________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ કથિત મા ક્રમસર આગળ વધવું પડે છે. અને એમ થાય તો જ એક પછી એક કરતાં એ ચાર અદશ્ય થાય છે. એ વાત યથાર્થ સ્વરૂ૫માં ગુણસ્થાનકની વાત વિચારતી વેળા આગળ ઉપર જોઈશું.
વિશ્વની નિયામક્તામાં, ઉપર જોયું તેમ, કર્મને ફાળે જે તે નથી એમ પ્રથમ નજરે જણાય છે, અને એ વાત સાવ ખોટી પણ નથી; આમ છતાં એના સહકારમાં બીજાં ચાર કારણે ઓછાવત્તા પ્રમાણમાં હોય છે જ, અને એ બધાં મળીને પાંચ સમવાય તરીકે ઓળખાય છે.
કાળ, રવભાવ, નિયતિ, પૂર્વ કર્મ અને પુરુષાર્થ-એ એનાં નામે છે. જગતમાં કિંવા ત્રણ લેમ સમયે સમયે બની રહેલાં નાના મોટા દરેક બનાવોમાં ચર્મચક્ષુધારી એવા માનવીની નજરે ભલે એમાં કોઈ એકની મુખ્યતા જણાય, પણ જ્ઞાનચક્ષુવાળા તીર્થકર દેવો જણાવે છે કે, પાંચ આંગળીની માફક એ પાંચે કારણે પ્રત્યેક ક્રિયામાં ભાગ ભજવતાં હોય છે. આ સમવાયના સ્વરૂપ અને એમની દ્વારા સર્જાતી કાર્યવાહી અંગે પૂજ્ય આચાર્ય શ્રી. સિદ્ધસેન દિવાકરજીએ પોતાના સન્મતિત નામા તર્કના મહાન ગ્રંથમાં સપ્રમાણ છણાવટ કરેલી છે. અને એ વિષયમાં વ્યાખ્યાનકાર શ્રી. વિજયલક્ષ્મી સૂરિએ પોતાના ઉપદેશપ્રાસાદ ગ્રંથમાં ઉદાહરણો ટાંકી લંબાણથી સમજૂતી આપી છે. એટલે જિજ્ઞાસુ વર્ગ પ્રત્યે એ જોવાને અંગુલી નિર્દેશ કરી અહીં તો એની ચર્ચા ટૂંકમાં જ કરી આગળ વધવું ઉચિત ધાયું છે.
કેટલાકે માને છે તેમ જૈનધર્મ કેવળ કર્મની જ પ્રધાનતા માની લમણે હાથ દઈને બેસી રહેવાનું કહેતો જ નથી. તેમ એને ઉપદેશ કર્મને સધિયારે લઈ ઉત્તમ કરવાના કાર્યથી હાથ ધોઈ નાંખવાને પણ નથી જ. એ જેમ કર્મનું પ્રતિપાદન કરે છે તેમ પુરુષાર્થમાં રહેલી અચિંત્ય શકિતને પણ વર્ણવે છે જ. એ ઉપરાંત બીજા ત્રણ કારણેની અનુકુળતા તરફ ધ્યાન ખેંચે છે. એ પાંચને સમજાવી, કાર્યનિષ્પત્તિ થવામાં વિલંબ થાય તો એ દરેકમાં સમાયેલી તરતમતા અવધારી, રેચ માત્ર નાસીપાસી વહાર્યા વિના, કે નિરાશાને સેવ્યા વગર ઉધમ ચાલુ રાખવા ઉપર જ ભાર મેલે છે. ઉદ્યમથી કાર્યસિદ્ધિ થાય છે એ વાત એને સોએ સો ટકા મંજુર છે. સાથે એ પણ વાત લક્ષ્ય બહાર કરવાની નથી કે જે કંઈ વિલંબ થઈ રહ્યો છે એમ પૂર્વકત કર્મો અને અન્ય કારણે પણ ભાગ ભજવી રહેલાં છે. એ સર્વ વચ્ચેથી માને કહાડવા સારુ તો આત્માએ વસ્તુસ્વરૂપ બરાબર વિચારી લઈ ધીરજથી આગળ ધપવાનું છે.
આપણુ આસપાસ દષ્ટિ કરીશું તો વિશ્વમાં જે કંઈ બની રહ્યું છે એમાં ઉપર વર્ણવ્યાં કારણે કામ કરી રહેલાં જણાશે.
વણકાળ બેસતાં જ વાદળાં બંધાય અને જળધારા વરસવા માંડે; વસંતના આગમને વનરાજી ખીલી ઊઠે; અથવા તો અખાત્રીજને વાયુ વાય અને આંબા પરની શાખા પાકા માંડે એથી કાળની અગત્ય સહજ સમજાય છે.
For Private And Personal Use Only