________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ પર અગીઆરમું મંગલ કીજીયે, નિજ ઘરે શ્રાવકે એક આણંદ પ્રમુખ શ્રાવક પરે, પડિમા વહી ભાવકે એ. ૧૨ નેમિ વચને જિણે બારમી, પડિમા અંગીકરી એ ગજસુકુમાલ એ બારમે, મંગલે સિદ્ધિ વરી એ. ૧૩ ગુણ તેરમે તેરમી, કીરિયા ફરસી જિશે એ; તેરમું મંગલતેહને, સવ કેવલીતણે એ. ચૌદમું ચૌદ પૂરવતણું, મંગલ સાંભલી એક યૂલિભદ્ર ચરમ શ્રુતકેવલી, જિણે જગ ઉજલો એ. ભેદ પનરે કરી પ્રણમી, સિદ્ધ સ્વામી ભણી એ; પરમગુણી પરમ મંગલ કરે, નિરુપમ સુખ ધણી એ. ૧૬ એહ મંગલ ભણતાં થકાં,સુણે સખિ ઉત્તમ સુખ લહે એ, તત્ત્વથી ગુણ રમ્યા તસ નમું, પદ્મવિજય કહે છે. ૧૭
સં. ૧૯૪ના ચિત્ર શુદિ અને શુક્રવારના રોજ ગોધાવીમાંથી મળેલ એક હસ્તલિખિત પાના ઉપરથી આ કવિતા ઉતારી છે. મુનિરાજ શ્રીદયાકુશલવિરચિત, ત્રેસઠ શલાકાપુરષ-આયુષ્યાદિ
બત્રીસ સ્થાનક–વિચારગર્ભિત સ્તવન
સંપાદક—પૂજ્ય મુનિ મહારાજ શ્રી રમણિકવિજયજી. શ્રી જન સત્ય પ્રકાશ'ના વર્ષ ૧૧ના અંક ૭ માં “સઠ શલાકાપુરુષ-આયુષ્યાદિ બ--સ્થા-વિ. ગર્ભિત સ્તવન” છાપેલું છે. તેની નોંધમાં મેં જણાવ્યું હતું કે–મને આ સ્તવન કરતાં પ્રાચીન આ જ પ્રકારનાં બીજાં બે સ્તવનો મળી આવ્યાં છે. તે પૈકી જે સ્તવનની રચના સં. ૧૬૮૨ની છે અને જેના કર્તા મુનિરાજ શ્રી દયાકુશલજી મ. છે, તે સ્તવન અહીં આપવામાં આવે છે. શ્રી દયાકુશલજી મહારાજની જે અનેક કૃતિઓ મળે છે તેની માહિતી જૈન ગૂર્જર કવિઓ” ભા. ૧, પૃ. ૨૯૬માં આપતાં શ્રીયુત મો. દ. દેશાઈએ આ સ્તવનની પણ નોંધ લીધી છે.
| મુનિ શ્રી જ્ઞાનવિજયજી મ. (ત્રિપુટી) પાસેથી મને એક નાનું એળિયું મળ્યું છે તેમાં આ સ્તવન છે. પણ તેમાં રતવનની મૂળ ભાષા કાયમ રહી નથી. તેનું કારણ એ જણાય છે કે આ સ્તવનને એક પછી એક ઉતારો થતાં થતાં લેખકેના સ્વભાવ પ્રમાણે ભાષામાં પરિવર્તન થઈ ગયું છે. આ ળિયાનું સ્વરૂપ જોતાં એ ૧૮મી સદીના ઉત્તરાધમાં કે ૧૯મી સદીની શરૂઆતમાં લખાયું હોય એમ લાગે છે.
મેં જે પ્રતિ પરથી નકલ કરી છે તેની ભાષા અને જૈન ગુર્જર કવિઓ ભા. ૧માં નોંધેલ આ સ્તવનની ભાષા એક સરખી છે, એ ઉપરથી એમ જણાય છે કે મારા પાસેની પ્રતિ અને શ્રી દેસાઈને મળેલી પ્રતિ રચનાકાલિ પછી તરત લખાયેલી છે. આ વિષે મેં જૈન સત્ય પ્રકાશ”ના વર્ષ ૧૧ના અંક ૭માં જણાવ્યું છે, તે જેવા ભલામણ છે.
આ જ જાતનું એક ત્રીજું સ્તવન, જેના કર્તા શ્રી આણંદવર્ધનજી છે અને જેની રચના પટ્ટપદ છપ્પા છદમાં કરેલી છે, તે હવે પછી આપવામાં આવશે. –સંપાદક
For Private And Personal Use Only