________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ 1 શ્રી જૈન સત્ય પ્રકાશ
* વર્ષ ૧૨ એ સાજણસજજન કેણ હતો? તે કેવો સમર્થ શક્તિશાલી, કર્તવ્યદક્ષ, દીર્ઘદર્શી, બુદ્ધિશાલી, યથાર્થ નામવાળો ધર્મનિષ્ઠ મહાપુરુષ હતો ? એ સમજવા માટે પ્રાકૃત, સંસ્કૃત, પ્રાચીન ગૂજરાતી વિશાલ જૈન સાહિત્યના ઐતિહાસિક ઉલ્લેખ જોવા જોઈએ. એ જોતાં જણાશે કે ગુજરાતની પ્રશંસાપાત્ર ઉત્તમ એ. વ્યક્તિના નામનો કેવો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ગુજરાતના સાક્ષરો-લેખકે પોતાના જ પૂજ્ય પૂર્વજોને અનિચ્છનીય અનુચિત કે ઉપહાસ કરી-કરાવી રહ્યા છે ! પિતાની શક્તિને કેવા અવળા માર્ગમાં ઉતારી રહ્યા છે !!
ગુજરાતના સુપ્રસિદ્ધ મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલના ધર્માચાર્ય વિજયસેનસૂરિ, સિદ્ધરાજ પછીના સૈકામાં વિદ્યમાન હતા. જેમણે ગિરનાર અને આબૂ પરનાં તેમનાં કરાવેલાં પ્રશંસનીય ધર્મસ્થાનોની સં. ૧૨૮૭–૪૮માં પ્રતિષ્ઠા કરી હતી; તે આચાર્યો ગિરનારની યાત્રા કર્યા પછી રેવંતગિરિ-રાસ રચ્યો હતો, જે ગાયકવાડ–કાવ્યગ્રંથમાળામાં પ્રાચીનગૂર્જરકાવ્યસંગ્રહમાં પ્રકાશિત થઈ ગયેલ છે. તેમાં જણાવ્યું છે કે-“ગૂર્જરધરામાં અમરેશ્વર (ઈ) જેવા પ્રવર પૃથ્વીશ્વર શ્રીજયસિંહદેવ થઈ ગયા, તેણે સેરઠના રા ખેંગારને હણીને ત્યાં સાર દંડાધિપ (દંડનાયક-સેનાપતિ=સૂબા, ગર્વનર જેવા ઉચ્ચ અધિકારી) તરીકે સાજણને સ્થાપ્યો હતો. તેણે ગિરનાર પર નેમિજિનેનું અભિનવ ભવન કરાવ્યું હતું—એ રીતે ચંદ્ર-બિંબમાં પિતાનું નિર્મલ નામ લખાવ્યું હતું. સ્થૂલ વિશાલ સ્તંભ, લલિત પૂતળીઓ, મનોહર કળશ, મંડપ, તોરણ, રણઝણતી ઘૂઘરીવાળો વજદંડ વગેરેથી શોભતા, નેમિજિનના એ ઊંચા ભવનને ઉદ્ધાર વિ. સં. ૧૧૮૫માં નર-શેખર એ સાજણે કર્યો હતો.”
સં. ૧૩૨૦ લગભગમાં ધર્મસૂરિએ રચેલા ગિરનાર-કલ્પમાં, તથા સં. ૧૩૮૫૨ “જન્મેણુ જોવ છવિય તસુ તાહ કહ્યું, જે નર ઉર્જિત-સિહ કિઈવરતિબૂ
આસિ ગુરજર-ધરય જેણે અમરેસરુ, સિરિજયસિંધદેઉ પવરુ પુવાસ; હણુવિ સંરતુ તિણિ રાઉ અંગારકે ઠવિઉ સાજણું દંડાહિરં સારઉ ૮ અહિણવુ નેમિજિણિંદ તિણિ ભવણું કરાવિ, નિમેલુ ચંદરા-બિંબે
નિય નાઉ લિહાવિ8; વેર-વિખંભ-વાયંભ-માઉલ, લલિત-પુત્તલિય-કલસ–કુલ-સંકુલં; મંડપ ડ ઘણું તુગતર-તારણું, ધવલિય વનિઝ રણઝણિહિ–કિંકિણ ઘણ; ઇકકારસય-સહીઉ પંચાસીય વચ્છર, નેમિ-ભુવણ ઉદધરિઉ સાજણી નર
સેહેરે ૯ સં ૧૨૮૭ લગભગમમાં વિજયસેનસૂરિએ રચેલ રેવંતગિરિરાસમાં (ક. ૧, ૮-૯ ગા. ઓ. સિ.ના પ્રાચીન ગૂજર-કાવ્યસંગ્રહમાં પ્ર.)
३. “याकुड्यमात्य-सज्जनदण्डेशाद्या अपि व्यधुर्यत्र। - नेमि-भवनोद्धृतिमसौ गिरिनारगिरीश्वरो जयति ॥" ધર્માષરિત ગિરિનારકપમાં (પ્રા. ગૂ. કા. સંગ્રહ પર. પૃ. ૨૦માં)
For Private And Personal Use Only