત્ર સ્વીકારીએ તો સલાહકારોએ-મંત્રોઓએ મહારાજાને અવળા માર્ગે દોર્યા છે એમ કહેવું પડે.
પ્રતાપ વિશ્વવિદ્યાલયને ઉદ્દેશ ઘણે મહાન અને કલ્યાણકારી છે. એવા ઉચ્ચ ધ્યેયની સિદ્ધિ માટે સાધન પણ એટલાં જ પવિત્ર અને પ્રેરણાદાયી લેવાં જોઈએ. જેમણે આ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી છે તેમણે એની ખાતર કેટલો ભોગ આપ્યો છે? ના.
For Private And Personal Use Only