SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩ ] છન્દશાસન [ ૮૫ મંગલલેકમાં જ સૂચવ્યું છે જે–સિદ્ધરાવવાનુaraઃ | છન્દાનુશાસનમાં પણ શબ્દાનુશાસન અને કાવ્યાનુશાસનની માફક આઠ અધ્યાયો છે. તે આઠ અધ્યાયમાં નીચે પ્રમાણે વિષયનું નિરૂપણ છે: પહેલા અધ્યાયમાં વર્ણગણ, માત્રાગણ, લઘુ-ગુરુ-હસ્વ-દીર્ઘ, તેની માત્રા, પાદ વૃત્ત સમ અર્ધસમ વિષમ યતિ વગેરેનું વિશદ વિવેચન છે. તેનાં સૂત્રો સોળ છે. આ અધ્યાયને “સંજ્ઞાધ્યાય' કહેવામાં આવે છે. બીજા અધ્યાયમાં એકાક્ષર વૃદ્ધિથી બનતા ઉક્તાદિ ભેદ, તેમાં રહેલા વિવિધ પ્રસિદ્ધ છન્દ્રનાં લક્ષણે, દંડકના જુદા જુદા ભેદ વિસ્તારથી દર્શાવ્યા છે. આ અધ્યાયમાં સર્વ સમ વૃત્તો છે, એટલે તેનું નામ-સમવૃત્ત વ્યાવણુન’ છે. તેમાં ૪૧૫ સૂત્ર છે ૪૧૧ છત્ત્વનું સ્વરૂપ છે. ત્રીજા અધ્યાયમાં અર્ધા સમ ને વિષમ વૃત્તો, તથા વૈતાલીય વગેરે માત્ર સમ છન્દ વર્ણવ્યા છે. ૭૩ સૂત્ર ને ૭૨ છન્દમ્ છે, તેનું નામ “અધ સમવિષમતાલીયમાત્રા–સમકાદિવ્યા-વર્ણન' એવું છે. ચોથા અધ્યાયમાં આર્યા–ગાથાનું વિસ્તૃત સ્વરૂપ, ગલિતક, ખંજક ને શીર્ષક વગેરે માત્રાછાન્દસૂનું સ્વરૂપ છે. “આર્યા–ગલિતક–ખંજક-શીર્ષક-વ્યાવણન’ તેનું નામ છે. તેમાં ૯૧ રત્રો છે. પાંચમા અધ્યાયમાં ઉત્સાહ રાક વગેરે વિશેષે ભાષાપ્રસિદ્ધ વૃત્તોનું વર્ણન છે. ‘ઉત્સાહાદ-પ્રતિપાદન” એનું નામ છે. તેમાં ૪૯ સૂત્રે છે. છઠ્ઠા અધ્યાયમાં કડવક, ધરા, ધ્રુવનું સ્વરૂપ ને ષટ્રપદી તથા ચતુષ્પદીનું વર્ણન છે. તેનું નામ “પદી ચતુષ્પદીશાસન' છે. તેમાં ૩૦ સૂત્રો છે. સાતમા અધ્યાયમાં ભાવ પ્રસિદ્ધ દ્વિપદીઓનું સ્વરૂપ છે. તેમાં ૭૩ સૂત્ર છે, ને તેનું નામ “દ્વિપદીવ્યાવર્ણન' છે. આઠમા અધ્યાયમાં પ્રસ્તાર–નષ્ટ ઉદ્દિષ્ટ વગેરેનું સ્વરૂપ છે. “પ્રસ્તારાદિવ્યાવણન” એનું નામ છે. એમાં ૧૭ સૂત્રો છે. એ પ્રમાણે આઠ અધ્યાયમાં ૭૬૪ સૂત્રોમાં ઇન્ટસને લગતા સર્વ વિષયોને વિસ્તારપૂર્વક ચર્ચા છે. છન્દાનુશાસન ઉપર પજ્ઞ વિસ્તૃત વૃત્તિ છે. તેમાં મૂકેલાં ઉદાહરણ સ્વરચિત છે. તેમાં ઐતિહાસિક વિષયો પણ અનેક ગૂંથાયેલ છે. ભાષાછાન્દસૂ ને માટે તો આ ગ્રન્થ અજોડ છે. હૈમસમીક્ષામાં છનુશાસનની સમીક્ષા કરતાં શ્રી મધુસૂદન મોદી પણ જણાવે છે, જે-“શાસ્ત્રીય દ્રષ્ટિએ આ ગ્રન્થનું મહત્તવ અમૂલ્ય છે. અર્વાચીન છન્દો-વર્ણમેળ-માત્રામેળ–લયમેળની પૂર્વ પીઠિકા, સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ છન્દોમાં છે; અને તે બધા છન્દોની સંપૂર્ણ અને શાસ્ત્રીય વિવેચના કરતો આપણી પાસે છન્દાનુશાસન એ એક જ કન્ય છે. એ દૃષ્ટિએ હેમચન્દ્રાચાર્યની સેવા છન્દઃશાસ્ત્ર માટે જેવી તેવી નથી. ” છન્દોજ્ઞાન મેળવવાની અભિલાષાવાળા આ ગ્રન્થનું અધ્યયન, મનન ને ચિન્તન કરે ને છન્દવિદિશારદ બને એ જ અભિલાષા. જામનગર (સાબરમતી), સં. ૨૦૦૩ કાર્તિક વદિ ૭ For Private And Personal Use Only
SR No.521627
Book TitleJain_Satyaprakash 1946 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy