SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુગપ્રધાન સુનંદા – આ છોકરા મારે છે તેટલા માટે ! શ્રાવિકાએ–બહેન, એ કાંઈ અમે ન જાણીએ. સુનંદા જરા આવેશમાં બેલી–મારે છોકરી મને પાછી સોંપી ઘો. નવનવ મહિના સુધી મેં એને ઉદરમાં રાખ્યો છે, એને ભાર ઉઠાવ્યો છે. શ્રાવિકા -- બહેન ! આ વાત તમારે અહીં કહેવી ઉચિત નથી. અમને તો ગુરુમહારાજે સંયો છે. તેઓશ્રી જેમ કહેશે તેમ થશે. સુનંદા-અરે રે, હવે શું થાય ? એ આવે ત્યારે ખરા ! તે વખતે વાત, પણ બહેને, ગુરુમહારાજ આવે ત્યાં સુધી મને હમણાં તમારે ત્યાં જ–તમારી સાથે જ રહેવાની અનુમતિ આપો ! હું આ બાળકને રમાડીશ, નહવરાવીશ, ધવરાવીશ અને એની પાસે જ રાત ને દિવસ રહીશ. મને આ બાલુડે મૂકીને ઘેર જવું નથી ગમતું. ઘેર આના સિવાય ખાવું, પીવું, સૂવું, બેસવું કશું નથી ગમતું. માટે હું તમારી સ્વધર્મી બહેનું છું, અને બાલકની માતા છું એમ સમજી મનને અહીં જ રહેવા દે ! શ્રાવિકાઓએ તેની માંગણી સ્વીકારી. સુનંદા બાલકને જોઈ જોઈ ને ૨જી થાય છે. હું નિભંગી, આ રત્નદીપકને હું સાચવી ન શકી ! હવે એના બાપ અહીં આવે તો, કરે મારે ઘેર પાછા લઈ જાઉં. મોહરાજાનું પ્રાબલ્ય આમ દિવસે દિવસે વધતું જ જતું હતું અને સુનંદાનું માતૃહૃદય વધુ ને વધુ જાગૃત થતું જતું હતું ! [૬] રાજદરબારે: અદલ ઇન્સાફ આમ કરતાં કરતાં ત્રણ ત્રણ વરસનાં વહાણાં વાઈ ગયાં. એક દિવસ સમાચાર આવ્યા કે આર્ય સિંહગિરિસૂરિ સપરિવાર પધારે છે. બાલક વિજ આ સાંભળી રાજી રાજી થયો. હવે તો એ બાળકના દિલમાં “સંયમ કબહીં મિલે સસનેહી’ની ભાવના ઉત્કૃષ્ટી બની ગઈ હતી. આ બાજુ સુનંદાને તો મહરાજાએ મમત્વનું અફીણ પાયું હતું. તેનાં જ્ઞાન ચક્ષુ મીંચાઈ ગયાં હતાં. એણે વિચાર્યું –એ આવે છે એટલે મારો છોકરો જરૂર લઈજ : લેવાની. એમની શી મજાલ છે કે ના પાડે. ભલે ને મેં સાહસથી એ છોકરો એમને સેંપી દીધો, પરંતુ કરો તો માતાનો જ કહેવાય ને ! સૂરિજી મહારાજ પધાર્યા. બાલક વજને સૂરિજી મહારાજ પાસે મૂકવામાં આવ્યો ત્યાં હર્ષઘેલી સુનંદા આવીને બોલી : મહારાજ, મારો છોકરો મને પાછો સોંપી દ્યો. હું એને વિના હવે એક ક્ષણ પણ રહી શકું એમ નથી. સૂરિજી–બહેન! તે તો આ તારો છોકરે તારા પતિ, આયં ધનગિરિને વહોરાવ્યો છે, એટલે હવે આ છોકરા પાછો માંગવાને તને હકક નથી. સુનંદા (રડતી રડતી)–મહારાજ, મેં મારા સગા હાથે મારે પુત્ર મારા પતિને વહારાવ્યો છે, એની કયાં ના છે? પરંતુ એ તો મેં કંટાળાથી એમ કહ્યું હતું. હવે તો એ છોકરો ડાહ્યો થયો છે, અને રૂડે રૂપાળો રાજહંસ જેવો શોભે છે. માટે મને પાછો સેપી લો. For Private And Personal Use Only
SR No.521626
Book TitleJain_Satyaprakash 1946 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy