________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
m
૧૫૮ ]. શ્રી જેન સવ પ્રકાશ
[ વર્ષ ૧૨ " संबुज्जह किण्ण बुझह एत्तिल्लए वि मा किंचि मुझह ।
कीरउ जं करियव्वं पुणढुक्कइ त मरियध्वं ॥" ચચરી–જે જિનદત્તસૂરિએ “અપભ્રંશ'માં ચર્ચરી રચી છે તેઓ જિનવલસૂરિના શિષ્ય થાય છે. આ કૃતિ ગુરુના વિ. સં. ૧૧૬૮માં થયેલા સ્વર્ગવાસ પછી ડાંક વર્ષોમાં જ એમણે એમની (ગુરુની) સ્તુતિઓ રૂપે રચી. એમને વિ સં.૧૧૬૮માં “આચાર્ય' પદવી મળી. અને વિ. સં. ૧૨૧માં એઓ સ્વર્ગે સંચર્યા. આમ આ ચર્ચરી એ બારમી સદીની કૃતિ છે. એનું પહેલું પદ્ય તેમજ દસમું પદ્ય ગુજરાતી અનુવાદ સહિત જૈન ગર્જર કવિઓ (ભા. ૧ પૃ. ૬૦-૬૧) માં અપાએલ છે. એકવીસ માત્રાવાળા કુના છંદમાં આ ૪૭ કડીનું કાવ્ય શોભે છે.
ચચરિકા–આ નામથી જે. ગૂક. ( ભા. ૧, પૃ. ૧૨)માં આ કૃતિ નોંધાઈ છે અને જેની પહેલી, બીજી અને ૩૮મી કડી અપાયેલી છે, તેને રચનાર સાલણ છે. એને અહીં સેલશુ તરીકે ઉલ્લેખ છે. આ “અપભ્રંશ' કૃતિ ચૌદમી સદીની છે. એની બીજી કડીમાં કવિએ પિતાનું તેમજ કૃતિનું નામ આપેલ છે. આ કડી નીચે મુજબ છે –
કર જોડિઉ સેલહુ ભણઈ છવિ સફલ કરે.
તુહિં અવધારહ ધંમિયઉ ચરિ’ હઉં ગાસુ” જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ (પૃ. ૪૩૫)માં આના કર્તાનું નામ સેલાણ અપાયું છે અને આ કૃતિને, સ્તુતિકાવ્ય તરીકે ઓળખાવાયું છે. આ કાવ્ય પૂરેપૂરું પ્રાચીન ગુજરાતી કાવ્ય સંગ્રહમાં છપાયું છે.
ચાચરી–આ ત્રીસ કડીની કૃતિ છે. એની પહેલી અને છેલ્લી કડી . ગુ. ક. ( જા. ૩ નં. ૧, પૃ. ૪૦૦)માં અપાયેલ છે. એ છેલ્લી કડીમાં કર્તાએ પિતાનું તેમજ કૃતિનું નામ રજૂ કરેલ છે. એ નીચે પ્રમાણે છે –
“ ગાવિ નયરિ પુરિ જિણભુણિ, જે ચાચરિ પલાણુતિ,
વણિ જિણે સરસુરિ ગુર, તે સિવસુહુ પાવંતિ. ૩૦ ” આ જિનેશ્વરસૂરિ “ખરતર' ગચછના છે. એમને વિ. સં. ૧૨૭૮માં “ આચાર્ય' પદવી મળી હતી એમને સ્વર્ગવાસ વિ. સં. ૧૯૭૧માં થયો હતો. આમ આ ચાચરિ ચૌદમી સદીની કૃતિ છે.
ચાચરિસ્તુતિ–પત્તનસ્થપ્રાચ્યજેનભાણાગારીયમન્યસૂચી" કે જે તા૫ત્રીય વિવિધ ગ્રંથોના પરિચયરૂપ છે એના પ્રથમ ભાગમાં પૃ. ૨૬૭માં આ કૃતિનું પહેલ પર તેમજ છેલ્લાં ત્રણ (૩૪-૩૬) પલ્લો અપાયેલાં છે. વિશેષમાં અંતમાં
જાગ્રહિતુત્તિરિ રેઢાઢી ” એવો ઉલ્લેખ છે. આ અપભ્રંશ' કૃતિ અસિહ હોય એમ જણાય છે એટલે ઉપર્યુકત ચારે પઘો હું અહીં આપું છું–કે જે ઉપરથી અપભ્રંશ કાવ્યત્રીની ભૂમિકામાં કરેલા ઉલ્લેખની સત્યતા જોઈ શકાય –
૧ જુએ અપભ્રંશ કાવ્યત્રયીની ભૂમિકા (પૃ. ૧૧૪, ટ. ) ૨. ૫, ૨૬૬માં “વિડી” ભાષામાં જિનપ્રભસૂરિની કૃતિ વિશે ઉખ છે.
For Private And Personal Use Only