________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર–પ્રાધ પ્રજક-પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય પદ્મસુરિજી
(ગતાંકથી ચાલુ) ૧૫ પ્રશ્ન-ભવસ્થિતિ અને કાયસ્થિતિમાં ફેર છે?
ઉત્તર–વિવક્ષિત (ચાલુ) ભાવમાં રહેવાનો જે કાલ તે મવથત કહેવાય, ને વિક્ષિત ભવના જેવું સ્વરૂપ લામાટ જેટલા ભસુધી પામે તેટલે કાળ કાયસ્થિતિ કહેવાય. જેમ વિકલેન્દ્રિય મરીને વિકસેન્દ્રિયપણે લાગલાનટ સંખ્યાતા વર્ષ સુધી ઉપજે, તે પછી વિકલેન્દ્રિય સિવાય ભવ જરૂર પામે. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય સાત આઠ ભવ સુધી ઊપજે. આવી કાર્યાતિ ફકત મનુષ્ય તિર્યંચોને અંગે જ ઘટી શકે. પણ દેવનારકની અપેક્ષાએ ન જ ઘટી શકે. કારણ કે, કોઈ પણ દેવ અથવા નારક પિતાના ચાલુ ભવનું આયુષ્ય પૂર્ણ કરીને આંતરા રહિતપણે એટલે તરત જ દેવપણું કે નારકપણે પામી શકે જ નહિ. એટલે જે કારણેની સેવનાથી દેવ૫ણું કે નરકપણું પામી શકાય, તેવાં કારણે નથી દેવભવમાં કે નથી નરકભવમાં. આ મુદ્દાથી દેવ ઓવીને તરત જ દેવ પણ થાન ને નારક ૫ ન થાય. તથા નારક જીવ મરીને તરત જ નરક ભવમાં ન જાય ને દેવભવમાં પણ ન જાય. તેઓ ઓછમાં ઓછો એક ભવ મનુષ્યનો કે તિર્યંચને કરે તો જ ફરી દેવ છું કે નરકણું પામી શકે. માટે જ કહ્યું કે દેવનારકને અંગે કાયસ્થિતિની વિચારણું ન ઘટી શકે. ૧૫.
૧૬ પ્રશ્ન-કયા કયા જીવ સંમૂર્ણિમ મનુષ્યપણું પામી શકે ને ક્યા જી ન પામી શકે ?
ઉત્તર–૧ દેવ ૨ નારકી, ૩ તેઉકાય, ૪ વાયુકાય, ૫ અસંખ્યાતા આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ સિવાયના તમામ સંસારી જીવો અનંતરભ સંમૂર્ણિમ મનુષ્યપણે ઉપજી શકે. કહ્યું છે કે
नेरइयदेवअगणि, वाउयवज्जिय असंखजीवाओ॥ सेसा सवेऽवि जिया, संमुच्छिम मणुएसु गच्छति ॥१॥३१॥
અહીં જણાવેલા દેવ વગેરે પાંચ માથી દેવ અને નારકી, અનંતર ભવમાં ગર્ભજ મનુબ તિર્યચપણે ઉપજે, તેઉકાય, વાયુકાય, અનંતરભવે મનુષ્યપણું ન જ પામે, તથા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યા અને મનુષ્યો અનંતર જરૂર દેપણું જ પામે, આ કારણથી દેવ વગેરે પાંચ છ સંભૂમિ મનુષ્યપણું ન પામે એમ કહ્યું. ૧૬.
૧૭ પ્રશ્ન–સંમૂછમ મનુષ્યો ચાલુ ભવનું આયુષ્ય પૂર્ણ કરી અનંતરભવે કયા કયા જીવસ્થામાં જાય ? ને કયા જીવસ્યાનમાં ન જાય ?
ઉત્તરસંભૂમિ મનુષ્ય મ પામી અનંતરભ દેવ, નારક, યુલિયા સિવાય તમામ જીવસ્થાનકમાં જઈ શકે. સંભૂમિ મનુષ્યપણુમાં દેવપણને તથા યુગલિકપણાને પમાડનારાં કારણોની સેવના સંભવતી નથી, માટે સંપૂમિ મનુષ્ય મરીને અનંતરભવે દેવપણું કે યુગવિપણું ન જ પામી શકે. તેમજ તે રિથતિમાં નરકપણું પમાડનારા પાપકર્મનાં સાધન ૫ણું સેવના સંભવતી નથી, તેથી એમ કહ્યું કે, સંસૂઈમ મનુષ્ય મરણ પામી અનંતરભ નારાણું ન પામી શકે. કહ્યું છે કે
For Private And Personal Use Only