SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૩ અંક ૩] છાનુશાસન બાદ કરતાં છન્દાનુશાસન એ સમયની અપેક્ષાએ પ્રાચીન છે. તેમાં પણ છન્દ શાસ્ત્રમાં મુખ્યત્વે વૈદિક છન્દર્ છે, નાટયશાસ્ત્રમાં ગૌણપણે લૌકિક અમુક છન્દસ્ છે, ને મૃતબેધમાં બાળોપયોગી ગણત્રીના જ છન્દર્ છે. એટલે ઇન્દોજ્ઞાન માટે વિસ્તૃત, વિશદ ને વ્યવસ્થિત, પ્રાચીન ને પ્રથમ ગ્રન્ય કોઈ હોય તો તે છન્દોનુશાસન છે. પૂ. શ્રી. હેમચન્દ્રસૂરિજી મહારાજ પણ છાનુશાસનવૃત્તિમાં મતમતાન્તરને ઉલ્લેખ કરતાં ભરત, સૈતવ, પિંગલ, જયદેવ, કાશ્યપ અને સ્વયંભૂ એટલાને નામોલ્લેખપૂર્વક જણાવે છે ને બીજાઓને છે, રિત, અન્ય વગેરે શબ્દોથી દર્શાવે છે. એટલે તેઓશ્રીના સમયમાં બતાવેલ નામમાંના કેટલાકના અત્યારે ગ્રન્થ નથી મળતા. તે ગ્રન્થો કે અન્ય ગ્રન્થોમાં તેમના મતો ઉપલબ્ધ હશે. પ, ચિત્ત, વગેરે શબ્દથી કણ સમજવા અને જયદેવ સ્વયંભૂ કોણ? કયારે થયા? તેમના ગ્રન્થ ક્યા? વગેરે વિચારો હજુ અણઉકલ્યા જ છે. છન્દગ્રન્થની શૈલી–અન્ય શાસ્ત્રોની માફક છન્દ શાસ્ત્રો પણ વિવિધ પધ્ધતિએ લખાયેલાં છે. તેમાં મુખ્યત્વે ત્રણ શૈલીઓ જોવામાં આવે છે. ૧ સૂત્રશૈલી, ૨ પદ્યશૈલી, ને ૩ લક્ષ્યાનુસારી લક્ષણશૈલી. તેમાં સૂત્રશલીના ગ્રન્થો છન્દ શાસ્ત્ર, છન્દોનુશાસન વગેરે છે. પદ્યશૈલીના ગ્રન્થ નાટયશાસ્ત્ર, સુવૃત્તતિલકદિ છે. અને લક્ષ્યાનુસારલક્ષણશેલીના ગ્રન્થ પ્રાકૃતપિંગલ, શ્રતબોધ, વૃત્તરનાકર, વાણીભૂષણ, છન્દોમંજરી વાગૂવલ્લભ વગેરે છે. સૂત્રશૈલીમાં લાઘવ અર્થાત ઓછા શબ્દોમાં ઘણા અર્થનો સમાવેશ કરવા ઉપર વિશેષ લક્ષ્ય રાખવામાં આવે છે. અને એ જ કારણે તેમાં થતી કઠિનતા પણ રમ્યતાને ઉપજાવે છે. છોનુશાસનમાં તેની સફળતા સારી રીતે સાંપડી છે. લગભગ ૪૫૦–સાડીચારસો ગ્લૅક પ્રમાણ ગ્રન્થમાં આચાર્યશ્રીએ છન્દમૂને લગતા દરેક વિષયો સ્પષ્ટ રીતે વ્યા છે. સરલતાને ઈચ્છતા મૃદુમતિવાળા જિજ્ઞાસુઓ સૂત્રશૈલીને, અન્ય શૈલીવાળા મળતા હોય ત્યારે, બહુ અપનાવતા નથી, પણ તેથી તેની ઓછી આવશ્યક્તા કે ઉપયોગિતા સિદ્ધ થતી નથી. થોડા શબ્દોમાં ઘણું વિષયોનું જ્ઞાન મેળવનારને માટે સૂત્રશિલી જ વિશેષે આદરણીય છે. નીચેના એક ઉદાહરણથી સમજી શકાશે કે અન્ય ગ્રન્થો કરતાં છન્દાનુશાસનમાં કેટલું અર્થ ગાંભીર્ય, માધુર્ય ને લાઘવ છે. જુદા જુદા છગ્રન્થોમાં નીચે પ્રમાણે “શાલિની’ છન્દનું લક્ષણ છે. (૧) રાત્રિના ઔ ૌ જૂ સમુદ્રવચઃ | ૬ | ૨૨ : (છન્દઃશાસ્ત્ર) (२) इस्वो वो जायते यत्रषष्ठः, कम्बुग्रीवे तद्वदेवाष्टमान्त्यः ॥ વિટામ:ચા-વિ! તુરતાં માપ સાઢિની છાયાઃ II(શ્રતબોધ) (૩) રૂઢિચુ તૌ તૌ fષઢા (વૃત્તરત્નાકર ) (૪) મારી ૨-છાત્રિના વેઢો (છન્દોમંજરી) (५) कृत्वा की मण्डितो कुण्डलेन, शङ्ख हारं नूपुरं रावयुक्तम् ॥ યુવા યુ રામ વાવમાસ, શાસ્ટિવેવા કેવા કપરા છે *(વાણુભૂષણ) * આ વાણીભૂષણ ગ્રન્થમાં દામોદર કવિએ છલક્ષણે નવીન છટાથી નિરૂપ્યાં છે. ક્ષણના શ્લોક (ક્ષણ ને લક્ષ્યાનુસારી છે. આ બતાવેલ લક્ષણું ચાલિનીનું છે, એવું તેની પરિભાષા For Private And Personal Use Only
SR No.521627
Book TitleJain_Satyaprakash 1946 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy