________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન દર્શન લેખક:—શ્રીયુત મેહનલાલ દીપચંદ ચેકસી
(ગતાંકથી ચાલુ) ગુણસ્થાન એટલે આત્મશક્તિના વિકાસની કમિક અવસ્થા. સિદ્ધતિકારો એ સંબંધમાં જણાવે છે કે આત્માના પરિણામો મુજબ એમાં ચઢ-ઊતર થાય છે. અગાઉ આપણે જોયું તેમ આત્મા જયાં સુધી કર્મનાં આવરણોથી લેપાયેલ હેાય છે ત્યાં સુધી તેનું શુદ્ધ સ્વરૂપ દષ્ટિગોચર થતું નથી. જેમ જેમ એ આવરણ ઓછો થતાં જાય છે, કિંવા ખંખેરાઈ દૂર કરાય છે તેમ તેમ મૂળ સ્વરૂપના વધુ ને વધુ પ્રમાણમાં સ્પષ્ટ દર્શન થતાં જાય છે. આ ક્રિયાને દર્શાવવાનું કાર્ય આ ગુણસ્થાનો પર અવલંબે છે. ચૌદમું ગુણસ્થાન એટલે જ સંપૂર્ણ દશાની પ્રપ્તિ, અર્થાત્ આત્માનું સચ્ચિદાનંદયપણું, કર્મસમૂહથી કાયમી છુટકારો, નિરંજન-નિરાકાર દશા. આ ગુણસ્થાનની સંખ્યા ચૌદ છે. મુકિતપુરીમાં પહોંચવા સારુ એ ચૌદ પગથીઆ નીસરણીની ઉપમાને પામ્યા છે. સીડી પર ચડનાર વ્યકિત પગથિયું ચૂકે તો જેમ લપસી પડવાનો સંભવ છે તેમ અહીં પણ આત્મા ઉપગ મૂકે તે પાછા પડવાનો સંભવ છે જ. શકિતવંત પગથિયું કુદાવી જાય તેમ અહીં પણ જાગ્રત આત્મા અમુક રસ્થાને સ્પેશ્યા વિના ઉપરના સ્થાને જઈ શકે છે. કર્મનાં બધાં આવરણોમાં મોહનું બળ વધુ છે. જેટલે અંશે એ કર્મ ઉપર કાબુ મેળવાય એટલે અંશે પ્રગતિને પારો ઉચે જાય. મેહનું સ્થાન આઠ કર્મોમાં રાજા સમાન છે. એની સ્થિતિ પણ સૌ કરતાં લાંબી છે કે, આપણે જોયેલી છે. મોહની બે પ્રધાન શકિતઓ તે દર્શનમોહ અને ચારિત્રમોહ, પ્રથમ શક્તિની પ્રબળતાથી આત્મા જડ-ચેતનને વિવેક કરી શકતો નથી. બીજીની બળવત્તાથી એ પર પરિણતિથી છૂટી સ્વમાં તદાકાર બની શકતો નથી. કઈ પણ વસ્તુનું યથાર્થ દર્શન (બંધ) થયા પછી જ એ વસ્તુને પ્રાપ્ત કરવાની કે ત્યજવાની તાલાવેલી થાય છે અને સફળતા પ્રાપ્ત કરાય છે. આધ્યાત્મિક વિકાસગામી આત્મા માટે પણ મુખ્ય બે જ કાર્ય છે. પહેલું સ્વ તથા પરનું યથાર્થ દર્શન યાને ભેદજ્ઞાન કરવું અને બીજું પરને છોડી “સ્વ”માં રિત થવું.
પહેલી શકિત મંદ થયા પછી જ બીજી અનુક્રમે તદ્દન મંદ થાય ત્યારે જ આમા સ્વરૂપદર્શન-સ્વરૂપ પ્રાપ્ત કરે છે.
૧. મિથાદષ્ટિ, ૨. સાસ્વાદન, ૩. મિશ્રદષ્ટિ, ૪. અવિરત સમ્યગદષ્ટિ, ૫. દેશવિરતિ, ૬. પ્રમત્તસયત, ૭. અપ્રમત્તસંવત, ૮. અપૂર્વકરણ, ૯. અનિવૃત્તિ બાદર, ૧૦. સૂક્ષ્મ સંપાય, ૧૧. ઉપશાંત મોત, ૧૨. ક્ષીણ, ૧૩. સગવળી અને ૧૪. અયોગ વળી -આમ ચૌદ ગુણસ્થાનકનાં નામ છે. આ સંબંધમાં સૂક્ષ્મતાથી જ્ઞાન મેળવવાના જિજ્ઞાસાએ ગુણસ્થાનકક્રમારોહ આદિ એ વિષય પર પ્રકાશ પાડતા ગ્રંથ અવલોકવા.
એનો સામાન્ય સાર આ પ્રકારે છે :
અવિકસિત અથવા સર્વથા અધઃ પતિત આત્મિક અવસ્થા એ પ્રથમ ગુણસ્થાન છે. અહીં ઉપર વર્ણવેલી મેહની શકિતઓ પ્રર્બળ હોવાથી આત્મા તાવિક લક્ષ્યથી સર્વ પયારે રાજ્ય હેય છે.
બીજા અને ત્રીજા ગુણસ્થાનમાં વિકાસનું સહજ સુરણ હોય છે. પ્રબળતાને અવિ
For Private And Personal Use Only