________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુગપ્રધાન
[૯૩ તમે મનુષ્ય નહીં દેવ છે. દેવપિંડ સાધુઓને અકથ્ય છે. ભલે અમને સુધા કે પિપાસા લાગી. અમારે તો પરિષહ સહેવાના જ છે પરંતુ અકથ્ય આહાર ન જ લેવાય.
ખરેખર, વહોરાવનારા દેવો જ હતા; બધી દેવાયા જ હતી. વજમુનીશ્વરની દૃઢતા, ધીરતા અને સંયમશુદ્ધિનો પ્રેમ જોઈ દેવ પ્રસન્ન થયા, અને વજમુનીશ્વરને “આકાશગામની’ વિદ્યા આપી, આ બધી બીના આચાર્ય જાણી પ્રસન્ન થયા.
ધન્ય છે એ ગચ્છને, જેમાં આવા ત્યાગમૂતિ બાલમુનિવરો વિચરે છે. વજમુનીશ્વર ત્યાગી હતા, તપસ્વી હતા, આત્મધર્મમાં દઢ હતા, સાથે જ મહાજ્ઞાની અને ગંભીર હતા.
જેમાં વિશ્વમુનીશ્વર વાચનાચાર્ય બને છે. એક વાર વજમુનિવર સ્વતઃ વિચારે છે. આજે ઠીક સમય મલ્યો છે. ગૌચરીનો સમય છે એટલે બધાયે ગૌચરી માટે ગયા છે. એમાં વળી આજે પૂજ્ય આચાર્ય ભગવંત પણ અત્યારે સ્પંડિલ ગયા છે. સમય તો મઝાનો છે. આચાર્ય ભગવંત બધાયને સૂત્રવાચના આપે છે, પણ મને એ આવડે છે કે કેમ તે આજે જોઈ લઉં. બધાય સાધુઓના વીંટિયાં લઈ વ્યાખ્યાનશાળામાં ગોઠવી દીધાં, પોતે વચ્ચે બેઠા અને જાણે બધા વાચના લેતા હોય તેમ વાચના શરૂ કરી. પોતે બધાયને સારી રીતે સમજાવતા હતા. જાણે પાક ન સમજાયો હેાય એમ એક શિષ્ય આવી શંકા કરી શકે એમ પોતે રવતઃ શંકા કરી, સમાધાન આપતા હતા. ત્યાં આચાર્ય મહારાજ પધાર્યા. તેમણે અવાજ સાંભળ્યો. કઈ મધુર ધ્વનિથી શાસ્ત્રાભ્યાર કરે છે; બીજાને ભણાવે છે. આ અવાજ વજન જ છે, આમ વિચારી સૂરિજીએ જોરથી “નિસિહિ” કહ્યું. વજમુનિવરે અવાજ ઓળખ્યોઆચાર્ય મહારાજ પધાર્યા. આચાર્ય મહારાજે વિચાર્યું વજમુનિના જ્ઞાનનો વિકાસ જરૂરી છે. સાધુઓને વાચના આપવાથી તેમના જ્ઞાનનો વિકાસ ખૂબ થશે. બીજે દિવસે સવારમાં જ સૂરિજી મહારાજે પોતાના શિષ્યોને કહ્યું: તમે બધા અહી રહે, સામે ગામ જરૂરી કાર્યપ્રસંગ હોવાથી અમારે ત્યાં જવું છે. સાધુઓ બોલ્યા પણ પ્રભુ ! અમને શાસ્ત્રવાચના કોણ આપશે? આપના પધારવાથી પાઠ પડશે. “ara=sી વિવાં ; ”નું પાલન શી રીતે થશે ?
આચાર્ય મહારાજ- તમે શાસ્ત્રવાચના વજમુનિવર પાસે લેજો. શાંતિથી સંપીને બધા રહેજો. મને આવતાં બે ચાર દિવસ થઈ પણ જાય. બધા પાઠવાચના નિયમિત આ બાલમુનિવર પાસે લેજો. તેમાં ન સમજાય તો હું આવું ત્યારે પૂછી લેજે !
આચાર્ય મહારાજ ચાલ્યા ગયા. સમય થયો અને મુનિ ! ગો એકત્ર થયા. એક મુનિવર–હજુ વજી તો બાલક છે. એને તે વાચના આપતાં શું આવડશે?
બીજા મુનિવર–અરે, પણ આપણે જોયું છે ને કે એમણે કદી પાઠ ગોખ્યો જ નથી. જ્યારે ઉપાધ્યાયજી એમને બહુ કહતા ત્યારે થોડું ગુણગુણુ કરીને આંખો મીંચી દેતા.
- ત્રીજા મુનિપુંગવ–ભાઈઓ, મને તો આમાં બીજું કશું નથી દેખાતું આ તો નાનું છોકરું, એટલે બધાયને લાડમાં પ્યારું લાગે છે. આચાર્ય મહારાજને પણ એમ છે કે આ એક યુગપ્રધાન છે. પણ કાંઈ ભણે ગણે અને પછી યુગપ્રધાન થાય. કાંઈ યુગપ્રધાન થવું રમત વાત છે?
ચેથા મુનિપુંગવ—તમે બધાં ગમે તેમ કહે, પરંતુ એ પૂર્વ ભવનો દેઈ સંસ્કારી જીવ છે. મેં એક વાર એનો પાઠ સાંભળ્યો હતો. એને બધાંયે સૂત્રો અર્થ સહિત યાદ છે. આપણે એમની નાની અવસ્થા જોઈ અવગણના કરવાની જરૂર નથી. એ તે જન્મસાધુ
For Private And Personal Use Only