________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશ કયાં ન દે ? વગરની બની. ભવિષ્યની સલામતી ખાતર પણ તેને તેમ કરવાની આવશ્યકતા હતી. બાકી તો વાંદરાના નસીબમાં કષ્ટ સહેવાનું લખાયું હોય એટલે તેને તેના હિતની બાબતમાં કાંઈ પણ કહેવું એ નકામું જ હતું. પોતાના કમનસીબથી જે કોઈ શાપિત થયેલું હોય તેને કઈ પણ હિતાચન કહેતાં કેવો અનર્થ ભેગવ પડે છે તે અનુભવથી સુધરી સમજી જ ચૂકી હતી. વાંદર જેવાને ઉપદેશ કરનારાનું ભવિષ્ય પણ ભયકર બને છે એમ સમજી હિત ચાહનાર પોપકારી પુરુષોએ આવા કર્મવત દુખપાત્ર થયેલાઓની દયાજનક સ્થિતિ જોઈ હદયમાં દયા ખાવી જોઈએ, પણ સુવરીની માફક ગ્ય સ્થળે વચનને વ્યાપાર કરતાં બહુ બહુ વિચાર કરવો જોઈએ.
કમનસીબને એનું કમનસીબ જ સમજાવી શકે તે ભલે, નહિતર કઈ નહિ, એ વિશ્વાસ પર જ આવા કમનસીબોને છોડી દેવામાં ઉપદેશકનું ડહાપણું અને હિત છે.
ન મતિ કર્મ થgs, સંસ્થાના હિતશ્રવાત ! ब्रुवतोऽनुग्रहबुद्धथा, वक्तुस्त्वेकान्ततो भवति ॥ (હિતશ્રવણથી સર્વ શ્રૌતાઓને એકાંતે ધર્મની પ્રાપ્તિ ન થાય, પણ અનુગ્રહ બુદ્ધિથી ઉપદેશ કરનારા વક્તાને તો એકતિ ધર્મની પ્રાપ્તિ થાય છે.)
વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજનું આ સુપ્રસિદ્ધ વયન, જે કાંઈ પ્રેરણું કરી રહ્યું છે ને પરથી ઓછુવતું સહન કરીને પણ ગમે તેનું, ખાસ કરીને, પોતાના ઉપકારી કે પરિચયમાં આવેલાનું સર્વ રીતે હિત સાધવા મન, વચન, કાયાથી બનતો પ્રયાસ કરવો એ સૌ કંઈ મહાનુભાવોની ફરજ છે. આ દૃષ્ટિએ, જોરે ઉપદેટા મહાન અને એગ્ય હોય છતાં છ સ્થપણુથી થોચ્યાગ્યની પરીક્ષા કરવામાં નિષ્ફળ નિવડે ત્યારે, તેને જે ગુમાવવાનું હોય છે, તો પણ બહુ ગુમાવવાનું હોતું નથી. કારણ કે, તેને તેવા પ્રસંગે કરાય અહિક ગુમાવવાનું હોય, પણ તેના બદલે તેને પારલૌકિક મહાન લાભ મળવાના હોય છે, અને તેથી તે પોતાની ફરજ બજાવી ચૂકેલો હોવાથી પૂજનીય અને ધન્યવાદને પાત્ર છે.
- આ જ રીતે લૌકિક વ્યવહારમાં ભલેને પોતાનો માળો નાશ થવાથી સુધરીને થે સમય સાંસારિક આપત્તિ ભોગવવી પડી, પણ તેણે તેની ફરજ બજાવેલી હોવાથી અને તેમાં ઉપકારષ્ટિ હોવાથી તે ધન્યવાદને પાત્ર છે. જેમકે, સાપની સાથે રમતા બાળકની રમતમાં ભલે ને ભંગ થાય ને બાળક રડી ઊઠે, અથવા તો તે તેની માને ગાળો ભાંડે છે લાતો દે, તો પણ માની ફરજ ગમે તે રીતે તેને સાપથી છૂટો કરવાની છે. એ ફરજ તેણે બજાવવી જોઇએ, જે ન બજાવે તો તે મટી ગુનેગાર છે. બાળકને રમતમાં ગમ્મત પડે તેની જ ખબર છે તેને સુંવાળા સાપની પકડથી આવનારા ભયંકર પરિણામોનું ભાન નથી. તેથી તેનું ધ્યાન અન્યત્ર દેરી તેને દૂર કરી લેવામાં મા બેગ જ કરે છે અને તે ધન્યવાદને પાત્ર છે, આમ કરતાં માનો આત્મા સંતોષ જ અનુભવે છે. એમ લાલિશતા કે અજ્ઞાનતામાંથી કેને બચાવવા જતાં કાઈ કવચિત હાનિનો ભોગ થઈ પડે, પણ તે પોતાનું કર્તવ્ય ને ફરજ બજાવનાર હિતેચ્છુ આખા જીવનભર શાંતિ ને આનંદ અનુભવે છે, અને તેના ઉપદેશને નહિ ઝીલનાર કે હિતરિક્ષામાં અકળાઈ જઈ રીસ લાવવા પૂર્વક વિપરીત પરિણામ લાવનાર આશાન્તિ, શક, પશ્ચાત્તાપ, દુખ કે ભવાંતરીય આપત્તિઓને અનુભવે તેની જવાબદારીમાંથી તે મુક્ત થાય છે.
For Private And Personal Use Only