________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨ ] - શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૨ અને દરેક ભાગ એક બીજા સાથે માપમાં કેવા બંધ બેસતા છે તે સમજી શકાય છે.”
રાજનગરનાં સ્થાપત્ય અને કળાના ગૌરવરૂ૫ ઉપર્યુકત મંદિરની પ્રતિષ્ઠા, અંજનશલાકા આદિ ધાર્મિક મહત્સવો કયે વખતે થયા તેમ જ તે સમયે કુંકુમપત્રિકા લખવા વગેરેને લગતા કેવા પ્રકારનો રિવાજ જેન પ્રજામાં હતો તે આપણે જોઈએ. આજના મુદ્રણયુગમાં વિજ્ઞપ્તિપ, કુંકુમપત્રિકાઓ વગેરે કાપીને મોકલવામાં આવે છે, પરંતુ જ્યારે આપણા દેશમાં મુદ્રણયુગ ઘડીઆમાં ઝૂલતો હતો ત્યારે કુંકુમપત્રિકાઓ કેવા રૂપે લખાતી હતી તેનો એક નમૂનો આ સ્થળે ઈતિહાસ રસિક અને સાહિત્યરસિકેના હૃદયમાં રસ જગાડવા માટે રજૂ કરવામાં આવે છે. ત્યારે સચિત્ર હસ્તલિખિત કુંકુમપત્રિકાઓ મોક્લવામાં આવતી. એ રિવાજને અનુસરીને શેઠ શ્રી હઠીસિંગના પરિવારે જ્યારે પિતાના પર આંગણે અંજનશલાકા અને પ્રતિષ્ઠામહોત્સવની શરૂઆત કરી તે પહેલાં જુદાં જુદાં ગામ-શહેરોના સંધોને મહોત્સવ ઉપર પધારવાના આમંત્રણરૂપે સચિત્ર હસ્તલિખિત કંકોત્રી લખી હતી. એની યાદ દેવરાવનાર એક કંકોત્રી ખંભાતનાં જૂના પુરતક-પાનાં તપાસતાં પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી મહારાજને હસ્તગત થઈ હતી. આ કાત્રી સંવત ૧૯૦૨ના આ સુદિ ૧૦ (વિજયા દશમીએ ) ખંભાતના શ્રીસંધ ઉપર લખાયેલી છે. અને તેમાં સહી શેડ ખુશાલચંદની છે. કંકોત્રી ગુજરાતી લિપિમાં અમદાવાદી કાગળ ઉપર લખાયેલી છે. તેની લંબાઈ પહેલાઈ ૨૬૪૮ ઇંચની છે, અને તે એકવીસ લીટીઓમાં લખાયેલી છે. કÀત્રીની ચારે બાજુએ લાલ લીલા વાદળી અને પીળા રંગમાં વેલ દોરવામાં આવી છે. કંકોત્રીને મથાળે કળશ ચિતરવામાં આવ્યો છે. આને કંઈક ખ્યાલ આવે તે માટે અમે કત્રિીને યથાવસ્થિત રૂપમાં જ આ લેખને છેડે આપીએ છીએ?
કત્રિી અને મંદિરમાં પ્રવેશ કરતાં ડાબા-જમણે હાથની ભીંત ઉપર લગાડેલા શિલાલેખો જોતાં મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૩ના મહા વદિ ૧૧ના દિવસે થયેલી , પુરવાર થાય છે. એટલે આગામી મહા વદિ ૧૧ના દિવસે મંદિર પોતાના સો વર્ષ પૂરાં કરીને બીજા સૈકામાં પ્રવેશ કરે છે. એટલે આ યુગની પ્રણાલી પ્રમાણે રાજનગરના જગમશહુર અને શિલ્પકળાના આદર્શ ૩૫ આ મહાપ્રાસાદની શતાબ્દિ ઉજવાવી જોઈએ. એ વિષેની ખરી જવાબદારી અથવા ફરજ મંદિરના નિર્માતાના વારસદારને શિરે છે. આ પ્રસંગે અમે એ મહાપ્રાસાદની ભકિતથી પ્રેરાઈને એ મંદિરના વિશિષ્ટ રમારક રૂપ એક કુંકુમપત્રિકા રજૂ કરી મંદિરના ગૌરવની યાદ દેવરાવીએ છીએ.
પ્રસ્તુત મંદિરની પ્રતિષ્ઠા-અંજનશલાકા–મહોત્સવના વર્ણનને લગતી એક કૃતિ પંડિત શ્રીવીરવિજયજી મહારાજે રચેલી છે, જે આ પ્રસંગે યાદ કરવા જેવી છે. અમે એ કૃતિને યથાવસરે જેન સત્ય પ્રકાશમાં સત્વર રજૂ કરવા જરૂર પ્રયત્ન કરીશું.
અંતમાં પ્રસ્તુત લેખ લખવામાં “ગૂજરાતનું પાટનગર અમદાવાદ” ને ઉપયોગ કર્યો છે, તે બદલ તેના લેખક મહાશયને અને લેખના મુખ્ય સાધનરૂપ કંકોત્રોનો ઉપયોગ કરવા દેવા માટે પૂ. મુ. શ્રીપુણ્યવિજયજી મહારાજને આભાર માની વિરમું છું.
For Private And Personal Use Only