SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૨ (૬) [ dagવાત-રિરિર્વિતતાવિતા / ગુદત પુરૂ ૨, શાસ્ટિજોવાના છે (સુવૃત્તતિલક) (૭) માત્ત જે-છાસ્ટિકનો સ્ત્રો: ! ( વાગૂવલ્લભ ) આ સાત શાલિનીના લક્ષણો સાથે છન્દોનુશાસનનું લક્ષણ સરખાવે. તે આ પ્રમાણે છે. મસ્તો જો શાન્ટિને થ | ૨૩ ૨૩૧ T (છન્દાનુશાસન) - અન્ય સર્વ લક્ષણો કરતાં આ લક્ષણમાં ઓછા અક્ષરો છે. શાલિનીને અંગે બીજા લક્ષણમાં બતાવેલ એક પણ વિષય છૂટયો નથી, તેમ જ બોલવામાં જીભ લેચો વળી જતી હોય એવું બનતું નથી. પદ્યશૈલીના ગ્રન્થમાં કાંઈક શબ્દ ગૌરવ તો આવે જ છે, પણ યાદ કરનારને સુગમતા રહે છે. લક્ષ્યાનુસારિ લક્ષણશિલીમાં બે પદ્ધતિઓ જોવાય છે. એક ગુરુલઘુ અક્ષરે બતાવવાની અને બીજી ગણમેળથી લક્ષણ કરવાની. ભૂતબંધ અને વાણીભૂષણમાં ગુરુલઘુ અક્ષરી દર્શાવવાની પદ્ધતિ છે ને એ રીતે લક્ષણો કરતાં દરેક લક્ષણને માટે આ લેક કરવો પડેલ છે. વૃત્તરનાકર વગેરે બીજા ગ્રન્થમાં ગણપદ્ધતિ સ્વીકારવામાં આવી છે. ને એ રીતે એક પાદમાં છન્દસૂનું લક્ષણ રચાયું છે, અન્ય ઉદાહરણ શોધવાની કડાકૂટમાં ઊતરવાની મહેનત આ રીતમાં ઓછી થતી હોવાથી હાલમાં એ પદ્ધતિના ગ્રન્થો અધ્યયનમાં વિશેષે ચાલે છે. છન્દાનુશાસન અને તેના કર્તા–છનુશાસનના કર્તા કલિકાલસર્વજ્ઞ શ્રી. હેમચન્દ્રસૂરિજી મહારાજ છે. તેઓશ્રીના જીવન ને કવનથી ભાગ્યે જ કોઈ અભ્યાસી અપરિચિત હશે. સાહિત્ય અને સંસ્કૃતિની ઉન્નતિ એ તેમનું જીવનલક્ષ્ય-ભેલ હતું. તેમણે એ ચેયની સિદ્ધિ માટે પૂર્ણ પરાક્રમ ફેરવ્યું હતું ને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. પરનો પૂર્ણ પરિચય છતાં તેમનામાં અજોડ શ્રદ્ધા ને સ્વદર્શન ભક્તિ હતાં. પરમતસહિષ્ણુતા છતાં તેઓશ્રીએ પરમતનાં અસત્યોને મર્મભેદી શૈલીથી ખુલ્લા કરવામાં શરમ રાખી ન હતી. પરસ્પરવિરોધી તત્ત્વોને સાચવવાની કુશળતા શિaઃ વાદ્રાવાત્ જેવા સિદ્ધાન્તથી જ તેમનામાં સ્વયંસિદ્ધ હતી. તેઓશ્રી વિમુક્તબન્ધન રાજવી હતા. રાજ્યસૂત્રનું સંચાલન શાસ્ત્રસૂત્રના સંચાલન જેવું જ તેઓ કરી શકતા ને નિર્લેપ રહી શકતા. વિશેષ તો શું પણ તેઓ અકલ હતા ને અવિકલ-સલ–કલા-કેવિદ હતા. છન્દાનુશાસન એ તેઓશ્રીનો અનુશાસન અભિધાનવાળા ચોથો ગ્રન્થ છે. શબ્દાનુશાસન, લિંગાનુશાસનને, કાવ્યાનુશાસન પછી આ ગ્રન્થ તેઓશ્રીએ રચ્યો છે. જે માટે ન જાણનાર સમજી શકે નહિ. તેને તો એમ લાગે કે-“પિંગલની આ સુન્દર પ્રિયતમ કુંડલ વડે બંને કર્ણને વિભૂષિત કરી, સખ. હાર, ઠમઠમ અવાજ કરતા ઝાંઝર અને બે ચામર ધારણ કરીને શોભે છે.” પણ કેવળ એમ નથી. એમાં મુકાયેલ કર્ણ વગેરે શબ્દો પારિભાષિા છે. કણ= બે ગ વણું કુંડલ=એ ગુરુ, શંખ=એક લઘુ. હાર ને નુપુર એક ગુરુ, રાવ=એક લઘુ, ને ચામર=એક ગુરુ વર્ણને સમજાવે છે. લોકમાં બતાવેલ સ્વરૂપ પ્રમાણે ડડડડડા દડાડતું એ પ્રમાણેનું ચાલિનીનું હક્ષણ ફલિત થાય છે. For Private And Personal Use Only
SR No.521627
Book TitleJain_Satyaprakash 1946 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy