SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ છે. જેવા સંસ્કાર આ ભવમાં પાયા હોય તેવા સંસારની જાતિ (ઉદય) પરભવમાં જરૂર થાય છે. એ પ્રમાણે ચાલુ ભવના સંસારમાં પણ પૂર્વભવના જ સંસ્કાર કારણ છે. પૂર્વભવના સારા સંસ્કાર હોય, તો આ ભવમાં ઉંમરની અપેક્ષા રાખ્યા વગર આત્મિક ઉઝતિનાં સાધનની પ્રાપ્તિ, પાપનો ભય, જાતિવભાવ, ક્ષમા, સમતા, વૈરાગ્ય, ઉદારતા, ગંભીરતા વગેરે સદગુણોથી વાસિત થયેલું ઉત્તમ જીવન ગુજારી શકાય છે. બાળકે ઉંમરમાં નાના છે છતાં કેટલાંક બલકે પ્રભુનું બિંબ, મુનિવેશ વગેરેને જોઇને રાજી થાય છે, ને કેટલાંએક બાલકે રોવા માંડે છે. આનું કારણ તપાસતાં જણાય છે કે જેણે પૂર્વભવમાં દેવગુરુની આરાધના કરવાનો દઢ સંસ્કારે જમાવ્યા છે, તે બાળક જિનબિંબાદિને જોઇને રાજી થાય, જેણે પૂર્વભવમાં દેવગુરૂની વિરાધના કરી દૂધના સંસ્કાર દઢ જમાવ્યા હોય, તે બાળક જિનબિંબાદિને જોઈને અરુચિ જાગવાથી રુદન કરે છે. પૂર્વભવના મુનિભક્તિ આદિના શુભ સંસ્કારને લઈને જ શ્રી વજારવામોને હરણ જોઈ હર્ષ થયો, તેવો હર્ષ માતાએ આપવા માંડેલા રમકડાં જોઈને ન થયો. તેમજ ગોશાલ મુનિની ઉપર દેવના સંસ્કારવાળો હતો, તેથી જ્યાં જ્યાં જન્મ લે ત્યાં ત્યાં તે મુનિને ઉપસર્ગ કરે છે. રાજપુત્રના ભવમાં તેણે સુમંગલ મુનિની ઉપર રથ ચલાવતાં તે મુનિએ મૂકેલી તેજોલેસ્યાથી મરીને તે દુર્મતિમાં ગયા. એ જ પ્રમાણે સમરદિત્યચરિત્રમાં જણાવ્યા પ્રમાણે માતાએ પુત્રને ઝેર આયું. પુત્ર જાણતા છતાં સમતાથી મુનપણાની આરાધના કરી મહર્દિકવ થશે. આથી સાબિત થાય છે કે પરલોક છે જ અને પુરુષ પણ છે જ. આ બાબતમાં શાલિભદ્ર-ધન્યકુમારાદિનાં દષ્ટાંતો સુપ્રસિદ્ધ છે. હે રાજન ! હવે હું સ્વર્ગમાં ગયેલા છો અહીં નથી આવતા તે વાત દષ્ટાંત દઈ ને સમજાવું છું-તું એમ સમજ કે તું એક સુંદર રાજસભામાં બેઠો છું. તારી આગળ નાચ વગેરે થઈ રહ્યો છે, ને આનંદથી તું ગાયન સાંભળે છે. આ અવસરે દુધની નજીક ઉભે રહેલ કે માણુસ તને એમ કહે છે કે હે રાજાજી! થોડી વાર તમે અહીં પધારે! તો તું ત્યાં દુર્ગધ પાસે જાય ખરા? આને ખુલાસો કરે. રાજાએ કહ્યું. આવો આનંદ આનંદ વત્તી લો હોય, તે છેડીને ત્યાં કોણ જાય? તે પછી દેવલોકની ઋતિ વગેરેનો આનંદ છોડી તારી માતા અહીં ન આવે, તેથી સ્વર્ગ નથી, અથવા પુણ્યનાં ફલ મળતાં નથી, કે પુણ્ય નથી, એમ કેમ કહેવાય ? ગુરુના આ વચનથી રાજાને ખાતરી થઈ કે પરલોક કે પુણ્ય પદાર્થ છે જ. ૨૪ - ર૫. પ્રશ્ન- દેશી રાજ કેશી ગણધરને ત્રીજો પ્રશ્ન એ કરે છે કે મેં કઈ એક ચોરને લોઢાની કોઠોમાં પુરી દીધું. તેમાં લગાર પણ બકું ન હતું, તેથી તે મુંઝાઈને કાઠીમાં જ મરી ગયો. પછી કેડી ઉઘાડીને આ છવ ક્યાંથી નીકળ્યો? તેની તપાસ કરી. પણ ચોરના જીવને નીકળવાનું બાકું જણાયું નહિ. આ બાબતમાં હું આચાર્ય મહારાજ ! તે ચેરને જીવ કયાંથી નીકળે તે મને સમ ના. ઉત્તર - જેમાં લગાર પણ છિદ્ર છે જ નહિ એવા ભોયરામાં કે ઈ માણસ શંખ વગાડે, ત્યારે તેને નાદ (શબ્દ) બહાર સંભળાય છે. પણ તે સારને નીકળવાનું છિદ્ર જોવામાં આવતું નથી. જેમ શંખને શબ્દ રૂપી છતાં છિદ્ર ન હોય તે પણું ભયરાની બહાર નીકળે છે, તે પછી અરૂપી જીવ કોઠીમાંથી કે દેહમાંથી નીકળે, તેમાં છિદ્રની જરૂર પડે જ નહીં. એટલે શબ્દની માફક જીવને નીકળવામાં છિદ્રને વિચાર કરાય જ નહિ. આ પ્રસંગે કેશી ગણધરે શબ્દનું સ્વરૂપ ને યાઠાદ શૈલીએ જીવસ્વરૂપ વિસ્તારથી સ્પષ્ટ For Private And Personal Use Only
SR No.521632
Book TitleJain_Satyaprakash 1947 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy