________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨
આ પઘથી સ્પષ્ટતાથી જ્ઞાત થાય છે કે ત્રીજા કાઠીયાનું અસલી નામ “અવજ્ઞા”, પાંચમાનું “માન”, દસમાનું વ્યાક્ષેપ”, બારમાનું “કુતૂહલ”, અને તેરમાનું “વિષય વાસના” સમજવું જોઈએ. પ્રસ્તુત વિષય સંબંધીનું બીજું સાહિત્ય અવશ્ય વિદ્યમાન હશે, જેમાંની મારા જાણવામાં માત્ર શ્રીઉત્તમસાગરજીકૃત એક “તેર કાઠીયા સઝાય” આવી છે કે જે મેં પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રીલબ્ધિમુનિજી મહારાજના મુખકમલથી સાંભળી છે અને જેની અંતિમ બે લીટીઓ આ પ્રમાણે છે –
કુશલસાગર વાચક તણેજી
શિષ્ય ઉત્તમ ગુણ ગેહ. આચાર્ય શ્રી હેમવિમલસૂરિજીની કવિતા ટૂંકી જ, પરંતુ ઘણી સરસ અને અસરકારક છે. વાંચતાં એમ લાગે છે કે આ મહાન ગચ્છપતિ પોતાના શ્રાવકેની આદતો સારી રીતે ઓળખી ગયા હતા અને સહજ હાસ્યરસના ઉપયોગ પૂર્વક તેઓની કમજોરીઓની આલેચના કરતાં પોતાના ઉદાર હદયમાં ભાવદયા ચિંતવતા અને બધાઓનય–પેલા ક્ષેત્રપાલના વાહનની ઉપમાથી અંકિત વિકથાની શોખીન વ્યકિતને તથા ગુરુમહારાજનો ધર્મલાભ નહીં પ્રાપ્ત થયાના કારણથી રીસાયે લા મહાનુભાવને નહીં છોડી–હિતબુદ્ધિ અને મૈત્રીની અમીદ્રષ્ટિથી જોતા હતા.
શ્રીહેમવિમલસૂરિનો પ્રભાવ એમના સમકાલીન જૈન સમુદાયમાં ઘણું મોટો હતો એમ સસંબંધી સાહિત્યમાંથી જ્ઞાત થાય છે. દાખલા તરીકે “લઘુ પિશાલિક પટ્ટાવલી” અનુસાર ૫૦૦ સ્ત્રી-પુરુષોએ એમના હાથથી ચારિત્ર લીધું હતું, અને શ્રીદેવવિમલ ગણિની “મહાવીર-પટ્ટપરંપરા” પ્રમાણે ૧૮૦૦ મુનિવરો એમની આજ્ઞામાં રહેતા હતા કે જેમાં શ્રી આનંદવિમલસૂરિ, શ્રીહર્ષકુલ ગણિ, શ્રીચારિત્રરત્ન, શ્રી સૌભાગ્યહર્ષસૂરિ જેવાં શાસનપ્રભાવકો હતા. શ્રાવકવર્ગમાં એમની અસર કેવી અસાધારણ હતી તેનું અનુમાન એમના પ્રતિષ્ઠાલેખોની સંખ્યાથી અને એમના સન્માનમાં ઉજવાયેલા પ્રવેશોત્સવ સંબંધીના વિવિધ ઉલેખો ઉપરથી કરી શકાય તેમ છે. “લધુ પોશાલિક પટ્ટાવલી ” અનુસાર સં. ૧૫૭૨માં કપડવંજના શ્રીસંઘે ઈડરથી ખંભાત વિહાર કરતા ગુરુમહારાજનું સામયું ભક્તિના ઉમંગમાં એટલી બધી ધામધૂમથી કર્યું કે તેનો અષ્ટપૂર્વ ઠાઠમાઠ એક બાદશાહને ગ્ય કહેવાય અને ખરેખર બાદશાહ મુજફફર શાહે તેના સમાચાર સાંભળતાં, ઈMીથી પ્રજવલિત થઈને, સૂરિજીને ગિરફતાર કર્યા અને શ્રીસંઘથી ૧૨૦૦૦ ટંક જીર્ણ નાણું વસુલ કર્યા પછી જ તેઓશ્રીને છોડ્યા હતા.
આટલી બધી ભકિતના પાત્રભૂત પૂજ્ય આચાર્યનો આવો અતિશયયુકત પ્રભાવ જોતાં તેઓશ્રીના હાથની એક અપ્રસિદ્ધ કવિતા પ્રકાશમાં લાવતાં આ લેખિકાને અપૂર્વ આનંદ થાય છે. આવા પ્રસિદ્ધ આચાર્યની આવી સુંદર કૃતિ આજ સુધી વિસ્તૃત રહી તે ખરેખર આશ્ચર્યની વાત છે
ઉજ્જૈન, વિ. સં. ૨૦૦૩, કાર્તિક શુક્લ પૂર્ણિમા. ૧, મુનિ શ્રીચતરવિજયજી મહારાજ, જૈનરોત્રાનો ભાગ ૨ની પ્રસ્તાવના પૃ. ૧૧-૧૦ ૨. જૈન ગુર્જર કવિઓ, ભાગ ૨, ૫, ૭૨૦ નેટ,
For Private And Personal Use Only