SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ હઠીસિંહની વાડીના મહાપ્રાસાદની શતવષ આ લેખકઃ–પૂજ્ય મુનિ મહારાજ શ્રી રમણિકવિજયજી દેશ-પરદેશથી આવનાર મુસાફરોને અમદાવાદમાં જોવાલાયક પ્રાચીન–અર્વાચીન અનેક સ્થળો છે, જેમાં મુખ્યત્વે બાદશાહી વખતને ભદ્રનો કિલ્લે, મરિજો, મિનારા અને હિંદુ મંદિરે, તેમ જ જૈનનાં પ્રાચીન અને અર્વાચીન દેરાસરોને સમાવેશ થાય છે. પ્રસ્તુત લેખમાં એ દર્શનીય શિલ્પ સ્થાપત્ય અને કળાઓના નમૂનાઓ પિકી શેઠ હઠીસિંહના દેરાના સંબંધમાં કંઈક લખવા પ્રેરાયો છું, કારણ કે આ વર્ષે તે મંદિરની પ્રતિષ્ઠાઅંજનશલાકાને થયે સો વર્ષ પૂરાં થાય છે. આ દેરાસર દિલ્હી દરવાજા બહાર આવેલું છે, જે અમદાવાદની પ્રજામાં હઠીસિંગનું મંદિર અથવા બહારની વાડીનું દેરાસર એ નામથી પ્રસિદ્ધ છે. આ મંદિર શેઠ હઠીસિંહ કેસરીસિંહે લાખોના ખર્ચે બંધાવ્યું છે. શેઠ હઠીસિંહનું નામ અમદાવાદની પ્રજામાં મશહૂર છે. આ દેરાસરની બાંધણી અને કોતરણું જગપ્રસિદ્ધ આબુજીના મંદિરને યાદ કરાવે છે. મંદિરમાં પ્રવેશ કરતાં આગલી ચોકીના નીચેના થાંભલાની કતરણું અને તે ચોકોના ઉપરના માળની જાળીઓ, ઝરૂખાની કતરણું આબુની કતરણને કંઈક અંશે મળતી આવે છે. અંદરના ચોકમાં વચ્ચે મુખ્ય શ્રી ધર્મનાથનું મંદિર છે. તે આબુના મંદિરની બાંધણુને મળતું છે, એમ સ્પષ્ટ જણાય છે. આ મંદિરની આસપાસ બાવન દેરીઓ હોવાથી આ મંદિર બાવન જિનાલય મંદિર ” કહેવાય છે, મંદિરનો રંગમંડપ, વચલા મંડપ અને ગભારાનું કામ ઘણું સુંદર અને ઉત્તમ છે. ઉપર માળ અને નીચે ભયરૂ છે, જેથી મંદિર દેવવિમાન જેવું જણાવે છે. મુખ્ય મંદિરની ઉપર છતમાં કોતરકામ ઘણું જ ઉત્તમ છે. આનંદકુમારસ્વામી આ મંદિરની બાંધણીને નાગરબાંધણું કહે છે, અને પરદેશથી આવનાર યુરોપીયનો આ મંદિર જઈને મુગ્ધ થઈ જાય છે, અને તેની ખૂબ પ્રશંસા કરે છે. ડે, ફરગ્યુસન અને ડે. બસ એ બનેય પરદેશી વિદ્વાનોએ આ મંદિરની ઘણું જ પ્રશંસા કરી છે. . છે. ફરગ્યુસન કહે છે કે હિંદુ સમયમાં જૈન સ્થાપત્ય ઊંચી ટોચે પહોંચ્યું અને મુસલમાન સમયમાં કેટલાંક મિશ્રણથી એ વધારે શુદ્ધ બન્યું. આ આખા મંદિરની રચના સંપૂર્ણ છે.” જિનાલયો સાથે મંદિરનું વર્ણન કરી ડે. બજેસે પણ, ડે. ફરગ્યુસનના ઉપર્યુક્ત લખાણને આધારે, જણાવ્યું છે કે–આ આખાયે મંદિરની બાંધણી અનુપમ સૌંદર્યવાલી 1. “ Each part goes on increasing in dignity as we approach the sanctu ary. The exterior expresses the interior more completely than even a Gothec design; and whether looked at from its courts or from ontside it possesses variety without confusion and an appropriateness of every part to the purpose for which it was intended." (4ud Hist. of Ind.). 2. " This gives a dignity to the other enclosure, combined with meaning which is seldom found in any other style of archetecture and the whole arrangement leads pleasingly up to the central feature, showing great skill in the subordination of the various parts." ( આકીએલજીકલ સર્વે અમદાવાદ, ભાગ ૨ ૫, ૮૯) Parts, For Private And Personal Use Only
SR No.521628
Book TitleJain_Satyaprakash 1947 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy