________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩ ]
યુગપ્રધાન ગઈ છે. તે વત્સ, તું ત્યાં જ, અને ભણીને જલદી પાછો આવજે, મારા આશીર્વાદ છે. વજમુનીવર વિનયથી, અને શ્રદ્ધાથી નમસ્કાર કરી બોલ્યાઃ ભગવંત, જેવી આપની આજ્ઞા !
[૯] શ્રી ભગુસસુરીશ્વરનું દિવ્ય સ્વપ્ન રાત્રિનો ચોથે પહોર ચાલે છે. અવન્તિના ઉપાશ્રયમાં આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી સૂતા છે. વૃદ્ધાવસ્થા છે. જાણે જ્ઞાનની સાક્ષાત્ જીવંત મૂર્તિ હોય એવા એ આચાર્ય છે. માથામાં ટાલ પડી છે. પાછળના ભાગમાં રૂપેરી વાળ ચમકી રહ્યા છે. સફેદ દાઢી, ભવ્ય ગોળ મુખ જાણે પૂર્ણિમાને ચંદ્ર હોય એમ શોભી રહ્યું છે. અંધારામાંયે ઝગારા મારતી બે આંખો, બે રત્નદીપક સમ ચમકી રહી છે. સૂરીશ્વરજી મહારાજ ધ્યાનમાં બેઠા બેઠા થાકયા હતા એટલે ધીમે રહીને લાકડાની પાટ ઉપર આસન લાંબુ કરી શરીર લંબાવ્યું. થોડી વાર થયાં એઓ વિચાર કરતા હતા. શું મારી પાસેના આ જ્ઞાનનિધિનો કોઈ ગ્રાહક નહીં મળે? આટલા આટલા શિષ્યો, સાધુઓ આવ્યા પરંતુ એકાદશાંગી ભણીને જ થાકી ગયા. આ મારી પાસેના પૂર્વ શાસ્ત્રના જ્ઞાનામૃતને કોણ પીશે? હે શાસનદેવ ! પ્રભુ શ્રી મહાવીરદેવના શાસનમાં એવા સાધુ પુંગવને મારી પાસે મોકલે, જે મારા આ પૂર્વજ્ઞાનને ઝીલી શકે. આમ વિચાર કરતા કરતા સૂરીશ્વરજી મહારાજની આખો મીંચાઈ ને તેમને નિદ્રા આવી. નિદ્રામાં જ તેમને એક દિવ્ય સ્વપ્ન દર્શન થયું:
જાણે સુરીશ્વરજી મહારાજ પોતાના હાથમાં ક્ષીરથી ભરેલી થાળી લઈને બેઠા હતા, ત્યાં એક તેજસ્વી બાલક મુનિવર આવ્યા, આચાર્ય મહારાજશ્રીના હાથમાંથી ક્ષીરની થાળી લીધી, અને ખૂબ જ શાંતિથી એમાંની ક્ષીર એ બાલક મુનિવરે પીધી. સૂરીશ્વરજીનો ભાર હલકો થયો; અને બાલક મુનિવર ઉપર હાથ મૂકીને તેઓ બોલ્યા: વત્સ ! તારું કલ્યાણ થજે ! તેં મારો ભાર હળવો કર્યો. તું આ જ્ઞાનદીપકથી જિનશાસનને અજવાળજે ! બાલક મુનિવર કહે છે. પ્રભુ, આપનો આશીર્વાદ ફળો !
એટલામાં સૂરીશ્વરજી મહારાજની આંખ ઉઘડી ગઈ. સુરીશ્વરજીએ આ દિવ્ય સ્વપ્નનો વિચાર કર્યો. એમને એમ લાગ્યું. મારી પાસેના સંપૂર્ણ જ્ઞાનામૃતને પીનાર કોઈ પણ પાત્ર આજે આવવું જ જોઈએ. તેમણે પોતાના શિષ્યોને સ્વપ્ન સંભળાવ્યું.
આ બાજુ વજમુનીશ્વર ગુરુના આશીર્વાદ મેળવી વિહાર કરતા કરતા અવન્તિની બહાર રાત્રિ રહ્યા હતા. પ્રાતઃકાલમાં શુભ શકુન પૂર્વક અવન્તિમાં પ્રવેશી જ્યાં આર્ય શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી હતા ત્યાં ગયા. એમને જોતાં જ આર્ય શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી સમજી ગયા સ્વપ્નમાં જોયેલ બાલમુનિવર તે આજ ! જ્યાં વજમુનીવર તેમને વંદના કરવા ગયા કે સૂરીશ્વરજીએ બાલમુનિને પ્રેમથી કુશલસમાચાર પૂછયો અને કેમ આવવું થયું છે તે પૂછયું.
વજમુનિવર–મારા ગુરુની આજ્ઞાથી હું અહીં આપનો પાસેથી પૂર્વશાસ્ત્રના જ્ઞાનામૃતને લેવા આવ્યો છું. કૃપા કરી મને આપના દિવ્ય જ્ઞાનામૃતનું પાન કરાવો !
સૂરીશ્વરજી મહારાજ બહુ જ પ્રસન્ન થયા. મારું દિવ્ય સ્વપ્ન ફળ્યું. વત્સ, તારા જેવું પાત્ર મળ્યું, એ જોઈ મને આનંદ થાય છે.
(ચાલુ)
For Private And Personal Use Only