SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસત્યનાં ત્રીસ નામે ( લે છે. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.) જૈન આગમ તરીકે ઓળખાવાતા પહાવાગરણના બે વિભાગ છે. એ બંનેને સુંયકMધ (શ્રતસ્કન્ધ) કહે છે. વિશેષમાં પહેલા સુયકખંધને આસવદાર (આશ્રવ–ધાર) અને બીજાને સંવરદાર (સંવર–ઠાર) તરીકે આ આગમના પુસ્તકાન્તરમાં આપેલા ઉપદ્ઘાતગ્રન્થમાં ઓળખાવેલ છે. એ ઉપઘાત–ગ્રન્થ અભયદેવસૂરિએ આ આગમની વૃત્તિમાં આપ્યો છે એ ઉપરથી એ પણ જાણી શકાય છે કે આ પ્રત્યેક કારનાં પાંચ પાંચ અજઝયણ (અધ્યયન) છે. પહેલાં પાંચ એ હિંસા, અસત્ય, અદત્તાદાન. અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ આશ્રવનાં દ્વાર–અધર્મ ધારો-પાપ-સ્થાનો ઉપર પુષ્કળ પ્રકાશ પાડે છે, જ્યારે બાકીનાં પાંચ અઝયણે, અહિંસા, સત્ય, અદત્તાદાનવિરમણ, બ્રહ્મચર્ય અને પરિગ્રહવિરતિ એ પાંચ સંવરનાં દ્વાર—ધર્મકાર સંબંધી અનેકવિધ માહિતી આપણને આપે છે. સમગ્ર વ્રતમાં “અહિંસા' એ એક જ વ્રત છે, બીજા તો સહાયક છે. આ પ્રમાણેનું જેનોનું વિશિષ્ટ મંતવ્ય હોવાથી મેં એક વર્ષ ઉપર હિંસાને અંગે “પહાવાગરણ અને હિંસાના ગુણનિષ્પન્ન નામ” એ નામને લેખ લખ્યો હતો. એ લેખમાં મેં પહાવાગરણ અને એના વિવરણાત્મક સાહિત્ય વિષે કેટલીક હકીકત રજુ કરી છે. એ લેખ “જન સત્ય પ્રકાશ” (વ. ૧૧, અં. ૧) માં પ્રસિદ્ધ થયો છે. “અહિંસાના સાઠ પર્યાયો” એ નામને મારો લેખ પણ આ જ માસિકમાં (વ. ૧૧, અં. રમાં) પ્રસિદ્ધ થયો છે. વિશેષમાં મુંબઈ વિદ્યાપીઠ તરફથી સંશોધન-દાન મળતાં મેં “જૈન આગમાં અહિંસાનો સિદ્ધાન્ત' એ શીર્ષકવાળા નિબંધ અંગ્રેજીમાં તૈયાર કર્યો છે. એ બે ત્રણ હપ્ત મુંબઈ વિદ્યાપીઠના વાર્ષિકમાં છપાશે. પહેલે હતો નવેમ્બરમાં પ્રસિદ્ધ થશે એમ લાગે છે. આમ મેં અહિંસાને અંગે મારાથી બન્યો તેટલે વિચાર કર્યો છે. તેમ કરતી વેળા મેં સત્ય માટે પણ કેટલીક તૈયારી કરી છે તેનું એક ફળ તે પ્રસ્તુત લેખ છે. પણહાવાગરણમાં જેમ હિંસાનાં ત્રીસ ગુણનિષ્પન્ન નામો છે તેમ અસત્યથી માંડીને પરિગ્રહ સુધીનાં ચારે અધર્મ—દ્વારનાં ત્રીસ ત્રીસ નામો છે, પરંતુ અહિંસાના જેમ સાઠ પર્યાયો છે તેમ સત્યાદિના પર્યાય એમાં અપાયેલા નથી, જે કે એ ઉપજાવી શકાય. પહાવાગરણના પાંચમા સુત્ત (સત્ર)માં અસત્યનાં જે ત્રીસ નામ છે (ત્તિ વગેરે પ્રમાણે તો વિશેષ નામો છે) તે હું અહીં અકારાદિ ક્રમે રજુ કરું છું. સાથે સાથે એનાં સંસ્કૃત સમીકરણ અને અર્થ પણ આપું છું. વિશેષમાં મૂળમાં નામે પહેલી વિભક્તિમાં અપાયાં છે એટલે હું પણ એમ જ આપું:પાઇય સંસ્કૃત અર્થ ગઈ (૧૬) વાર્તામ્ આર્તા, પીડા પામેલાનું વચન હોવાથી આર્તા. (૨) આર્તા (ધ્યાન) (ભાષાન્તર) અન્ન (૨) अनार्यम् અનાર્ય. અનાર્યનું વચન હોવાથી અનાર્ય, अणुज्जुक (५) अनृजुकम् સરળ નહિ તે એટલે કે વાંકું (વચન). કે “ભાષાન્તર'થી શ્રી નગીનદાસ નેમચંદ શાહે છપાવેલ મૂળ સાથેનું ભાષાંતર સમજવું For Private And Personal Use Only
SR No.521627
Book TitleJain_Satyaprakash 1946 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy