________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨
છે. જોયું તે તે દી ગૌચરી ગયા ત્યારે ભલભલા ગીતાર્થ મહાત્મા પણ અનુપયેાગથી ભૂલી જાય તેવા અવસર હતા, છતાં એમણે તરત જ કહી દીધું: આ ક્રેપિંડ અમને ન કલ્પે. મહાનુભાવેા, સંસ્કારા, જ્ઞાન, ઉપયાગ-વિવેક એ તે સ્વાભાવિક જ આવી જાય છે. પાંચમા મુનિવર—હવે તમે રહેવા દ્યો. તમને તે! હું જાણું : વજ્રમુનિ ઉપર પહેલેથી જ તમને પ્રેમ છે, હમણાં પથ્થર પડશે એમનામાં કેવુંક જ્ઞાન છે તે ? અમારા પ્રશ્નોના જવાબ તા આપે ! ભલભલા અમારી પ્રશ્નોત્તરી વખતે ગૂચાઈ જતા. આજ તે। બધાયને હસવાનું જ મલશે. તમે જોજો તે ખરા !
ત્યાં રાજહ ંસ સમાન મંદગતિએ ચાલતા, ખીલેલા કમલ જેવા મંદ મદ હસતા ખાલમુનિવર વસ્વામી પધાર્યાં, પેાતાના આસને બેઠા અને ગઇ કાલથી જે પાઠ અધૂરા હતા તે આગળ ચલાવ્યેા. રૂપાની ઘટડી જેવા મધુરા અવાજ, સ્પષ્ટ વાણી, કલકલ નિનાદે વહેતી ભાગીરથી જેવા વાણીના અખંડ પ્રવાહ જાણે વહેવા લાગ્યા. ન થઈ કાઈ ને શંકા, ન પૂછવા પડયા ક્રાઇ તે પ્રશ્ન; જાણે આપાપ જ શકા અને સમાધાન થઈ જાય તેવી રીતે વાચના ચાલી રહી હતી, આખા સધ પ્રસન્ન થયે!. વાયના સાંભળી, જે અલ્પન મુનિવરા વાચનામાં નહેાતા બેસતા, અ નહાતા સમજતા તે પણ એસવા લાગ્યા. કેટલાક મુનિવરા જાણી જોઇને, આ નવીન થતા વાચનાચાય ને મૂઝવવા, વિવિધ પ્રશ્નો પૂછ્યા લાગ્યા; જૂના પાઠની શંકાએ પૂછવા લાગ્યા; વજ્રમુનિવરે બધાયના પ્રશ્નોના ખૂબ શાંતિથી જવાળે આપ્યા. આ સમાધાન સાંભળો બધાયને સંતાય થયા. ખરે જ, ગુરુજીના જ્ઞાનામૃતને આ બાળકે જ લીધું, પીધુ' અને પચાવ્યું છે, એમ બધાને થયુ. જે વજ્રમુનીશ્વરના ગુણાથી અભિન્ન થઈ તેમને અનાદર કરતા વારંવાર ભજુવાનુ કહેતા અને બધાને કહેતા આમને બહુ લાડ લડાવવાથી બગડશે; તે બધા આજે શરમથી નીચુ માથું કરી મૌન રહ્યા. આ વખતે જ તેમને યાદ આવ્યું કે ‘ઝુળાઃ જૂનાથાન યુનિપુન = હિમ न च वयः આ વચન આવા પુરૂષામાં ખરાખર ચિરતા થઈ શકે છે.
""
ત્રણ દિવસથી વજ્રમુનીશ્વર વાચના આપતા હતા. ત્રીજે દિવસે સૂરીશ્વરજી પધાર્યાં. સૂરીશ્વરજીએ શિષ્યાને પૂછ્યું: કેમ મહાનુભાવેા, તમારા બધાના પાઠ તેા બરાબર ચાલે છે ને? બધા મુનીશ્વરા કહેઃ હા ગુરુદેવ ! વજ્રમુનીશ્વર આપની આજ્ઞાનુસાર બહુ જ સુંદર વાચના આપે છે; જાણે આપનુ જ પ્રતિબિંબ ! વધારામાં એમની વાણીની મીઠાશ, અને ખીલેલા કમળ જેવું સદાય હસતું મુખ–આ ગુણ્ણાએ તે આખા સધને વશીભૂત કર્યાં છે. સાચે જ, એ તેા વાચનાચાય છે.
સૂરિશ્વરજી—હજી થોડી વાર છે. એમને ગુરુગમથી બધું જ્ઞાન પુનઃ આપવાની જરૂર છે. ઘેડા જ સમયમાં વજ્રમુનીશ્વરે ગુરુદેવ પાસેથી દૃષ્ટિવાદ પર્યંતનુ` જેટલું જ્ઞાન હતું તેટલું ગ્રહણ કરી લીધું. આચાર્ય મહારાજને લાગ્યું વજ્રને હજી વધુ જ્ઞાન આપવાની જરૂર છે. આજે જૈન સંધમાં આ શ્રી ભદ્રગુપ્તાચાર્ય સંપૂર્ણ દશપૂર્વધારી છે. વજ્રને એમની પાસે ભણવા મેાકલવા જોઈ એ. આમ વિચારી સૂરીશ્વરજીએ એક દિવસ વજ્રમુનિવરને કહ્યું: વત્સ ! મારી ઇચ્છા છે કે-તું હજી વધુ ભણવા યેાગ્ય છે. મારા કરતાં પણુ વધુ નાની આ શ્રી ભદ્રગુપ્તાયાજી છે, તુ ત્યાં જા! તેમનું જ્ઞાનામૃત પીવાની શક્તિ તારામાં જ છે. અમે તે હવે વૃદ્ધ થયા; હવે નવું જ્ઞાન વધારવાની શક્તિ અમારી ટી
For Private And Personal Use Only