________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪1 ગુજરાતના માનનીય અધિકારીની બદનામી [ ૧૦૯ ટલ્માં જિનપ્રભસૂરિએ રચેલા તીર્થકલ્પ (પ્રા. રૈવત-કલ્પ)માં પણ એ જ આશયવાળે ઉલ્લેખ મળે છે (જુઓ ઉપર્યુકત પ્રાચીનગૂર્જરકાવ્યસંગ્રહ પરિ. ૭, ૫).
સં. ૧૯૩૪માં પ્રભાચંદ્રસૂરિએ રચેલા પ્રભાવચરિત્ર(હેમચંદ્રસૂરિચરિત્ર)માં, સં. ૧૩૬૧માં વઢવાણમાં મેરૂતુંગસૂરિએ રચેલા પ્રબંધચિંતામણિ (સિદ્ધરાજા દિપ્રબંધ)માં, સં. ૧૪૯૨ માં પં. જિનમંડનગણિએ રચેલા કુમારપાલપ્રબંધમાં, સં. ૧૫૦માં પં. સેમધર્મગણિએ રચેલી ઉપદેશસતિમાં, સં. ૧૫૦૬માં રત્નશેખરસૂરિએ રચેલી શ્રાવિધિવૃત્તિમાં, સં. ૧૫૧૭ લગભગમાં રત્નમંદિરમણિએ રચેલી ઉપદેશતરંગિણીમાં, રત્નસિંહસૂરિશિષ્ય રચેલી ગિરનારતીર્થમાલામાં, તથા સત્તરમી સદીના કવિ હેમવિજય અને ગુણવિજયે રચેલા વિજયપ્રશસ્તિ મહાકાવ્યમાં, કવિ ત્રાપભદાસે સં. ૧૬૭૦માં રચેલા કુમારપાલરાસમાં અને બીજા પણ અનેક ગ્રંથોમાં થોડા ફેરફાર સાથે પણ એ દંડનાયક સજજનનાં ઉપયુકત સકર્તવ્યનાં સંસ્મરણે છે. એ ગ્રંથોના આધારે જણાય છે કે-ગૂજરાતની પ્રાચીન રાજધાની પાટણના સંસ્થાપક વનરાજ ચાવડાએ જેની બાણકળા અને બહાદુરીની પરીક્ષા કરી જેને પોતાનો મહામાત્ય બનાવ્યો હતો, તે શરીર જૈન મંત્રી જાંબને વંશજ આ સજજન હતા. ઉપદેશસપ્તતિમાં જણાવ્યા પ્રમાણે તે બીમાલવંશનો શ્રેષ્ઠી હતો. ગૂર્જરેશ્વર સિદ્ધરાજે રાખેંગાર જેવા સાથેના યુદ્ધમાં તેના પરાક્રમની પરીક્ષા કરી હશે, તેથી તો તેની યોગ્યતા જોઈ વિચારી રા ખેંગારના સ્થાનમાં, તેના પછી પોતાના પ્રતિનિધિ તરીકે સેરઠદેશના શાસક-દંડનાયક તરીકે ઉચ્ચ અધિકારી તરીકે આ સજ્જનને નીમ્યો હતો. હાથીઓ, ઘડાઓ, રથો અને પાયદળવાળા ચતુરંગ સન્યના અધ્યક્ષ સેનાપતિને, દંડઉપાય-દંડનીતિદ્વારા દેશને અંકુશમાં રાખનાર અધિકારીને વિદ્વાનો દંડનાયક તરીકે ઓળખાવે છે. “વતુકાણાઃ જેના નાથ (હેમ, અભિધાનચિંતામણિ કોશ કાંડ ૩, શ્લે. ૩૮૯).
દીર્ધદશી એ સજજન દંડનાયકે પોતાનું અધિકારકાર્ય ઉત્તમ રીતે વિશિષ્ટતાથી બજાવતાં પૂર્વોકત પ્રશસ્ત કાર્ય કરવા વિચાર કર્યો, એટલું જ નહિ, ગૂર્જરેશ્વરે સેરઠ પર મેળવેલ વિજયની ચિરસ્મરણીય યાગિરી રાખવા, ગૂજરાતના પવિત્ર કીર્તિસ્તંભ જેવા જિનમંદિરને ત્યાં સ્થાપવાનો સ્તુત્ય પ્રયત્ન પણ કર્યો. એકાંતરે ઉપવાસ કરનારા તપસ્વી આચાર્ય ભદ્રેશ્વરસૂરિને ઉપદેશ એમાં પ્રેરક થયો હતો. તેણે નેમિજિનના પહેલાના કાષ્ટમય મંદિરનો ઉદ્ધાર કરી ત્યાં ઉત્તમ શિલામય મનહર રચનાવાળું અદ્ભુત જિન-મંદિરરૂપ સ્મારક તૈયાર કરાવ્યું. એ કાર્ય કરવામાં ર૭ લાખ (બીજા કથન પ્રમાણે ૭૨ લાખ, ત્રીજા કથન પ્રમાણે ૧ કરોડ અને ૭૨ લાખ) રૂપીઆ જેટલા દ્રવ્યનો વ્યય થયો. સેરમાંથી ઉઘરાવેલી ત્રણ (બીજા કથન પ્રમાણે ૯. ત્રીજા કથન પ્રમાણે ૧૨ વર્ષોની આવકને ખચી નાખી, તેમ છતાં ગૂર્જરેશ્વર કદાચ માગે ત્યારે તે રાજકીય ધન આપવા પણ તેણે દક્ષતાથી તૈયારી કરી રાખી હતી. વામનથલી વણથલી)ના જૈન શ્રીમંત આગેવાનોએ એ
४. "पुदि गुज्जरधराए जयसिंहदेवेणं खंगाररायं हणित्ता सम्जणो दंडाहिवो ठाविओ। तेण य अहिणवं नेमिजिणिदभवणं एगारससयपंचासीए विक्कमरायवच्छरे काराविरं ॥" જિનપ્રભસૂરિના તીર્થકલ્પ રૈવતકલ્પ) માં (ગા. એ સિરીઝના પ્રા. ગુ. કા. સંગ્રહ પરિ. ૫).
For Private And Personal Use Only