________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
યુગપ્રધાન પછી આકાશગામિની વિદ્યાના પ્રતાપે સૂરિપુંગવ આર્ય શ્રી વજહવામી પુરીથી ઊડીને નીકળ્યા. રસ્તામાં પિતાના પિતા ધનગિરિના મિત્ર દુતાશન દેવના ઉદ્યાનને માળી તેમનું સન્માન કરી નિવે છે. પ્રમો! શી આજ્ઞા છે? આજે આ૫નાં દર્શન કયાંથી? ત્યારે આચાર્ય મહારાજ બોલ્યોઃ પુરીના સંધને પ્રભુની અંગરચના કરવા પુષે જોઇએ છે. માળી- આ બગીચામાં વિશ લાખ ફૂલે ઊતરે છે. આપણે જોઈએ એટલાં આપું.
યં વજસ્વામી – હું અહીંથી દૂર જાઉ છું, થોડી વારમાં પાછો આવીશ. એ દરમ્યાન તમે એ ફૂલોનો ઉપયોગ કરી તૈયાર રાખશે.
માળી – જેવી આજ્ઞા.
ત્યાંથી વજસ્વામી હિમવંત પર્વત પર ગયા. રસ્તામાં આવતાં સિદ્ધાયતનમાં બિરાજમાન જે વીતરાગ–પ્રભુની ભવ્ય મૂર્તિનાં દર્શન કરી જ્યાં ભગવતી લક્ષ્મીદેવીનું સ્થાન છે ત્યાં પાદ્રહમાં ગયા. ત્યાં પણ લક્ષ્મીદેવી સામે જ મલ્યાં. મહાપ્રતાપી આર્ય શ્રી વજવામીને જોઈ લક્ષ્મીદેવીએ વંદના કરી અને પૂછ્યું: ફરમાવો શી આજ્ઞા છે?
આર્ય શ્રી વજસ્વામી –- તમારા હાથમાં રહેલ કમલ પુષ્પ શ્રીવીતરાગદેવની પૂજા માટે જોઈએ છે. તે આપે.
લક્ષ્મી –– એમાં તે શું મોટી વાત છે? આપ કહે તો ઇંદ્ર મહારાજના ઉદ્યાનમાંથી આવાં જોઈએ એટલાં કમલે લાવી દઉં.
આચાર્યશ્રી – અત્યારે વધારે ખપ નથી, આ એક જ કમળ બસ છે. લક્ષ્મીદેવીએ તરત જ સહસ્ત્ર ત્રી, સૂર્યસમ વિકસિત કમલ સૂરિજીને વિમાનમાં મૂક્યું.
સુરીશ્વરજી ત્યાંથી પુનઃ હુતાશન ઉદ્યાનમાં આવ્યા. ત્યાં મોટું વિમાન વિકલ્પ મળીએ એમાં ફૂલ ગોઠવ્યાં. પછી સૂરિજીએ પોતાના મિત્રને બોલાવ્યા, બધા મળી પુરી પધાર્યા.
આકાશમાં વિમાન આવતાં જોઈ બુક્રાચાર્યે ઉઘેષણ કરાવી કે બુદ્ધદેવની પૂજા કરવા દેવો આવે છે. આખું નગર, રાજા, પ્રજા ધર્માચાર્યો બધા બુદ્ધ મંદિર પાસે એકઠા થયા, ત્યાં તો વિમાને એ મંદિરને મૂકી આગળ વધ્યાં અને જિનમંદિર પાસે ઊતર્યા. પુષ્પોથી નિમૂર્તિઓને અંગરચના થઈ જિનમંદિર શોભાવ્યાં અને દેવોએ પણ ખૂબ ઉત્સાહ, પ્રેમ, શ્રદ્ધા અને ભકિતથી વીતરાગ પ્રભુની પૂજા કરી. આખા નગરમાં વાયુવેગે વાત ફેલાઈઃ જૈન મંદિરોમાં તાજાં સુગંધી ફૂલે આવ્યાં છે, દેવતાઓ આવ્યા છે અને આ બધે પ્રતાપ જૈનાચાર્ય શ્રી આર્ય વજસ્વામીજીનો છે. - રાજા, અંત:પુર અને સમસ્ત પ્રજાજને સૂરિજી મહારાજના આ ચમત્કારથી અને આ વિદ્યાશકિતથી પ્રસન્ન થયા; બુદ્ધાચાર્યો જનતાને અને રાજાને રોકવા ઘણું ઘણું પ્રયત્નો કર્યા, પરંતુ આજે એ બધાયનાં અજ્ઞાનપડલ હટી ગયાં હતાં.
આચાર્ય શ્રી.આર્યાવરવામીએ સયધર્મની પ્રરૂપણું કરી અને રાજાને ઉદ્દેશીને કહ્યું: રાજન, તમારા રાજ્યમાં આવો પક્ષપાત ન શોભે. ધર્મ એ તો આત્માતો ગુણ છે. જ્યાં રાગ અને દ્વેષ છે ત્યાં ધર્મ ને ઈ શકે. પક્ષપાત અને દૃષ્ટિરાગ છે ત્યાં ધર્મ નહિ, ધર્મભાસ છે. ધર્મ તો શીખવે છે રાગ અને દ્વેષ છેડો, ક્રોધને કષાયને ત્યાગ કરો, હું ને મન છોડે. રાજન! ધર્મ કરનાર મનુષ્ય બીજાનું દિલ દુઃખાય એથી પૂરો સાવધ રહે. કાચો ધર્મનિષ્ટ મનુષ્ય એનું જ નામ કે જે સત્યધર્મને અનુરાગી હૈય, જેને સાચું
For Private And Personal Use Only